ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 9 વર્ષ બાદ ટેક્સ સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી? 7 ઓક્ટોબરે લેવાશે નિર્ણય

બિઝનેસ / 9 વર્ષ બાદ ટેક્સ સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી? 7 ઓક્ટોબરે લેવાશે નિર્ણય

Published By: Jinal Chauhan

Last Updated: 02:02 PM, 4 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GSTને લઈને કેન્દ્ર સરકાર મોટા ફેરફાર પર વિચાર કરી રહી છે. GST અધિકારીઓને મળેલી ધરપકડ કરવાની સત્તા દૂર કરવાની દરખાસ્ત પર 7 ઓક્ટોબરની GST કાઉન્સિલ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

ADVERTISEMENT

GST લાગુ થયાને લગભગ 9 વર્ષ થઈ ગયા છે ત્યારે ટેક્સ સિસ્ટમમાં આ મોટો ફેરફાર થઈ શકે છે. જો દરખાસ્તને મંજૂરી મળે તો ગંભીર GST ગુનાના કેસમાં પણ ટેક્સ અધિકારીઓ પાસે સીધી ધરપકડ કરવાની હાલની સત્તા ખતમ થઈ શકે છે. આ માટે GST કાયદામાં સુધારો કરવો પડશે અને સરકાર આગામી શિયાળુ સત્રમાં સંસદમાં બિલ રજૂ કરી શકે છે.

હાલમાં GST અધિકારીઓ પાસે શું સત્તા છે?

હાલના GST કાયદા હેઠળ ગંભીર ટેક્સ ગુનાના કેસમાં ધરપકડ કરવાની જોગવાઈ છે. ખાસ કરીને નકલી બિલ બનાવવું, ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવી અને જાણી જોઈને ટેક્સ ચોરી જેવા મામલામાં કાર્યવાહી થઈ શકે છે. CGST Actની કલમ 69 હેઠળ કમિશનરને ધરપકડની મંજૂરી આપવાની સત્તા છે.આ માટે અધિકારી પાસે એવું માનવા માટે પૂરતું કારણ હોવું જરૂરી છે કે વ્યક્તિએ ગંભીર GST ગુનો કર્યો છે. સરકાર દ્વારા 2022માં ધરપકડ અને જામીન અંગે અધિકારીઓ માટે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી હતી. તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે માત્ર કાયદામાં ધરપકડની જોગવાઈ છે એટલા માટે ધરપકડ ન કરવી જોઈએ. કેસની ગંભીરતા અને વ્યક્તિની ભૂમિકા સહિત અન્ય બાબતોને ધ્યાનમાં લેવી જરૂરી છે.

અધિકારીઓની સત્તા ઘટાડવા પાછળ શું કારણ છે?

GST અધિકારીઓની ધરપકડની સત્તાના કથિત દુરુપયોગની ફરિયાદો આ ફેરફાર પાછળનું મોટું કારણ હોવાનું માનવામાં આવે છે. અહેવાલો અનુસાર કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે છેલ્લા 8થી 9 મહિનાથી આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. વેપારીઓ અને કંપનીઓ તરફથી GST તપાસ અને ધરપકડને લઈને સમયાંતરે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.ખાસ કરીને કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓની ધરપકડને લઈને ઉદ્યોગ જગતમાં સવાલો ઉઠતા રહ્યા છે. સરકાર હવે એવી વ્યવસ્થા પર વિચાર કરી રહી છે જેમાં ગંભીર છેતરપિંડી સામે કડક કાર્યવાહી ચાલુ રહે અને સાથે વેપારીઓ તથા કંપનીઓમાં બિનજરૂરી ભયનું વાતાવરણ ન બને.

4 વર્ષમાં 887 લોકોની ધરપકડ

આંકડા દર્શાવે છે કે GST કાયદા હેઠળ ધરપકડની સત્તાનો ઉપયોગ થયો છે. વર્ષ 2021-22થી 2024-25 વચ્ચે GST સંબંધિત 72,393 ગુનાના કેસ નોંધાયા હતા. આ સમયગાળા દરમિયાન કેન્દ્રીય GST અધિકારીઓ દ્વારા 887 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.જોકે આ આંકડો માત્ર કેન્દ્રીય GST ફોર્મેશનનો છે. તેમાં રાજ્ય GST અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ધરપકડનો સમાવેશ થતો નથી. તેથી GST સંબંધિત કુલ ધરપકડનો આંકડો આનાથી વધુ હોઈ શકે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ 1 પર 2 બોનસ શેરના આપશે આ કંપની, રિટર્ન 3921%, જાણો રેકોર્ડ ડેટ

ટેક્સ ફ્રોડ કરનારાઓ સામે કાર્યવાહી કેવી રીતે થશે?

પ્રસ્તાવિત ફેરફારનો અર્થ એવો નથી કે ગંભીર GST ફ્રોડ કરનારાઓને કાર્યવાહીમાંથી મુક્તિ મળી જશે. ગંભીર છેતરપિંડી અને જાણી જોઈને કરવામાં આવેલા ગુનાઓ સામે કાર્યવાહી ચાલુ રાખવાની જોગવાઈ રહેશે. ફેરફાર એટલો થઈ શકે છે કે GST અધિકારીઓ પોતે ધરપકડ કરવાની સત્તાનો ઉપયોગ નહીં કરી શકે.આવા કેસમાં ફોજદારી કાયદા હેઠળ કાર્યવાહી કરવાનો રસ્તો અપનાવી શકાય છે. અહેવાલો અનુસાર જાણી જોઈને કરવામાં આવેલા ગંભીર ફ્રોડ અને છેતરપિંડીના કેસમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ કાર્યવાહી થઈ શકે છે. એટલે GST અધિકારીઓની ધરપકડની સત્તા હટે તો પણ ગંભીર ગુનામાં કાયદાકીય કાર્યવાહીનો રસ્તો બંધ નહીં થાય.

7 ઓક્ટોબરની બેઠક પર નજર

હવે 7 ઓક્ટોબરે યોજાનારી GST કાઉન્સિલની બેઠક પર સૌની નજર છે. આ બેઠકમાં GST અધિકારીઓની ધરપકડની સત્તા દૂર કરવાની દરખાસ્ત અંગે ચર્ચા થઈ શકે છે. જો GST કાઉન્સિલ તરફથી દરખાસ્ત આગળ વધારવામાં આવશે તો GST કાયદામાં જરૂરી સુધારા કરવા પડશે.ત્યારબાદ સરકાર આ સુધારો સંસદમાં રજૂ કરી શકે છે. અહેવાલો અનુસાર આગામી શિયાળુ સત્રમાં GST કાયદામાં ફેરફાર માટેની પ્રક્રિયા આગળ વધી શકે છે. જોકે હાલ GST અધિકારીઓની ધરપકડ કરવાની સત્તા ખતમ થઈ નથી. આ માત્ર એક પ્રસ્તાવ છે અને અંતિમ નિર્ણય GST કાઉન્સિલની ચર્ચા, સરકારના નિર્ણય અને ત્યારબાદની કાયદાકીય પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GST arrest power tax reform GST Council meeting

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ