ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં વધુ એક આગની ઘટના: સદર બજારની ‘મહેફિલે જાયકા’ રેસ્ટોરન્ટમાં આગ
Last Updated: 06:56 AM, 5 October 2026
ADVERTISEMENT
રાજકોટ શહેરના સદર બજાર પાસે આવેલા ફૂલછાબ ચોક નજીક રાત્રિના સમયે નોનવેજ રેસ્ટોરન્ટમાં અચાનક આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરી મચી હતી. હીરા કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ‘મહેફિલે જાયકા’ રેસ્ટોરન્ટમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
ADVERTISEMENT

ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં રાજકોટ મહાપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગને જાણ કરવામાં આવી હતી. કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળતા નાગરિક બેંક ફાયર સ્ટેશનની ફાયર ટીમ મિની ફાઈટર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

ADVERTISEMENT
ઈલેક્ટ્રિક મીટર બોક્સ અને ACમાં શોર્ટ સર્કિટની આશંકા
પ્રાથમિક માહિતી મુજબ રેસ્ટોરન્ટના ઈલેક્ટ્રિક મીટર બોક્સ અને ACમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું હતું. ફાયર ટીમે સ્થળ પર પહોંચી તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી અને પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. આગ બુઝાવવા માટે ABC ડ્રાય કેમિકલ ફાયર એક્સટિંગ્યુશરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

5 LPG સિલિન્ડર સુરક્ષિત રીતે બહાર કાઢ્યા
ADVERTISEMENT
આગ પર કાબૂ મેળવ્યા બાદ ફાયર વિભાગની ટીમે રેસ્ટોરન્ટની અંદર તપાસ હાથ ધરી હતી. દરમિયાન અંદરથી 5 LPG ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. ફાયર ફાઈટરોએ સમયસૂચકતા દાખવી તમામ સિલિન્ડરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ફાયર ટીમની આ કામગીરીને કારણે આગ વધુ વિકરાળ બનવાની અને મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા ટળી હતી. ખાસ કરીને ગેસ સિલિન્ડર આગની ઝપેટમાં આવી જાય તો પરિસ્થિતિ ગંભીર બની શકે તેમ હોવાથી ફાયર વિભાગની સતર્કતા મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.
આ પણ વાંચોઃ ટેક્નોલોજીના યુગમાં ભાથરોટ ગામ ‘નો નેટવર્ક ઝોન’ બન્યું, ગ્રામજનો પરેશાન
ADVERTISEMENT
જાનહાનિ ટળી, પોલીસ ટીમ પણ પહોંચી
સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. રેસ્ટોરન્ટના માલિક સલીમભાઈ રઝાકભાઈ મુરાણ પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ 112ની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને ઘટનાસ્થળે એકત્ર થયેલા લોકો તેમજ ટ્રાફિકને નિયંત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગની સમયસરની કામગીરીના કારણે આગને સમયસર કાબૂમાં લઈ હોટેલ તેમજ આસપાસની મિલકતને મોટા નુકસાનથી બચાવી લેવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો