ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / તમારા રસોડામાં પણ Everestનું જીરા પાવડર હોય તો ચેતી જજો, FSSAIની તપાસમાં ફેલ, લેબમાં થયો ચોંકાવનારો ખુલાસો

નેશનલ / તમારા રસોડામાં પણ Everestનું જીરા પાવડર હોય તો ચેતી જજો, FSSAIની તપાસમાં ફેલ, લેબમાં થયો ચોંકાવનારો ખુલાસો

Published By: Jinal Chauhan

Last Updated: 10:49 AM, 5 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રસોડામાં એવરેસ્ટનું જીરા પાવડર વાપરતા હોવ તો આ સમાચાર ચોક્કસ જાણી લો. FSSAIની તપાસમાં એક બેચના સેમ્પલમાં જંતુનાશક અવશેષો મર્યાદા કરતાં વધુ મળ્યા બાદ તેને ‘UNSAFE’ જાહેર કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

જો તમારા રસોડામાં એવરેસ્ટનું પેકેટબંધ જીરા પાવડર છે તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. FSSAIની તપાસમાં જીરા પાવડરના એક સેમ્પલમાં જંતુનાશક અવશેષો નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ મળી આવ્યા છે.આ મામલે સેમ્પલને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યો છે અને ફરી તપાસ માટે રેફરલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. અહીં પણ સેમ્પલ ‘UNSAFE’ મળ્યા બાદ સંબંધિત બેચને બજારમાંથી તાત્કાલિક પાછો ખેંચવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ગોવામાંથી લેવામાં આવ્યો હતો જીરા પાવડરનો સેમ્પલ

FSSAIના જણાવ્યા પ્રમાણે પેકેટબંધ જીરા પાવડરનો નિયમનકારી સેમ્પલ ગોવામાં આવેલા એક રિસોર્ટના પરિસરમાંથી લેવામાં આવ્યો હતો. ફૂડ એનાલિસ્ટની તપાસ દરમિયાન સેમ્પલમાં Azoxystrobin અને Thiamethoxam નામના જંતુનાશક અવશેષો મળી આવ્યા હતા.આ બંને અવશેષોની માત્રા નક્કી કરેલી મહત્તમ મર્યાદા કરતાં વધુ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ આ સેમ્પલને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો.

ફરી તપાસમાં પણ આવ્યો ‘UNSAFE’ રિપોર્ટ

પ્રારંભિક તપાસના રિપોર્ટ સામે કંપનીને અપીલ કરવાની તક આપવામાં આવી હતી. ત્યારબાદ સેમ્પલને રેફરલ ફૂડ લેબોરેટરીમાં ફરી તપાસ માટે મોકલવામાં આવ્યો હતો.FSSAIના જણાવ્યા પ્રમાણે રેફરલ લેબોરેટરીની તપાસમાં પણ સેમ્પલ અસુરક્ષિત હોવાનું સામે આવ્યું હતું. બંને જંતુનાશક અવશેષોની માત્રા નક્કી મર્યાદા કરતાં વધુ હોવાની પુષ્ટિ થયા બાદ સંબંધિત બેચ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

સંબંધિત બેચને બજારમાંથી પાછો ખેંચવાનો આદેશ

રેફરલ લેબોરેટરીના રિપોર્ટ બાદ FSSAIએ એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સને સંબંધિત સમગ્ર બેચ બજારમાંથી તાત્કાલિક પાછો ખેંચવાનો આદેશ આપ્યો છે. કંપનીને રિકોલ કરવામાં આવેલા પ્રોડક્ટનો સંપૂર્ણ રેકોર્ડ રાખવા અને તેની રિપોર્ટ નિયમનકારને સોંપવા પણ કહેવામાં આવ્યું છે.સાથે જ આવી ઘટના ફરી ન બને તે માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેની વિગતો પણ FSSAIને આપવાની રહેશે.

vtv app promotion

આ પણ વાંચોઃ કોણ છે કોયલ મલ્લિક, જેને પશ્ચિમ બંગાળથી ભાજપ રાજ્યસભા મોકલી રહ્યું છે, મમતા દીદી સાથે પણ છે ખાસ સંબંધ

અન્ય કંપની સામે પણ મોટી કાર્યવાહી

આ જ કાર્યવાહી દરમિયાન ક્રિએટિવ બેકર્સ એન્ડ કન્ફેક્શનર્સ પ્રાઇવેટ લિમિટેડનું લાઇસન્સ પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન કંપનીના પરિસરમાં સ્વચ્છતા સંબંધિત ગંભીર ખામીઓ મળી હોવાનું જણાવાયું છે.FSSAIનું કહેવું છે કે ગ્રાહકોના સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાદ્ય વ્યવસાય સાથે જોડાયેલી કંપનીઓ સામે નિયમોનું પાલન ન થવા પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સમગ્ર Everest જીરા પાવડર સામે કાર્યવાહી નથી

અહીં ખાસ ધ્યાન આપવાની વાત એ છે કે કાર્યવાહી એવરેસ્ટના ચોક્કસ સેમ્પલ અને સંબંધિત બેચ સામે કરવામાં આવી છે. એટલે આ આદેશને એવરેસ્ટના તમામ જીરા પાવડર અથવા સમગ્ર પ્રોડક્ટ સામેની કાર્યવાહી તરીકે જોવો યોગ્ય નથી.જો તમારી પાસે એવરેસ્ટનું જીરા પાવડર હોય તો તેનો બેચ નંબર અને પેકેટની વિગતો ચકાસવી જરૂરી છે, કારણ કે હાલની કાર્યવાહી ચોક્કસ અસરગ્રસ્ત બેચ સાથે સંબંધિત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

FSSAI Everest Cumin Powder Unsafe Cumin Powder

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ