ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'તારો પતિ અપંગ છે, તને મર્દની જરૂર પડશે' અમદાવાદમાં જેઠે મહિલાની કરી છેડતી, અશ્લીલ માંગણી કરી

ક્રાઈમ / 'તારો પતિ અપંગ છે, તને મર્દની જરૂર પડશે' અમદાવાદમાં જેઠે મહિલાની કરી છેડતી, અશ્લીલ માંગણી કરી

Published By: Hiralal Parmar

Last Updated: 03:01 PM, 7 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નરોડામાં એક શખ્સે તેના નાના ભાઈની પત્ની પાસે અશ્લીલ માંગણી કરીને છેડતી કરી હતી.

ADVERTISEMENT

નરોડા રોડ પર રહેતી મીના (નામ બદલ્યું છે)એ તેના જેઠ દિલીપ અને જેઠાણી અરુણા વિરુદ્ધ છેડતી અને ધમકીની ફરિયાદ કરી છે. પતિની શારીરિક અશક્તિનો લાભ લઈને જેઠે અશ્લીલ માગણી કરી હોવાનો આક્ષેપ છે. મીનાએ સમગ્ર વાત જેઠાણીને જણાવતાં તેણે પણ ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મીના તેના પુત્ર સાથે ભાડાના મકાનમાં રહે છે.

જેઠે મહિલા પાસે કરી અશ્લીલ માંગણી

મીનાએ 2016માં કમલેશ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. છેલ્લા દોઢ વર્ષથી કમલેશને પેરાલિસિસ હોવાથી તેઓ પથારીવશ રહેતા હતા. આ દરમિયાન મીનાના જેઠ દિલીપની નજર તેના પર ખરાબ થતાં તેણે મીનાને અશ્લીલ વાતો કરી હતી. દિલીપે મીનાને જણાવ્યું હતું કે, ‘હું સંબંધે તારો જેઠ છું એટલે ઘરની વાત ઘરમાં જ રહેશે. તારો પતિ તો અપંગ છે, તને મર્દની જરૂર પડે છે. તું મારી સાથે આવી જા, આપણે બંને મજા કરીશું. હું તને સારી રીતે રાખીશ અને પૈસા પણ આપીશ.’ આ ઉપરાંત પતિ પાસેથી શારીરિક સુખ નહીં મળે તેવી વાત કરી સંબંધ બાંધવા દબાણ કર્યું હોવાનો આક્ષેપ છે.

આ પણ વાંચો : રેંટિયા બારસે ગુજરાત વિદ્યાપીઠની અનોખી પહેલ, 351 શાળાઓમાં વિદ્યાર્થીઓને ચરખાનું પ્રત્યક્ષ નિદર્શન કરાવી મહત્ત્વ સમજાવાશે

મહિલાએ જાણ કરતાં ઉલટાનું જેઠાણીએ ફસાવી

મીનાએ આ અંગે જેઠાણી અરુણાને જાણ કરતાં અરુણાએ મીનાને જ પોતાના પતિને ફસાવવાનો પ્રયાસ કરતી હોવાનું કહી ધમકાવી હતી. અરુણાએ તેના હાથ-પગ તોડીને સિવિલ હોસ્પિટલમાં નાખી દેવાની ધમકી આપી હતી. મીનાએ પતિ કમલેશને સમગ્ર વાત કરતાં તેણે પોલીસમાં અરજી કરવા જણાવ્યું હતું. મીનાએ અરજી પણ કરી હતી. દરમિયાન એક મહિના પહેલાં કમલેશનું અવસાન થયા બાદ મીનાએ હવે જેઠ-જેઠાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ