ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / યૂટ્યુબરની ‘બહેન’ સાથે વધેલી નિકટતાના વીડિયો વાયરલ, એક જ બેડ શેર કરવાના દાવાથી લોકોમાં રોષ, ગર્લફ્રેન્ડ પણ ભાવુક
Last Updated: 12:57 PM, 7 October 2026
ADVERTISEMENT
'બિગ બોસ 20'ના ઘરમાં એક નવું સમીકરણ રચાઈ રહ્યું છે: ભાઈ-બહેન જેવો સંબંધ રોમાન્સમાં બદલાઈ રહ્યો છે. યુટ્યુબર અને ગેમર 'સ્કાઉટ ઓપી', જેણે શરૂઆતમાં પંજાબી અભિનેત્રી 'લવ ગિલ'ને પોતાની બહેન ગણાવી હતી, તેના મનમાં હવે તેણીના માટે રોમેન્ટિક લાગણીઓ જાગી છે. શો દરમિયાન સ્કાઉટને લવ પ્રત્યેની પોતાની ફિલિંગ્સ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
સ્કાઉટ ઓપીમાં ઓળંગી મર્યાદા?
સ્કાઉટ હાલમાં 'ટ્રોલ્સ'ના રોષનો સામનો કરી રહ્યો છે, કારણ કે તેણે લવ ગિલ પ્રત્યે રોમેન્ટિક લાગણીઓ કેળવી છે, જેને તે અગાઉ બહેન માનતો હતો. સોશિયલ મીડિયા પર લોકો તેની આકરી ટીકા કરી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સ્કાઉટ અને લવ ગિલના કેટલાક અત્યંત નિકટતા દર્શાવતા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ક્યારેક સ્કાઉટ લવને પોતાની પીઠ પર ઊંચકીને લઈ જતો જોવા મળે છે, તો ક્યારેક તે તેનો હાથ પંપાળતો નજરે પડે છે. આ ઉપરાંત, લવ ગિલને 'બહેન' કહેવા છતાં સ્કાઉટને તેની સાથે એક જ પથારીમાં સૂતેલો પણ જોવામાં આવ્યો છે. પરિણામે, લોકો સ્કાઉટની આકરી ટીકા કરી રહ્યા છે અને તેના પર ભાઈ-બહેનના સંબંધની પવિત્રતાને ખરાબ કરવાનો આરોપ લગાવી રહ્યા છે.
ભાવુક થઇ સ્કાઉટની ગર્લફ્રેન્ડ
ADVERTISEMENT
લવ સાથે સ્કાઉટની વધતી જતી નિકટતા પર સ્કાઉટની ગર્લફ્રેન્ડ કાશવી હીરાનંદાનીનું રિએક્શન પણ વાયરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કાશવી પોતે પણ એક યુટ્યુબર છે. એક લાઈવ સ્ટ્રીમ દરમિયાન, જ્યારે તેણે સ્કાઉટને 'લવ' પ્રત્યેની પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જોયો, ત્યારે તે કેમેરા સામે સ્પષ્ટપણે ભાવુક થઈ ગઈ હતી.
ADVERTISEMENT
લાઈવ સ્ટ્રીમમાંથી કાશવીનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સ્કાઉટ સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતી જોવા મળે છે. આ વીડિયોમાં કાશવી કહે છે, "સ્કાઉટ સાથેનો મારો સંબંધ અલગ છે અને તેને મારું સમર્થન એ એક અલગ બાબત છે. હું માત્ર તેનો ઉત્સાહ વધારી રહી છું."
ADVERTISEMENT
એક વીડિયોમાં કાશવી એમ કહેતી જોવા મળે છે કે, "હું જાણું છું કે ઓનલાઇન ઘણી ચર્ચાઓ થઈ રહી છે, લોકો કોમેન્ટ્સ, રીલ્સ, X અને તમામ પ્લેટફોર્મ્સ પર ઘણી વાતો કરી રહ્યા છે. હું સ્કાઉટની ખૂબ પરવા કરું છું; માત્ર થોડી ક્લિપ્સને કારણે મારી લાગણીઓ કે ચિંતા બદલાશે નહીં. સ્કાઉટ OPની સફળતા મારા માટે ખૂબ મહત્વની છે."
આ પણ વાંચોઃ 35 વર્ષની ઉંમરે આ અભિનેત્રી બીજીવાર માતા બનશે, સુંદર તસવીર શેર કરીને પ્રેગ્નન્સીની માહિતી આપી
સ્કાઉટની ટીમએ આપી સફાઇ
સ્કાઉટ ઓપી જે ટ્રોલિંગનો સામનો કરી રહ્યા છે તે વચ્ચે તેમની ટીમે પરિસ્થિતિ સ્પષ્ટ કરવા માટે એક નિવેદન બહાર પાડ્યું છે. તેમની ટીમે એ વાતનો ઇનકાર કર્યો છે કે તેમણે લવ પ્રત્યે કોઈ રોમેન્ટિક લાગણીઓ વ્યક્ત કરી હતી. નિવેદનમાં ટીમે નોંધ્યું છે કે એપિસોડમાં જે બતાવવામાં આવ્યું હતું, વાસ્તવમાં જે બન્યું હતું અને લોકોએ તેમાંથી જે અર્થઘટન કર્યું છે, તે ત્રણેય બાબતો વચ્ચે સ્પષ્ટ તફાવત છે. જ્યાં સુધી લવ ગિલ પ્રત્યે સ્કાઉટની લાગણીઓની વાસ્તવિકતાનો સવાલ છે, તો આશા છે કે 'વીકેન્ડ કા વાર' એપિસોડ દરમિયાન તે સ્પષ્ટ થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT