ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / "સેંકડો લોકો બીમાર પડ્યા, ભાજપે દૂષિત પાણી આપ્યું" ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલના પ્રહાર

ગાંધીનગર / "સેંકડો લોકો બીમાર પડ્યા, ભાજપે દૂષિત પાણી આપ્યું" ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલના પ્રહાર

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 05:00 PM, 7 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કરીને કેટલાક ગંભીર આક્ષેપ કર્યાં હતા.

ADVERTISEMENT

પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલના ભાજપ સરકાર પર પ્રહારો કર્યાં હતા. ગાંધીનગર મનપા ચૂંટણીના અનુસંધાનમાં હિંમતસિંહ પટેલે કહ્યું કે ભાજપે વચનો આપી મતદારોને ભ્રમિત કર્યા છે તેમજ પાર્ટીએ 257 કરોડના ખર્ચે દૂષિત પાણી વિતરિત કર્યું હતું. તેમણે કહ્યું કે સેક્ટર ૨૪,૨૬,૨૮ અને આદિવાડામાં સેંકડો લોકો બીમાર થયા હતા. નવી પાઈપલાઈન નાંખ્યા પછી પણ લીકેજ થાય અને લોકો બિમાર પડ્યા હતા. હિંમતસિંહે કહ્યું કે 1903 કરોડનું બજેટ છતાં પ્રજાને વિકાસના કામો નથી કરી શક્યા. 1 લાખ મહિલાઓને નોકરીની જાહેરાત છતાં નોકરી ન આપી શક્યા.

કોંગ્રેસે જાહેર કરી દીધો છે ચૂંટણી ઢંઢેરો

થોડા દિવસો અગાઉ કોંગ્રેસે ગાંધીનગર મનપા માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મહાનગરપાલિકાની ચૂંટણી માટે પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં ‘કોંગ્રેસના કમિટમેન્ટ’નો નારો આપ્યો હતો. કોંગ્રેસે મહિલાઓ, યુવાનો અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પર દાવ ખેલ્યો હતો, તો બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસના આ મેનિફેસ્ટો સામે જોરદાર મોરચો માંડ્યો છે. ભાજપે આ ઢંઢેરાને હાસ્યાસ્પદ ગણાવી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

વધુ વાંચો : VIDEO : કેવો પ્રેમ! મંદિરમાં હાથીનું મોત થતાં લોકો ભેટી-ભેટીને રડવા લાગ્યાં, જુઓ અંતિમ વિદાયનો વીડિયો

સુવિધાઓને આક્રમક પ્રચાર

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે મૂળભૂત સુવિધાઓને કેન્દ્રમાં રાખીને આક્રમક પ્રચાર શરૂ કર્યો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી શહેરીજનો અને સમાવિષ્ટ વિસ્તારોને પૂરતી પ્રાથમિક માળખાગત સુવિધાઓ નહીં મળે, ત્યાં સુધી નાગરિકો પાસેથી કોઈ ટેક્સ લેવામાં આવશે નહીં. વર્તમાન શાસક પક્ષ પર ભ્રષ્ટાચારના સીધા આક્ષેપ કરતાં કોંગ્રેસે જણાવ્યું કે ભ્રષ્ટાચારની ફરિયાદો માટે સમર્પિત ઓનલાઈન પોર્ટલ ઊભું કરાશે. આ સાથે જ મનપાના વહીવટમાં પારદર્શિતા લાવવા માટે લોકભાગીદારી વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Municipal Corporation Election 2026 Gandhinagar Municipal Corporation election

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ