ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ટેક્નોલોજીના યુગમાં ભાથરોટ ગામ ‘નો નેટવર્ક ઝોન’ બન્યું, ગ્રામજનો પરેશાન

મુશ્કેલી / ટેક્નોલોજીના યુગમાં ભાથરોટ ગામ ‘નો નેટવર્ક ઝોન’ બન્યું, ગ્રામજનો પરેશાન

Published By: Vishal Khamar
Reported By: Jay Virani

Last Updated: 06:26 AM, 5 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ દેશ ડિજિટલ ઇન્ડિયા અને 5G યુગની મોટી મોટી વાતો કરી રહ્યો છે, વિકાસના દાવાઓ થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ગુજરાતના જ એક છેવાડાના ગામમાં આજે પણ પ્રાથમિક સુવિધા તરીકે મોબાઈલનું નેટવર્ક સુદ્ધાં ઉપલબ્ધ નથી.

ADVERTISEMENT

સરકાર ભલે ગમે તેટલા દાવા કરે, પણ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનું ભાથરોટ ગામ ટેક્નોલોજીના આધુનિક યુગમાં પણ અંધારામાં જીવવા મજબૂર બન્યું છે. ૫ હજારની જનસંખ્યા ધરાવતા આ ગામમાં એક મોબાઇલ ટાવર કે પૂરતું નેટવર્ક ન હોવાને કારણે ગ્રામજનો, ખેડૂતો અને વિદ્યાર્થીઓ નરક જેવી યાતના વેઠી રહ્યા છે.

ગામમાં નેટવર્ક શૂન્ય હોવાના કારણે ચાલુ ફોન અચાનક કપાઈ જાય છે. પરિસ્થિતિ એટલી હદે ગંભીર છે કે જો કોઈ આકસ્મિક કટોકટી સર્જાય અને 108 એમ્બ્યુલન્સને ફોન કરવો પડે, તો પણ નેટવર્ક ન મળવાને કારણે સમયસર કોલ નથી લાગતો, જેના લીધે દર્દીઓના જીવ જોખમમાં મુકાય છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને કોઈ અવાજ પહુંચતો નથી.

સ્થિતિ એવી છે કે ગામના લોકોને ફોન કરવા માટે કે ઓટીપી (OTP) મેળવવા માટે મકાનોની અગાશીઓ પર ' ચડવું પડે છે. અનેક કંપનીઓ આવીને ખાલી વઈ જાય છે પણ કોઈ કાયમી ઉકેલ આવતો નથી.

ગ્રામ પંચાયતમાં ખેડૂતોને મગફળી, ચણા કે તુવેર જેવા પાકના ઓનલાઈન ફોર્મ ભરવા હોય, કે પછી સહાય મેળવવી હોય, નેટવર્ક ન મળવાને કારણે તમામ કામો ઠપ થઈ જાય છે.સરકાર શાળામાં સ્માર્ટ ક્લાસ અને બાયસેગ જેવી આધુનિક સુવિધાઓ આપે છે, પણ નેટવર્ક જ ન હોવાથી બાળકોને ડિજિટલ શિક્ષણ આપવું અશક્ય બન્યું છે. વહીવટી કામો અને શિષ્યવૃત્તિના ફોર્મ પણ ભરી શકાતા નથી.

આ પણ વાંચોઃ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નવાજૂનીના મૂડમાં, લેશે આ નિર્ણય

વિકાસના મોટા-મોટા બણગા ફૂંકનારા સત્તાધીશો માટે આ એક મોટો સવાલ છે કે શું છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવાની જવાબદારી સરકારની નથી? ટેક્નોલોજીના આ યુગમાં જો એક ગામના લોકોને માત્ર ફોન કરવા કે ઓટીપી માટે અગાશીઓ પર ભટકવું પડતું હોય, તો આ કેવો વિકાસ? હવે જો વહેલી તકે ભાથરોટ ગામમાં આ ગંભીર સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને નવો ટાવર નહીં ઊભો થાય, તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhathrot mobile tower demand Mangrol mobile network problem Bhathrot village Junagadh

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ