ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં આજે વકીલોની હડતાળ, ભાડા વિધેયકના વિરોધમાં રાજ્યવ્યાપી વિરોધ

રોષ / ગુજરાતમાં આજે વકીલોની હડતાળ, ભાડા વિધેયકના વિરોધમાં રાજ્યવ્યાપી વિરોધ

Published By: Vishal Khamar
Reported By: Parth Jani

Last Updated: 08:23 AM, 5 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સહિત ગુજરાતની તમામ કોર્ટમાં આજે વકીલો કામથી દૂર રહેશે. ગુજરાત ભાડા વિધેયકના સુધારાના વિરોધમાં વકીલો બાઇક રેલી યોજી સત્તા ફરી કોર્ટને સોંપવાની માંગ કરશે.

ADVERTISEMENT

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ના વિરોધમાં ગુજરાતભરના વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિધેયક અંગે સતત ત્રણ દિવસ સુધી વિરોધ પ્રદર્શન કર્યા બાદ પણ કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા રાજ્યના વકીલોએ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના બોર્ડની બેઠકમાં સમગ્ર રાજ્યના વકીલ મંડળોને કોર્ટની કામગીરીથી અળગા રહી સ્વૈચ્છિક હડતાળ પર જવા આહવાન કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. રાજ્યના આશરે 182 વકીલ મંડળોની આગેવાની હેઠળ વિવિધ કોર્ટ પરિસરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

અમદાવાદમાં વકીલોની બાઈક રેલી

વિધેયકના વિરોધમાં આજે અમદાવાદમાં વકીલો દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીની શરૂઆત ભદ્ર સ્થિત સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટથી થશે. ત્યારબાદ રેલી મેટ્રો કોર્ટ પહોંચશે, જ્યાં અન્ય વકીલો પણ રેલીમાં જોડાશે.

મેટ્રો કોર્ટથી રેલી ઇન્કમટેક્સ ગ્રામ્ય કોર્ટ તરફ આગળ વધશે અને અંતે ગાંધીજીની પ્રતિમા ખાતે તેનું સમાપન કરવામાં આવશે. રેલી દરમિયાન વકીલો નવા ભાડા વિધેયકને પરત ખેંચવા તેમજ જૂનો કાયદો યથાવત રાખવાની માંગ સાથે વિરોધ નોંધાવશે.

જૂનો કાયદો યથાવત રાખવાની માંગ

વકીલ સંગઠનોનું કહેવું છે કે નવા ભાડા કાયદાની જોગવાઈઓથી વકીલોની રોજગારી ઉપરાંત ભાડા સંબંધિત કેસોની ન્યાયિક પ્રક્રિયા પર પણ અસર થઈ શકે છે. આ મુદ્દે વકીલો દ્વારા સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી તેમની માંગ અંગે સંતોષકારક નિરાકરણ આવ્યું નથી. વકીલ સંગઠનોની મુખ્ય માંગ છે કે જૂનો ભાડા કાયદો યથાવત રાખવામાં આવે અને નવા ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ અંગે સરકાર દ્વારા પુનર્વિચાર કરવામાં આવે.

આ પણ વાંચોઃ રાજકોટમાં વધુ એક આગની ઘટના: સદર બજારની ‘મહેફિલે જાયકા’ રેસ્ટોરન્ટમાં આગ

આરપારની લડતનો સંકેત

સતત ત્રણ દિવસના વિરોધ બાદ હવે અચોક્કસ મુદતની હડતાળનું એલાન થતાં આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની શક્યતા છે. વકીલ સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી વિધેયક અંગે સંતોષકારક નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે. રાજ્યભરના વકીલો દ્વારા એકસાથે કોર્ટ કામગીરીથી અળગા રહેવાના નિર્ણયથી આગામી દિવસોમાં ભાડા સંબંધિત કેસોની કામગીરી પર પણ અસર પડવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad lawyers strike Gujarat Rent Bill Gujarat lawyers strike

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ