ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / રણબીર-સાઈ પલ્લવીની ‘રામાયણ’ પહેલાં જ થશે આ ખાસ સરપ્રાઈઝ, દિવાળીએ રિલીઝ પહેલાં દર્શકોને મળશે મોટી ભેટ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:33 PM, 7 October 2026
1/5
રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ સ્ટારર બહુપ્રતિક્ષિત એપિક બલોકબસ્ટર 'રામાયણ પાર્ટ 1' ને લઈને સિનેપ્રેમીઓ માટે એક મોટા ખુશખબર સામે આવ્યા છે. આ વર્ષે દિવાળીના તહેવાર પર સિનેમાઘરોમાં ધૂમ મચાવવા આવી રહેલી આ ફિલ્મની ઓફિશિયલ રિલીઝ પહેલા મેકર્સે ફેન્સને એક ખાસ ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. અહેવાલો મુજબ, આ ફિલ્મ તેની નક્કી કરેલી તારીખના એક દિવસ પહેલા જ 'પેડ પ્રિવ્યૂ' (Paid Preview) શોઝ દ્વારા મોટા પડદા પર દસ્તક દેશે.
2/5
મળતી માહિતી અનુસાર, 'રામાયણ પાર્ટ 1' ની ભારતમાં સત્તાવાર રિલીઝ ડેટ ગુરુવાર, 5 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. જોકે, ફેન્સના ભારે ક્રેઝને ધ્યાનમાં રાખીને મેકર્સ બુધવાર, 4 નવેમ્બરના રોજથી જ દેશભરમાં પેડ પ્રિવ્યૂ શોઝ શરૂ કરી દેશે. આનો અર્થ એ થયો કે સિનેપ્રેમીઓ એડવાન્સ ટિકિટ બુક કરાવીને ઓફિશિયલ ઓપનિંગ ડે પહેલા જ આ ભવ્ય ફિલ્મને થિયેટરમાં જોઈ શકશે.
ADVERTISEMENT
3/5
ભારતમાં 4 November થી પ્રિવ્યૂ શૂઝ શરૂ કરવાનો નિર્ણય ફિલ્મના ઇન્ટરનેશનલ રિલીઝ શિડ્યુલને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. વિદેશના અનેક દેશોમાં ફિલ્મો સામાન્ય રીતે ગુરુવારે જ રિલીઝ થતી હોય છે. નોર્થ અમેરિકામાં પણ બુધવારે પેડ પ્રિવ્યૂ અને ગુરુવારે સત્તાવાર રિલીઝ રાખવામાં આવી છે. યુકે (UK) માં હાલ શુક્રવારે રિલીઝની યોજના છે, પરંતુ તેને પણ બુધવાર કે ગુરુવાર સુધી પ્રિપોન કરવામાં આવી શકે છે. પૂર્વ એશિયાઈ દેશો જેવા કે ચીન, જાપાન, સાઉથ કોરિયા, તાઈવાન અને હોંગકોંગ માટે હજુ રિલીઝ ડેટ્સ કન્ફર્મ થઈ નથી, પણ ત્યાં ડે-એન્ડ-ડેટ અથવા થોડા સમય પછી ફિલ્મ રજૂ કરાશે.
4/5
પરંપરાગત રીતે બોલિવૂડમાં દિવાળીના તહેવાર પહેલાનો સમયગાળો થિયેટ્રિકલ રિલીઝ માટે પડકારજનક માનવામાં આવતો હતો. પરંતુ મેકર્સનું માનવું છે કે 'રામાયણ પાર્ટ 1' ને લઈને દેશ અને દુનિયાભરમાં જે અદભુત ક્રેઝ અને ઉત્સુકતા છે, તેની સામે આ જૂની માન્યતાઓ હવે કોઈ વિઘ્ન ઊભું કરી શકશે નહીં.
ADVERTISEMENT
5/5
નમિત મલ્હોત્રા દ્વારા પ્રોડ્યુસ અને 'દંગલ' ફેમ ડિરેક્ટર નિતેશ તિવારી દ્વારા ડાયરેક્ટ કરાયેલી આ માસ્ટરપીસમાં બિગ સ્ટારકાસ્ટ જોવા મળશે. જેમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામના પાત્રમાં, સાંઈ પલ્લવી માતા સીતાના રોલમાં અને યશ લંકેશ રાવણના શક્તિશાળી પાત્રમાં જોવા મળશે. બહુભાષી અને અત્યાધુનિક VFX થી સજ્જ આ ફિલ્મ ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખવા જઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ