ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટમાં ભાવુક થયા રાજપાલ યાદવ, કહ્યું, ‘હું પોતે જ ડ્રામા બની ગયો છું’; ₹1.15 કરોડ ચૂકવવા થયા રાજી

Rajpal Yadav / ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટમાં ભાવુક થયા રાજપાલ યાદવ, કહ્યું, ‘હું પોતે જ ડ્રામા બની ગયો છું’; ₹1.15 કરોડ ચૂકવવા થયા રાજી

Published By: Jinal Chauhan

Last Updated: 02:55 PM, 7 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેક બાઉન્સ કેસમાં બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટમાં ભાવુક થયેલા રાજપાલે ₹1.15 કરોડ ચૂકવ્યા છે અને બાકીના ₹85 લાખ માટે 13 ઓક્ટોબર સુધીનો સમય માગ્યો છે.

ADVERTISEMENT

ચેક બાઉન્સ કેસમાં બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી બે અઠવાડિયાની રાહત મળી છે. કોર્ટમાં હાજર થયેલા રાજપાલ યાદવે ₹1.15 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કર્યો અને બાકીના ₹85 લાખ ચૂકવવા માટે સમય માગ્યો હતો.સુનાવણી દરમિયાન રાજપાલ યાદવ પોતાના આર્થિક નુકસાનનો ઉલ્લેખ કરતા ભાવુક થઈ ગયા હતા. તેમણે પોતાની ફિલ્મ ‘અતા પતા લાપતા’ને કારણે થયેલા નુકસાનની વાત પણ કોર્ટ સમક્ષ કરી હતી.

કોર્ટમાં રાજપાલ યાદવનો દર્દ છલકાયું

સુપ્રીમ કોર્ટમાં રાજપાલ યાદવે કહ્યું કે તેમની ફિલ્મ સાથે જોડાયેલા વિવાદને કારણે તેમનો મોટો નાણાકીય ફટકો પડ્યો છે. તેમણે દાવો કર્યો કે ફિલ્મને કારણે તેમને અંદાજે ₹17 કરોડનું નુકસાન થયું છે.રાજપાલે કહ્યું કે છેલ્લા 13 વર્ષથી તેમની ફિલ્મને લઈને કાનૂની વિવાદ ચાલી રહ્યો હતો અને તેના કારણે ફિલ્મનું કામ આગળ વધી શક્યું નહોતું. તેમના કહેવા પ્રમાણે આ સમગ્ર મામલાની અસર તેમના જીવન અને કારકિર્દી પર પણ પડી છે.

‘લોકોનું મનોરંજન કરતા કરતા હું પોતે ડ્રામા બની ગયો’

કોર્ટમાં પોતાની વાત રજૂ કરતા રાજપાલ યાદવે કહ્યું કે તેઓ વર્ષોથી લોકોનું મનોરંજન કરતા આવ્યા છે પરંતુ હવે તેમની પોતાની જ જિંદગી એક ડ્રામા બની ગઈ છે. તેમણે જણાવ્યું કે તેમણે અત્યાર સુધીમાં લગભગ 200 ફિલ્મોમાં કામ કર્યું છે.રાજપાલે કોર્ટને કહ્યું કે હવે તેમને ફરીથી કામ મળવાનું શરૂ થયું છે અને તેઓ બાકી રહેલી રકમ ચૂકવવા માટે તૈયાર છે. તેમણે કોર્ટને થોડો સમય આપવાની વિનંતી કરી હતી.

Rajpal-Yadav

જજે પણ રાજપાલની ફિલ્મનો ઉલ્લેખ કર્યો

સુનાવણી દરમિયાન જજે રાજપાલ યાદવની ફિલ્મ ‘અતા પતા લાપતા’નો ઉલ્લેખ કરતા હળવી ટિપ્પણી કરી હતી. જજે કહ્યું કે તેમની ફિલ્મની જેમ તેમનું પૈસું પણ અતા પતા લાપતા થઈ ગયું છે.આ દરમિયાન રાજપાલે કોર્ટ સમક્ષ પોતાની સ્થિતિ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશે તેમને પૂછ્યું હતું કે તેઓ કોઈ ફિલ્મ કે ધારાવાહિક બનાવી રહ્યા છે કે પછી આમ જ ફરી રહ્યા છે. તેના જવાબમાં રાજપાલે પોતાની આર્થિક મુશ્કેલીઓ અને ફરી કામ મળવાની વાત કરી હતી.

vtv app promotion

આ પણ વાંચોઃ યૂટ્યુબરની ‘બહેન’ સાથે વધેલી નિકટતાના વીડિયો વાયરલ, એક જ બેડ શેર કરવાના દાવાથી લોકોમાં રોષ, ગર્લફ્રેન્ડ પણ ભાવુક

₹1.15 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કર્યો

ચેક બાઉન્સના કેસમાં રાજપાલ યાદવ બુધવારે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. તેમની તરફથી ₹1.15 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.બાકીની ₹85 લાખની રકમ જમા કરાવવા માટે રાજપાલે 13 ઓક્ટોબર સુધીનો સમય માગ્યો હતો. કોર્ટ દ્વારા તેમને વધુ બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. આ સમય દરમિયાન બાકીની રકમ ચૂકવવાની વ્યવસ્થા કરવાની રહેશે.

શું છે ચેક બાઉન્સનો સમગ્ર મામલો?

આ સમગ્ર મામલો મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાયેલા ચેક બાઉન્સના કેસોનો છે. આ કેસોમાં દિલ્હી હાઈકોર્ટે રાજપાલ યાદવને દોષિત ઠેરવી દરેક કેસમાં ત્રણ મહિનાની સજા સંભળાવી હતી.અગાઉની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજપાલ દ્વારા રકમ ચૂકવવામાં થઈ રહેલા વિલંબ સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે વારંવાર આદેશ આપવામાં આવ્યા હોવા છતાં ફરિયાદીને રકમ પરત કરવામાં આવી નથી.સુપ્રીમ કોર્ટે અગાઉ રાજપાલ યાદવને ₹2 કરોડ જમા કરાવવા માટે એક દિવસનો સમય આપ્યો હતો અને તેને છેલ્લી તક ગણાવી હતી. હવે કોર્ટની તાજી સુનાવણીમાં તેમને વધુ બે અઠવાડિયાનો સમય મળ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court Rajpal Yadav Check Bounce Case

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ