ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / નવરાત્રી પહેલાં જ ગરબાના તાલે ગૂંજી ઉઠ્યું રાજકોટનું રાજવી પેલેસ, જુઓ તલવાર રાસ

VIDEO / નવરાત્રી પહેલાં જ ગરબાના તાલે ગૂંજી ઉઠ્યું રાજકોટનું રાજવી પેલેસ, જુઓ તલવાર રાસ

Published By: Vishal Khamar
Reported By: Bhavesh Sondarva

Last Updated: 11:00 AM, 5 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં નવરાત્રી પહેલાં રાજવી પેલેસ ખાતે તલવાર રાસની સઘન પ્રેક્ટિસ શરૂ. મહારાણી કાદંબરી દેવીના માર્ગદર્શન હેઠળ બુલેટ રાસ અને જીપ રાસ પણ બનશે આકર્ષણ.

ADVERTISEMENT

રાજકોટ: નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટમાં ગરબાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. શહેરના રાજવી પરિવાર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય અને પરંપરાગત નવરાત્રીની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

રાજવી પરિવારની મહારાણી કાદંબરી દેવીના માર્ગદર્શન હેઠળ રાજવી પેલેસ ખાતે ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા વિવિધ રાસની પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને તલવાર રાસ માટે બહેનો દ્વારા સઘન તાલીમ લેવામાં આવી રહી છે. 10 વર્ષથી લઈને મોટી ઉંમરની બહેનોએ પણ ઉત્સાહભેર આ પ્રેક્ટિસમાં ભાગ લીધો છે.

પરંપરાગત નવરાત્રીનું આયોજન

છેલ્લા 19 વર્ષથી રણજીત વિલાસ પેલેસ ખાતે પરંપરાગત નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ કંઈક અનોખું અને આકર્ષક રજૂ કરવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તલવાર રાસ ઉપરાંત બુલેટ રાસ અને જીપ રાસ પણ નવરાત્રીના ખાસ આકર્ષણ બનવાના છે.

વિવિધ રાસની પ્રસ્તુતિને વધુ આકર્ષક બનાવવા માટે કોરિયોગ્રાફરની મદદ લેવામાં આવી રહી છે. છેલ્લા દોઢ મહિનાથી બહેનો દ્વારા પરંપરાગત રાસની સઘન પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે, જેના કારણે રાજવી પેલેસનું આંગણું અત્યારથી જ ગરબાના તાલ અને તલવારના ઝણકારથી ગુંજી ઉઠ્યું છે.

પરંપરા અને આધુનિકતાનો અનોખો સંગમ

રાજવી પરિવારની આ નવરાત્રીમાં પરંપરા અને આધુનિકતાનો અનોખો સંગમ જોવા મળશે. એક તરફ પરંપરાગત તલવાર રાસ અને બીજી તરફ બુલેટ તથા જીપ રાસ જેવી નવીન રજૂઆતો દર્શકો માટે વિશેષ આકર્ષણ બનશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આજે વકીલોની હડતાળ, ભાડા વિધેયકના વિરોધમાં રાજ્યવ્યાપી વિરોધ

રાજવી પેલેસમાં ગરબાની તાલીમનો માહોલ જામ્યો

નવરાત્રી શરૂ થાય તે પહેલાં જ રાજવી પેલેસમાં ગરબાની તાલીમનો માહોલ જામ્યો છે. હવે સૌની નજર એ ભવ્ય રાસની પ્રસ્તુતિ પર છે, જેમાં તલવારના તાલે ગરબાના રંગમાં રાજવી પેલેસનું આંગણું રંગાઈ ઊઠશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Navratri 2026 Rajkot Navratri Royal Palace Navratri

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ