ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 16.61 કિમીની માઇલેજ, કિંમત 12 લાખથી ઓછી, Cretaને ટક્કર આપશે આ SUV

photo-story

6 ફોટો ગેલેરી

ઓટો / 16.61 કિમીની માઇલેજ, કિંમત 12 લાખથી ઓછી, Cretaને ટક્કર આપશે આ SUV

Last Updated: 05:26 PM, 7 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Honda Cars India એ ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં પોતાની નવી Honda Elevate Facelift ને સત્તાવાર રીતે લૉન્ચ કરી દીધી છે, જેની શરુઆતી કિંમત Rs 11.80 લાખ રાખવામાં આવી છે.

1/6

photoStories-logo

1. 16.61 કિમીની માઇલેજ, કિંમત 12 લાખથી ઓછી, Cretaને ટક્કર આપશે આ SUV

ભારતીય ઓટોમોબાઇલ બજારમાં કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં પોતાનો દબદબો મજબૂત કરવા માટે Honda Cars India એ પોતાની લોકપ્રિય SUV નું નવું અવતાર Honda Elevate Facelift સત્તાવાર રીતે લૉન્ચ કરી દીધું છે. લૉન્ચિંગની સાથે જ કંપનીએ આ અપડેટેડ SUV ના માઇલેજ અને કિંમતના આંકડા પણ જાહેર કરી દીધા છે. ભારતીય માર્કેટમાં આ કાર Hyundai Creta, Renault Duster, Nissan Tekton, Maruti Victoris અને Tata Sierra જેવા દિગ્ગજોને સીધી ટક્કર આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. માઇલેજ અને એન્જિન પરફોર્મન્સ

નવી Honda Elevate Facelift માં કંપનીનું ભરોસાપાત્ર 1.5-લિટર, 4-સિલિન્ડર, નેચરલી એસ્પિરેટેડ i-VTEC પેટ્રોલ એન્જિન જાળવી રાખવામાં આવ્યું છે. આ એન્જિન 119 bhp નો મેક્સિમમ પાવર અને 145 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. 6-સ્પીડ મેન્યુઅલ વેરિઅન્ટમાં જૂના મોડેલની જેમ જ 15.31 km/l ની માઇલેજ મળે છે. મિકેનિકલ બદલાવોના કારણે CVT ઓટોમેટિક વેરિઅન્ટની માઇલેજમાં થોડો ફેરફાર થયો છે. નવું CVT વેરિઅન્ટ હવે 16.61 km/l ની માઇલેજ આપે છે, જે અગાઉના 16.92 km/l કરતા 0.31 km/l જેટલી સામાન્ય ઓછી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. બોલ્ડ એક્સટીરિયર અને નવો લુક

Honda Elevate Facelift ને 5 ટ્રિમ્સ – SV, V, VX, ZX અને બિલકુલ નવા ZX+ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે. આ કારના ટોપ-એન્ડ 'ZX+' વેરિઅન્ટને કંપની એક ખાસ 'Black Edition' માં પણ ઓફર કરી રહી છે. આ કારની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત Rs 11.80 Lakh રાખવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ડિઝાઇન

ફ્રન્ટ લુક: ફ્રન્ટ ગ્રીલની બિલકુલ ઉપર નવી સેગમેન્ટેડ LED DRL સ્ટ્રિપ આપવામાં આવી છે જે બંને હેડલેમ્પ્સને જોડે છે. ગ્રીલને નવું મેશ પેટર્ન અને ગ્લોસ-બ્લેક ફિનિશ મળ્યું છે. Honda નો લોગો હવે ગ્રીલ પરથી હટાવીને બોનેટની ધાર પર શિફ્ટ કરાયો છે. પાછળના ભાગમાં નવી કનેક્ટેડ LED લાઇટ બાર આપવામાં આવી છે. આ SUV નવા 'નોર્ડિક ફોરેસ્ટ પર્લ' કલર ઓપ્શનમાં સિંગલ અને ડ્યુઅલ-ટોન બંને સાથે ઉપલબ્ધ બનશે. કારની લોઅર બોડી ક્લેડિંગને હવે મેટને બદલે પ્રીમિયમ ગ્લોસ-બ્લેક ફિનિશ આપવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ઇન્ટિરિયરમાં સેગમેન્ટ-ફર્સ્ટ ફીચર્સ

કેબિનને વધુ આરામદાયક અને હાઇટેક બનાવવા માટે Honda એ આ ગાડીમાં અનેક નવીન ફીચર્સ ઉમેર્યા છે. આ ગાડીની સૌથી મોટી ખાસિયત આ સેગમેન્ટ-ફર્સ્ટ ફીચર છે, જેનાથી આગળની સાથે પાછળ બેઠેલા પેસેન્જર્સને પણ કૂલિંગ સીટ્સનો અનુભવ મળશે. આગળની બંને સીટ્સ પાવર્ડ અને વેન્ટિલેટેડ બનાવવામાં આવી છે. સુરક્ષા માટે 360-ડિગ્રી પાર્કિંગ કેમેરા, રિયર કેપેસિટિવ-ટચ LED રીડિંગ લેમ્પ્સ અને CVT વેરિઅન્ટ્સમાં ઓટો-હોલ્ડ ફંક્શન સાથેનું ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક (EPB) આપવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કિંમત અને વેરિઅન્ટ્સ

જ્યાં લાઇનઅપના બેઝ મોડેલ (SV) ની કિંમત જૂના મોડેલ જેટલી જ જાળવી રાખવામાં આવી છે, ત્યાં નવા હાઇ-ટેક ફીચર્સ ઉમેરાવાના કારણે કારના ટોપ-એન્ડ વેરિઅન્ટની કિંમતમાં લગભગ Rs 1.94 Lakh નો વધારો જોવા મળ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

ElevateFacelift SUVLaunch HondaElevate
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ