ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / 4600 કરોડની ફિલ્મે રિલીઝના 2 મહિના પહેલાં જ કમાઈ લીધા 967 કરોડ, 23 સુપરહીરો નહીં, વિલેનના નામ પર ધડાધડ વેચાઈ રહી છે ટિકિટ

મનોરંજન / 4600 કરોડની ફિલ્મે રિલીઝના 2 મહિના પહેલાં જ કમાઈ લીધા 967 કરોડ, 23 સુપરહીરો નહીં, વિલેનના નામ પર ધડાધડ વેચાઈ રહી છે ટિકિટ

Published By: Pravin Joshi

Last Updated: 07:27 PM, 7 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્વેલ સ્ટુડિયોઝની બહુચર્ચિત ફિલ્મ 'Avengers Doomsday' રિલીઝ થવાના 2 મહિના પહેલાં જ બોક્સ ઓફિસ પર એડવાન્સ બુકિંગમાં ધૂમ મચાવી રહી છે.

ADVERTISEMENT

માર્વેલ સિનેમેટિક યુનિવર્સની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મોમાં ગણાતી 'Avengers Doomsday' રિલીઝ પહેલાં જ બોક્સ ઓફિસ પર નોટો છાપી રહી છે. આશરે Rs 4600 કરોડના વિશાળ બજેટમાં બનેલી આ એક્શન-પેક્ડ ફિલ્મ 18 ડિસેમ્બર 2026 ના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાની છે, પરંતુ તેણે રિલીઝના 2 મહિના પહેલાં જ એડવાન્સ બુકિંગમાંRs 967 કરોડનું રેકોર્ડબ્રેક કલેક્શન કરી લીધું છે. સહુથી દિલચસ્પ બાબત એ છે કે આ ફિલ્મમાં 23 જેટલા દિગ્ગજ સુપરહીરો હોવા છતાં, ચાહકોમાં આ ક્રેઝ તેના મુખ્ય વિલનના નામે જોવા મળી રહ્યો છે.

The film releases in over 2 months…

(Via: @GlobalBoxOffice) https://t.co/RqZa3dAujP— The Hollywood Handle (@HollywoodHandle) October 6, 2026

રોબર્ટ ડાઉની જૂનિયરના 'Doctor Doom' નો અદ્ભુત ક્રેઝ

'આયર્ન મૅન' ફેમ રોબર્ટ ડાઉની જૂનિયર આ વખતે માર્વેલ યુનિવર્સમાં આયરન મૅન નહીં પરંતુ ખતરનાક વિલન 'Doctor Doom' ના પાત્રમાં પુનરાગમન કરી રહ્યા છે. ચાહકોમાં તેમના આ નકારાત્મક પાત્રને જોવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ છે. સોશિયલ મીડિયા પર ફેન્સ કહી રહ્યા છે કે ડોક્ટર ડૂમ મોટા પડદા પર આવ્યા પણ નથી અને અત્યારથી જ કમાણીના તમામ રેકોર્ડ તોડી રહ્યા છે.

ગ્લોબલ બોક્સ ઓફિસ પર પ્રી-સેલ્સનો ધમાકો

'દ હોલીવુડ હેન્ડલ' ના ગ્લોબલ બોક્સ ઓફિસ આંકડા મુજબ, ફિલ્મનું ગ્લોબલ એડવાન્સ બુકિંગ $100 મિલિયનના આંકડાને પાર કરી ગયું છે. ડીઝનીના સીએફઓ (CFO) હ્યુ જોહન્સ્ટને જણાવ્યા મુજબ, માત્ર ડોમેસ્ટિક પ્રી-સેલ્સ જ $55 મિલિયનપાર કરી ચૂક્યું છે, જેમાંથી 70% થી વધુ બુકિંગ ઇન્ફિનિટી વિઝન જેવા પ્રીમિયમ ફોર્મેટમાં થયું છે. જર્મનીમાં પ્રી-સેલ શરૂ થવાના પહેલા 24 કલાકમાં જ 1.18 લાખ ટિકિટો વેચાઈ ગઈ હતી, જે 'Avengers: Endgame' ના પ્રારંભિક રેકોર્ડ કરતાં પણ વધુ છે.

આ પણ વાંચોઃ યૂટ્યુબરની ‘બહેન’ સાથે વધેલી નિકટતાના વીડિયો વાયરલ, એક જ બેડ શેર કરવાના દાવાથી લોકોમાં રોષ, ગર્લફ્રેન્ડ પણ ભાવુક

તગડી સ્ટારકાસ્ટ અને રોમાંચક સ્ટોરી

એન્થની અને જો રુસો (Russo Brothers) ના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મની વાર્તા 3 અલગ-અલગ યુનિવર્સના હીરોઝને એક ઘાતક ટકરાવ તરફ લઈ જાય છે. મુખ્ય કલાકારોમાં રોબર્ટ ડાઉની જૂનિયર: ડોક્ટર ડૂમ (Doctor Doom), ક્રિસ ઇવાન્સ: સ્ટીવ રોજર્સ (Steve Rogers), ક્રિસ હેમ્સવર્થ: થોર્ન (Thor), પેટ્રિક સ્ટીવર્ટ: પ્રોફેસર એક્સ (Professor X), ફેન્ટાસ્ટિક ફોર ટીમો: પેડ્રો પાસ્કલ, વેનેસા કિર્બી, જોસેફ ક્વિન અને એબન મોસ-બેકરેક. આ સિવાય ફ્લોરેન્સ પ્યુ, એન્થની મેકી, સેબેસ્ટિયન સ્ટેન, પોલ રુડ, લેટિશિયા રાઇટ, ટોમ હિડલસ્ટન, ઇયાન મેકકેલન અને ચેનિંગ ટેટમ જેવા અનેક કલાકારો આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મ બાદ તેનો આગામી સિક્વલ ભાગ 'Avengers: Secret Wars' 17 December 2027 ના રોજ રિલીઝ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

HollywoodNews AvengersDoomsday DoctorDoom

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ