ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / નવરાત્રિમાં ઘરે લગાવો આ 5 છોડ, માતા દુર્ગાની કૃપા સાથે વધશે સકારાત્મકતા

photo-story

8 ફોટો ગેલેરી

ધર્મ / નવરાત્રિમાં ઘરે લગાવો આ 5 છોડ, માતા દુર્ગાની કૃપા સાથે વધશે સકારાત્મકતા

Last Updated: 07:47 AM, 5 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શારદીય નવરાત્રિમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન ઘરમાં કેટલાક શુભ છોડ લગાવવાની પણ પરંપરા છે.

1/8

photoStories-logo

1. માતા દુર્ગાની કૃપા માટે નવરાત્રિમાં ઘરે લગાવો આ 5 છોડ

ધાર્મિક માન્યતા પ્રમાણે નવરાત્રિમાં શુભ છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે. વાસ્તુ અનુસાર પણ કેટલાક છોડને યોગ્ય દિશામાં લગાવવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિ સાથે જોડવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રિની શરૂઆત 11 ઓક્ટોબર 2026થી થશે. તો જાણો નવરાત્રિમાં કયા 5 છોડ લગાવવા શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. 11 ઓક્ટોબરથી શરૂ થશે શારદીય નવરાત્રિ

શારદીય નવરાત્રિ 2026ની શરૂઆત 11 ઓક્ટોબર, રવિવારના રોજ ઘટસ્થાપના સાથે થશે. રવિવારે નવરાત્રિ શરૂ થવાના કારણે આ વર્ષે માતા દુર્ગાનું આગમન હાથી પર થશે, જેને શાસ્ત્રોમાં શુભ અને સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.ઘટસ્થાપનાનો પ્રાતઃકાળનો શુભ સમય સવારે 6:19થી 10:12 વાગ્યા સુધી રહેશે. જ્યારે અભિજીત મુહૂર્ત સવારે 11:20થી બપોરે 12:07 વાગ્યા સુધી રહેશે. 19 ઓક્ટોબર, સોમવારે મહાઅષ્ટમી અને મહાનવમીનો સંયોગ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. જાસૂદનો છોડ

નવરાત્રિ દરમિયાન ઘરે જાસૂદ એટલે કે જાવા કુસુમનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. લાલ રંગનું જાસૂદ માતા દુર્ગાને પ્રિય હોવાનું ધાર્મિક માન્યતાઓમાં કહેવાય છે. તેથી નવરાત્રિમાં આ છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મકતા વધે છે તેવી માન્યતા છે.વાસ્તુ અનુસાર જાસૂદનો છોડ ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવવો શુભ માનવામાં આવે છે. યોગ્ય દિશામાં આ છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે એવું માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. પારિજાત એટલે કે હરસિંગાર

પારિજાતને હરસિંગાર તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેને સ્વર્ગનો છોડ પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે તેના ફૂલ માતા લક્ષ્મી અને માતા દુર્ગાને પ્રિય છે. તેથી નવરાત્રિમાં આ છોડ લગાવવાનું પણ શુભ માનવામાં આવે છે.વાસ્તુ અનુસાર હરસિંગારનો છોડ ઉત્તર અથવા પૂર્વ દિશામાં લગાવી શકાય છે. આ ઉપરાંત ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર-પૂર્વ દિશામાં પણ તેને લગાવવો શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. તુલસીનો છોડ

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન ઘરે તુલસીનો છોડ લગાવવાથી સુખ-શાંતિ જળવાઈ રહે છે એવી માન્યતા છે.વાસ્તુ અનુસાર તુલસીનો છોડ ઘરની ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન દિશામાં લગાવવો શુભ માનવામાં આવે છે. આ દિશામાં તુલસી રાખવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે છે એવું માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. શમીનો છોડ

નવરાત્રિમાં શમીનો છોડ લગાવવો પણ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે શમીનો છોડ માતા દુર્ગા અને ભગવાન શિવ સાથે જોડાયેલો છે. તેને ઘરમાં લગાવવાથી સંકટ દૂર થાય છે એવી માન્યતા છે.વાસ્તુ અનુસાર શમીનો છોડ ઘરના મુખ્ય દરવાજાની બહાર જમણી બાજુ દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં લગાવી શકાય છે. આ ઉપરાંત તેને છત પર દક્ષિણ દિશામાં રાખવો પણ શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. અપરાજિતાનો છોડ

અપરાજિતાને શંખપુષ્પી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના વાદળી અથવા સફેદ ફૂલ માતાને અર્પણ કરવાનું શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે અપરાજિતાના છોડને ઘરમાં લગાવવાથી બરકત રહે છે.વાસ્તુ અનુસાર અપરાજિતાનો છોડ ઈશાન ખૂણો એટલે કે ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવો શુભ છે. આ ઉપરાંત તેને ઉત્તર અથવા પૂર્વ દિશામાં પણ લગાવી શકાય છે. નવરાત્રિ દરમિયાન આ છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ જળવાઈ રહે છે એવી માન્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Maa Durga Sharadiya Navratri 2026 Navratri Plants
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ