ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / CM વિજયની ફિટનેસ: 52 વર્ષની ઉંમરે પણ ફિટ રહેવા ટિફિનમાં આ 4 વસ્તુઓ ખાય છે, જાણો તેમની ડાયટ અને ફિટનેસ રૂટિન

photo-story

6 ફોટો ગેલેરી

નેશનલ / CM વિજયની ફિટનેસ: 52 વર્ષની ઉંમરે પણ ફિટ રહેવા ટિફિનમાં આ 4 વસ્તુઓ ખાય છે, જાણો તેમની ડાયટ અને ફિટનેસ રૂટિન

Last Updated: 05:08 PM, 7 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમિલનાડુના મુખ્યમંત્રી વિજય 52 વર્ષની ઉંમરે પણ ફિટ દેખાય છે. વિજય ગમે તેટલા વ્યસ્ત હોય તો પણ પોતાના દરરોજના 1 કલાકના વર્કઆઉટ અને સવારની વૉક સાથે કોઈ સમજૂતી કરતા નથી.

1/6

photoStories-logo

1. CM વિજયની ફિટનેસ: 52 વર્ષની ઉંમરે પણ ફિટ રહેવા ટિફિનમાં આ 4 વસ્તુઓ ખાય છે, જાણો તેમની ડાયટ અને ફિટનેસ રૂટિન

તમિલનાડુના મુખ્યમંત્રી વિજય 52 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે, પરંતુ તેમની શારીરિક ફિટનેસ અને ગ્લો જોઈને કોઈ પણ તેમની સાચી ઉંમરનો અંદાજ લગાવી શકતું નથી. રાજકીય ધમાચકડી અને અત્યંત વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ CM વિજય પોતાના સ્વાસ્થ્ય સાથે સહેજ પણ સમજૂતી કરતા નથી. તેમના ટ્રેનર નરેશના જણાવ્યા અનુસાર, વિજય પોતાની ફિટનેસ અને ડાયેટ રૂટિન પ્રત્યે ખૂબ જ કડક છે અને દરરોજ તેને નિયમિતપણે ફોલો કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સવારે 6 વાગે જાગવાનો પાકો નિયમ

CM વિજયનો ડેઇલી શેડ્યૂલ ભલે ગમે તેટલો વ્યસ્ત હોય કે રાત્રે ગમે તેટલું મોડું સૂવાનું થાય, પરંતુ સવારે 6 વાગે જાગવાનો તેમનો નિયમ ક્યારેય તૂટતો નથી. સવારે સમયસર ઊઠીને તેઓ પોતાના દિવસના કામકાજની શરૂઆત કરી દે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. વૉકિંગ અને દૈનિક સ્ટેપ્સ પર ભાર

સક્રિય રહેવા માટે વૉકિંગ ખૂબ જરૂરી છે તેવું વિજય માનવું છે. આથી જ તેઓ નજીકના સ્થળોએ જવા માટે ગાડીનો ઉપયોગ કરવાને બદલે ચાલીને જવાનું પસંદ કરે છે. સવારની વૉક સિવાય પણ તેઓ આખા દિવસ દરમિયાન પોતાના નક્કી કરેલા સ્ટેપ્સ પૂરા કરવાનું ક્યારેય ચૂકતા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. રોજ 1 કલાક જિમ અને વર્કઆઉટ

વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને CM વિજય દરરોજ 1 કલાક જિમમાં વિતાવે છે. તેમના વર્કઆઉટમાં મસલ્સની મજબૂતી માટે વેટ લિફ્ટિંગ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ, કાર્ડિયો અને ટ્રેડમિલ રનિંગનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ડાયેટમાં 4 વસ્તુઓ ફિક્સ: સાથે રાખે છે પોતાનું ટિફિન

CM વિજય પોતાના આહારને લઈને ખૂબ જ જાગ્રત છે. બહારનું ખાવાનું તેઓ બિલકુલ પસંદ કરતા નથી. તેઓ જ્યારે પણ કોઈ રેલી, સભા કે પ્રવાસમાં જાય ત્યારે પોતાનું ઘરનું ટિફિન સાથે જ રાખે છે. સવારનો નાસ્તો (9:00 AM): 2 ઇડલી, ઈંડાં, નાળિયેર પાણી અથવા પીનટ બટર. બપોરનું ભોજન (1:00 PM): તાજાં ફળો, લીલા શાકભાજી, દાળ, ભાત અને ચિકન. સાંજનો નાસ્તો: ફ્રેશ જ્યુસ અને ફળો. રાતનું ભોજન (7:30 PM): અત્યંત હળવો ખોરાક જેમ કે સલાડ અને સૂપ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. નોન-વેજ અને મધુર વાનગીઓના શોખીન

CM વિજયને નોન-વેજ ખાવાનો શોખ છે, પરંતુ તેઓ તેને નિયંત્રિત માત્રામાં જ લે છે. મટન બિરયાની તેમની ફેવરિટ ડિશ છે. આ સિવાય મીઠાઈમાં તેમને તેમની માતાના હાથનું બનેલું 'સક્કરાઈ પોંગલ' ખૂબ પ્રિય છે. જોકે, આ વાનગીઓ તેઓ ક્યારેક-ક્યારેક જ માણે છે. પોતાની ફિટનેસ દિનચર્યામાં સાતત્ય (consistency) જાળવી રાખીને CM વિજયે સાબિત કર્યું છે કે ઉંમર ગમે તે હોય, શિસ્ત અને યોગ્ય આહારથી હંમેશા તંદુરસ્ત રહી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

TamilNaduCM VijayFitness CMVijay
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ