ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ષડાષ્ટક યોગથી આ 4 રાશિઓ પર મંડરાશે સંકટના વાદળ, જુઓ ક્યારથી?

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / ષડાષ્ટક યોગથી આ 4 રાશિઓ પર મંડરાશે સંકટના વાદળ, જુઓ ક્યારથી?

Last Updated: 08:45 AM, 5 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વૈદિક જ્યોતિષ અનુસાર 9 ઓક્ટોબર 2026થી ગ્રહોની વિશેષ સ્થિતિને કારણે ષડાષ્ટક યોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષમાં આ યોગને કેટલીક રાશિઓ માટે પડકારજનક માનવામાં આવે છે.

1/7

photoStories-logo

1. આ તારીખથી 4 જાતકોએ બચીને રહેવું!

બે ગ્રહો જ્યારે એકબીજાથી છઠ્ઠા અને આઠમા ભાવમાં એટલે કે 150 ડિગ્રીના અંતરે હોય ત્યારે ષડાષ્ટક યોગ બને છે. તેની અસરથી માનસિક તણાવ, કામમાં અડચણ, આર્થિક મુશ્કેલી અને સંબંધોમાં મતભેદ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. ખાસ કરીને મેષ, કર્ક, તુલા અને મકર રાશિના જાતકોએ આ સમય દરમિયાન સાવધાની રાખવાની જરૂર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. શું છે ષડાષ્ટક યોગ?

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની પરસ્પર સ્થિતિનું વિશેષ મહત્વ છે. જ્યારે બે ગ્રહ એકબીજાથી 150 ડિગ્રીના અંતરે હોય ત્યારે ષડાષ્ટક સ્થિતિ બને છે, જેને ષડાષ્ટક યોગ કહેવામાં આવે છે.જ્યોતિષ માન્યતા અનુસાર આ યોગ દરમિયાન કેટલીક રાશિના જાતકોને માનસિક તણાવ અને કામકાજમાં અડચણોનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન પૈસાની લેવડદેવડ, કરિયરના નિર્ણય અને સંબંધોને લઈને ઉતાવળ કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે 9 ઓક્ટોબરથી શરૂ થતો સમય થોડો મુશ્કેલ રહી શકે છે. નોકરી અથવા કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે મતભેદ થવાની શક્યતા છે. નાની વાતને લઈને ગુસ્સો કરવાથી પરિસ્થિતિ વધુ બગડી શકે છે.આ સમય દરમિયાન ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. કોઈપણ કાગળ પર સહી કરતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરો. રોકાણ સંબંધિત નિર્ણય લેતી વખતે પણ ઉતાવળ ન કરો અને પૈસાની લેવડદેવડમાં સાવચેતી રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે ષડાષ્ટક યોગ માનસિક અને આર્થિક રીતે પડકારજનક બની શકે છે. આ સમય દરમિયાન અચાનક અને બિનજરૂરી ખર્ચ વધી શકે છે, જેના કારણે ઘરનું બજેટ ખોરવાઈ શકે છે.પારિવારિક જીવનમાં પણ નાની બાબતોને મોટું સ્વરૂપ ન આપવાની સલાહ છે. પરિવારના સભ્યો સાથે વાત કરતી વખતે સંયમ રાખશો તો તણાવથી બચી શકશો. ખર્ચ પર નિયંત્રણ રાખવું આ સમય દરમિયાન તમારા માટે ખાસ જરૂરી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. તુલા રાશિ

તુલા રાશિના જાતકોએ આ સમય દરમિયાન પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. હવામાનને કારણે થતી તકલીફો અથવા જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓ ફરી પરેશાન કરી શકે છે. શરીરમાં કોઈ અસામાન્ય તકલીફ જણાય તો તેને અવગણવી નહીં.નોકરી કરતા લોકોને અધૂરાં કામ સમયસર પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે. કામનું દબાણ વધવાથી તણાવ પણ થઈ શકે છે. કાર્યસ્થળે કોઈ સાથે વાદવિવાદમાં પડવાને બદલે શાંતિથી વાત કરવી તમારા માટે વધુ સારું રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મકર રાશિ

મકર રાશિના જાતકો માટે આ સમય ધીરજની કસોટી લઈ શકે છે. વેપારમાં સ્પર્ધા વધી શકે છે અને કેટલીક યોજનાઓ સમયસર પૂરી ન થવાથી નિરાશા થઈ શકે છે. તેથી કોઈપણ કામમાં ઉતાવળ કરવાને બદલે ધીરજથી આગળ વધવું જરૂરી રહેશે.આ સમય દરમિયાન ઉધાર આપવાથી કે લેવાથી બચવાની સલાહ આપવામાં આવે છે. સાથે જ છુપાયેલા વિરોધીઓથી સાવધાન રહેવું પડશે. તમારી મહત્વની યોજનાઓ દરેક વ્યક્તિ સાથે શેર ન કરો અને પૈસા સંબંધિત નિર્ણય ખૂબ વિચારીને લો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shadashtak Yog 2026 Zodiac Signs October 9 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ