ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંજારમાં બોયફ્રેન્ડ સાથે વાત કરતાં પિતાએ ઘરમાં ગોંધી રાખીને દીકરી સાથે દુષ્કર્મ આચર્યું, માતાએ ફોટા પાડ્યાં

કચ્છ / અંજારમાં બોયફ્રેન્ડ સાથે વાત કરતાં પિતાએ ઘરમાં ગોંધી રાખીને દીકરી સાથે દુષ્કર્મ આચર્યું, માતાએ ફોટા પાડ્યાં

Published By: Hiralal Parmar
Reported By: Alpesh Goswami

Last Updated: 11:09 PM, 4 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છના અંજારમાં સગીરા સાથે માતાપિતાની હેવાનિયતા સામે આવી છે. પિતાએ સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને માતાએ ફોટા પાડ્યાં હતા.

ADVERTISEMENT

કચ્છના અંજારમાં સંબંધોને લાંછન લગાવતી ગંભીર ઘટના સામે આવી છે. બોયફ્રેન્ડ સાથે વાત કરવા મુદ્દે સગીર દીકરીને તેના જ માતા-પિતાએ ત્રણ દિવસ સુધી ઘરમાં ગોંધી રાખી આ દરમિયાન પિતાએ માતાની મદદથી સગીર દીકરી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પિતાએ દુષ્કર્મ આચર્યું, માતાએ ફોટા પાડ્યાં

અંજારમાં સગીર દીકરી સાથે બનેલી આ ગંભીર ઘટનાએ ચકચાર મચાવી છે. પોલીસ ફરિયાદ મુજબ, સગીર દીકરી તેના બોયફ્રેન્ડ સાથે વાત કરતી હોવાના મુદ્દે સગીરાને સતત ત્રણ દિવસ સુધી ઘરમાં ગોંધી રાખવામાં આવી હતી. આ દરમિયાન પિતાએ માતાની મદદથી સગીર દીકરી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને માતાએ તેના ગંદા ફોટા પણ પાડ્યાં હતા.

સગીરાએ અંજાર પોલીસનો સંપર્ક સાધ્યો

ઘટનાથી આઘાત પામેલી સગીર દીકરીએ સમગ્ર મામલે અંજાર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ફરિયાદના આધારે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી. સમગ્ર મામલે અંજાર પોલીસે આરોપી માતા અને પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો : મોરારી બાપુએ કેપ્ટન સ્મિતને 21 લાખ અર્પણ કર્યાં, કહ્યું- "શૌર્યથી વિશ્વમાં ભારતનું નામ રોશન થયું"

અંજાર પોલીસ ઇન્સ્પેક્ટરે શું કહ્યું?

અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાએ જણાવ્યું હતું કે છોકરીએ બે-ત્રણ દિવસ પહેલા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો પરંતુ પોલીસ વાહન સ્થળ પર પહોંચે તે પહેલાં જ પિતાએ ફોન બંધ કરી દીધો હતો, જેના કારણે પોલીસ માટે પરિવારને શોધવામાં મુશ્કેલી પડી હતી. શુક્રવારે, છોકરીએ ફરીથી ફોન મેળવવામાં સફળતા મેળવી અને 112 પર ફોન કર્યો. તેણે પોલીસને જણાવ્યું કે તેનું જાતીય શોષણ થઈ રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

anjar news Latest Gujarat News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ