ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ફરીવાર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અનેક વાહનો ઉડાવ્યા, અને પછી...!
Last Updated: 09:47 AM, 5 October 2026
ADVERTISEMENT
અમદાવાદ શહેરના ચર્ચિત ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે બેફામ ઝડપે દોડતી સ્વિફ્ટ ડિઝાયર કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. પકવાન ચાર રસ્તા તરફથી પૂરઝડપે આવી રહેલી સ્વિફ્ટ ડિઝાયર (GJ38 BC 1018)ના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ચક્કર ખાઈ સર્વિસ રોડ પર પડેલી ત્રણ કાર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ત્રણેય વાહનોને ભારે નુકસાન થયું છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
ADVERTISEMENT
કારમાં છ લોકો સવાર હતા
મળતી માહિતી મુજબ, અકસ્માત સર્જનાર સ્વિફ્ટ કાર અમરાઈવાડી વિસ્તારના રહેવાસી હિમાંશુ ચલાવી રહ્યો હતો. તે પોતાના મિત્ર પાસેથી કાર લઈને નીકળ્યો હતો અને કારમાં કુલ છ લોકો સવાર હતા. પકવાન ચાર રસ્તા તરફથી ઇસ્કોન બ્રિજ તરફ આવી રહ્યા હતા ત્યારે અચાનક ચાલકે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો.
ADVERTISEMENT
અમદાવાદમાં કાર ચાલકે ફૂલ સ્પીડમાં ફોરવ્હીલ ચલાવતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને પછી...! #Ahmedabad #IsconBridge #CarAccident #RoadSafety #ViralVideo #Traffic #VTVDigital https://t.co/97BJSwOoh9
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 5, 2026
કાર બેકાબૂ બન્યા બાદ પહેલા સર્વિસ રોડ પર ઉભેલી એક ઇનોવા કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે ઇનોવા આગળ ઉભેલી i20 કાર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ રિવર્સ થઈને નજીકમાં ઉભેલી BMW કાર સાથે પણ અથડાઈ હતી.
ADVERTISEMENT
BMWમાં ચાલક હાજર હતો
અકસ્મતમાં BMW કારમાં તે સમયે ચાલક હાજર હતો. જોકે, ટક્કર એટલી જોરદાર હોવા છતાં સદ્દનસીબે BMW ચાલકને કોઈ ઈજા થઈ નહોતી. અકસ્માતના ધડાકાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ADVERTISEMENT
સીસીટીવીમાં કેદ થયો સમગ્ર અકસ્માત
અકસ્મતનો સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ફૂટેજમાં બેફામ ઝડપે આવતી સ્વિફ્ટ અચાનક કાબૂ ગુમાવીને દિશા બદલતી જોવા મળે છે અને ત્યારબાદ એક પછી એક વાહનોને ટક્કર મારતી નજરે પડે છે. અકસ્મત બાદ કારચાલક હિમાંશુએ પોતે જ કાર ચલાવી હોવાની અને અકસ્માત સર્જાયો હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજકોટમાં વધુ એક આગની ઘટના: સદર બજારની ‘મહેફિલે જાયકા’ રેસ્ટોરન્ટમાં આગ
SG-2 ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં SG-2 ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે. અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી છે. ઇસ્કોન બ્રિજ અને આસપાસના માર્ગો પર બેફામ ઝડપે વાહનો હંકારવાની ઘટનાઓને લઈને સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં અને વાહનચાલક સામે કઈ કલમો હેઠળ કાર્યવાહી થશે તે તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો