ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાળ તસ્કરીનો કર્યો પર્દાફાશ, એક યુવતી સહિત 3 લોકોની ધરપકડ
Last Updated: 06:01 PM, 4 October 2026
ADVERTISEMENT
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાળ તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. સાબરમતી વિસ્તારમાંથી માત્ર 1 મહિનાના બાળકનું અપહરણ થયું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સઘન તપાસ હાથ ધરી માત્ર 14 કલાકના ટૂંકા ગાળામાં બાળકને સુરક્ષિત શોધી કાઢી તેના માતા-પિતાને સોંપી દીધું છે.
ADVERTISEMENT
યુવતી સહિત 3 લોકોની ધરપકડ
પોલીસે આ બાળક તસ્કરીના કારસામાં સામેલ એક યુવતી સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફુટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી જીનલ, પ્રવીણ યાદવ સહિત 3 લોકોની અટકાયત કરી હતી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી 1 માસનું બાળક હેમખેમ મળી આવતાં જ પોલીસે તાત્કાલિક બાળકને તેના વાલી સાથે મિલન કરાવ્યું હતું.
ADVERTISEMENT
નિસંતાન દંપતિઓને વેચવાના હતા
ADVERTISEMENT
આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. ઝડપાયેલી ટોળકી નાના માસુમ બાળકોનું અપહરણ કરી તેને નિઃસંતાન દંપતીઓને મોટી રકમ લઈને વેચવાનો કાળો કારોબાર કરતી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.