ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / 500ની નોટ પર ગાંધીજીનો અશ્લીલ વીડિયો બનાવવો પડ્યો ભારે: સુરતની જાણીતી ઈન્ફ્લુએન્સરની ધરપકડ
5 ફોટો ગેલેરી
Last Updated: 08:23 PM, 4 October 2026
1/5
સોશિયલ મીડિયા પર વ્યૂઝ અને ફોલોઅર્સ મેળવવાની આંધળી દોડમાં ઘણા ડિજિટલ ક્રિએટર્સ કાયદા અને સામાજિક મર્યાદાઓની સીમાઓ વટાવી દેતા હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે, જ્યાં ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયન (10 લાખ)થી વધુ અનુયાયીઓ ધરાવતી 47 વર્ષીય ચર્ચિત મહિલા ઈન્ફ્લુએન્સર સિમરન પટેલને સુરત સાયબર ક્રાઈમ સેલે જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતી પ્રસંગે 500 રૂપિયાની ચલણી નોટ પર અંકિત બાપુના ચિત્ર સાથે અશ્લીલ અને અપમાનજનક વીડિયો પોસ્ટ કરવા બદલ આ આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.
2/5
પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે, સિમરન પટેલે ગત 1લી ઓક્ટોબરના રોજ વહેલી સવારે પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામ હેન્ડલ (@simranap143) પર એક રીલ અપલોડ કરી હતી. આ વીડિયોમાં તેણે રૂ. 500ની ભારતીય ચલણી નોટ પર છપાયેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ફોટાનો ઉપયોગ કરીને અત્યંત વાંધાજનક, દ્વિઅર્થી અને અશ્લીલ સંકેતો આપ્યા હતા. ગાંધીજીના નામનો ઉલ્લેખ કરીને જાતીય ઈશારા અને મર્યાદાહીન નિવેદનો સાથે બનાવવામાં આવેલી આ રીલ જાહેર પ્લેટફોર્મ પર મૂકવામાં આવતા જ સોશિયલ મીડિયા પર તીવ્ર રોષ ભડકી ઊઠ્યો હતો. રાષ્ટ્રના મહાનુભાવ અને દેશના ચલણના આ પ્રકારે કરાયેલા અનાદરથી નાગરિકોની ભાવના દુભાતા વિવાદ ઘેરો બન્યો હતો.
ADVERTISEMENT
3/5
આ વિવાદિત કન્ટેન્ટ સામે આવ્યા બાદ ભારતીય ગૌરક્ષા મંચના અધ્યક્ષ ધર્મેશ ગામી સહિતના જાગૃત નાગરિકો દ્વારા સુરત પોલીસ સમક્ષ વિરોધ નોંધાવી ફરિયાદ કરવામાં આવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાને લઈને સુરત શહેર સાયબર ક્રાઈમ સેલે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સ હાથ ધર્યું હતું. પોલીસે ડિજિટલ પુરાવાઓ અને એકાઉન્ટ ડિટેલ્સના આધારે તપાસ લંબાવી હતી, જેમાં આરોપી મહિલા સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ પાલનપુર ગામ નજીકના 'સુરતી આઈકોન' બિલ્ડિંગના ફ્લેટ નં. D-1102 ખાતે રહેતી હોવાનું સામે આવ્યું હતું. સાયબર ક્રાઈમની ટીમે તેના નિવાસસ્થાનેથી સિમરન અમિત પટેલની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
4/5
પોલીસે સિમરન પટેલ સામે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ, 2008ની કલમ 67 (ઇલેક્ટ્રોનિક માધ્યમથી અશ્લીલ સામગ્રી પ્રસિદ્ધ કરવી) હેઠળ કાયદેસરનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. સાયબર પોલીસ હાલ આ વીડિયોના નિર્માણ, તેમાં સામેલ અન્ય લોકો અને ભૂતકાળમાં પણ આ પ્રકારનું વાંધાજનક કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવ્યું છે કે કેમ તે દિશામાં વધુ વિગતો એકત્ર કરી રહી છે.
ADVERTISEMENT
5/5
ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હોવું એ માત્ર લોકપ્રિયતા નથી, પરંતુ એક સામાજિક જવાબદારી પણ છે. માત્ર વાયરલ થવા કે લાઈક્સ-વ્યૂઝ મેળવવાની લ્હાયમાં રાષ્ટ્રીય પ્રતિકો કે મહાનુભાવોનું અપમાન કરવું એ કાયદાકીય રીતે ગુનો તો છે જ, સાથે સામાજિક રીતે પણ અક્ષમ્ય છે. આ કાર્યવાહી અન્ય કન્ટેન્ટ ક્રિએટર્સ માટે પણ એક સ્પષ્ટ ચેતવણી સમાન છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
14 ફોટોઝ
સાપ્તાહિક રાશિ ભવિષ્ય / કેવા જશે તમારા આવનારા સાત દિવસ? મેષથી લઈને મીન સુધી, જુઓ સાપ્તાહિક રાશિફળ
ટોપ સ્ટોરીઝ