ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / મોરારી બાપુએ કેપ્ટન સ્મિતને 21 લાખ અર્પણ કર્યાં, કહ્યું- "શૌર્યથી વિશ્વમાં ભારતનું નામ રોશન થયું"

મહુવા / મોરારી બાપુએ કેપ્ટન સ્મિતને 21 લાખ અર્પણ કર્યાં, કહ્યું- "શૌર્યથી વિશ્વમાં ભારતનું નામ રોશન થયું"

Published By: Hiralal Parmar
Reported By: Hiren Chauhan

Last Updated: 10:00 PM, 4 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કથાકાર મોરારી બાપુએ ફ્લાયબાય ફ્લાઈટમાં 174 ઈઝરાયેલીઓના જીવ બચાવનાર ગુજરાતી મૂળના કેપ્ટન સ્મિતને 21 લાખ અર્પણ કર્યા હતા.

ADVERTISEMENT

ફ્લાયબાય ફ્લાઈટમાં કો-પાઈલટનો ઘાતક હુમલો નિષ્ફળ બનાવીને 174 ઈઝરાયેલીઓના જીવ બચાવનાર ગુજરાતી મૂળના કેપ્ટન સ્મિત મચ્છર સમગ્ર દુનિયાભરમાં છવાઈ ગયા છે. તેમના આ સાહસિક કામની દુનિયાભરમાં કદર થઈ રહી છે અને તેમની પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. આ ક્રમમાં ગુજરાતના પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુએ કેપ્ટન સ્મિતને 21 લાખ રુપિયા ભેટમાં આપ્યાં છે.

‘હનુમંત કૃપા પ્રસાદ’ રૂપે રૂ.21 લાખ અર્પણ

મોરારી બાપુએ કેપ્ટન સ્મિતને ‘હનુમંત કૃપા પ્રસાદ’ રૂપે રૂ.21 લાખ અર્પણ કર્યાં છે. તેમજ તેમના આ સાહસિક કાર્યને બિરદાવ્યું હતું.

મોરારી બાપુએ શું કહ્યું?

કેપ્ટન સ્મિતને 21 લાખ અર્પણ કરતાં મોરારી બાપુએ કહ્યું કે કેપ્ટન સ્મિતના શૌર્યથી સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન થયું છે. મોરારીબાપુએ તેમને હૃદયપૂર્વક અભિનંદન પણ પાઠવ્યા હતા.

કેપ્ટન સ્મિતને કોણે કેટલા આપ્યાં

(1) દંતાલી આશ્રમના પૂ. સચ્ચિદાનંદજી દ્વારા પણ રૂ.25 લાખના સન્માનની જાહેરાત

(2) ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કાર અંતર્ગત રૂ.25 લાખની રકમની જાહેરાત

(3) ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા પણ રૂ.1 કરોડની સન્માન રકમ જાહેર

(4) મોરારીબાપુએ કેપ્ટન સ્મિતના ‘હનુમંત કાર્ય’ને બિરદાવી રૂ.21 લાખ અર્પણ કર્યા

વધુ વાંચો : કીર્તિ પટેલની સાથીદાર અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની ધરપકડ, કયા ગુનામાં કાર્યવાહી?

સન્માનની રકમ વધી શકે

આ તો હજુ પાશેરમાં પહેલી પુણી છે અને આંકડો વધી શકે છે. કેપ્ટન સ્મિતને હજુ બીજી સન્માનની રકમ મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Smit Machchhar Captain Smit Machchhar morari bapu

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ