ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ના હોય, હવે હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેમની 10 ટકા રકમ તમારા ખિસ્સામાંથી આપવી પડશે?

બિઝનેસ / ના હોય, હવે હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેમની 10 ટકા રકમ તમારા ખિસ્સામાંથી આપવી પડશે?

Published By: Nirav Kumar

Last Updated: 12:37 AM, 7 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 જાન્યુઆરી 2027થી હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીમાં 10 ટકા કો-પેમેન્ટ ફરજિયાત કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ નવો નિયમ લાગુ થવાથી હોસ્પિટલમાં ઈલાજના મંજૂર થયેલા બિલમાંથી 10 ટકા રકમ ગ્રાહકે પોતાના ખિસ્સામાંથી ચૂકવવો પડશે.

ADVERTISEMENT

હેલ્થ ઇન્શ્યોરન્સ ધરાવતા લાખો લોકો માટે એક મહત્વનો ફેરફાર સામે આવી રહ્યો છે. જેમાં જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ એક એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે જે મુજબ 1 જાન્યુઆરી 2027થી રિટેલ હેલ્થ પોલિસીમાં 10 ટકા કો-પેમેન્ટ ફરજિયાત બની શકે છે. તેને સરળ ભાષામાં કહીએ તો હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન ઇન્શ્યોરન્સ કંપની જે રકમ મંજૂર કરે તેનો 10 ટકા હિસ્સો ગ્રાહકને પોતાના ખિસ્સામાંથી ભરવો પડશે અને બાકીના 90 ટકા કંપની ચૂકવશે. આ કો-પેમેન્ટ એક ક્લેમમાં મેક્સીમમ 5 લાખ રૂપિયા સુધી જ મર્યાદિત રાખવાનો વિચાર છે.

મતલબ કે, જો કોઈ કેસમાં માન્ય ક્લેમ 5 લાખ રૂપિયાનો આવે તો ગ્રાહકે 50 હજાર રૂપિયા આપવા પડશે અને કંપની 4.5 લાખ રૂપિયા ભરશે. જો હોસ્પિટલનું કુલ બિલ 5 લાખનું હોય પણ પોલિસીની શરતો મુજબ માત્ર 4 લાખ જ માન્ય ગણાય તો કો-પેમેન્ટ 40 હજાર રૂપિયાનો થશે. આ સિવાય જે ખર્ચ પોલિસીમાં કવર જ નથી તે પણ ગ્રાહકે અલગથી ભરવા પડશે.

આ ફેરફારથી પ્રીમિયમ ઘટવાની શક્યતા છે કેમ કે કંપનીઓનું જોખમ થોડું ઘટશે. પરંતુ પ્રીમિયમ કેટલું ઘટશે તે હજુ સ્પષ્ટ નથી. તે વ્યક્તિની ઉંમર, શહેર, કવરેજની રકમ, પહેલાના ક્લેમ અને પોલિસી પર આધાર રાખે છે. જેમાં એક્સપર્ટ્સનું કહેવું છે કે 10 ટકા કો-પેમેન્ટથી પ્રીમિયમ પણ 10 ટકા ઘટી જશે એવું નથી. અસલી સેવિંગ સામાન્ય રીતે 4 થી 7 ટકા જેટલી જ હોઈ શકે છે.

આ નિયમ કેશલેસ અને રીઇમ્બર્સમેન્ટ બંને પ્રકારના ક્લેમ પર લાગુ થવાનું સૂચન છે. જેમાં કેશલેસમાં કંપની પોતાનો હિસ્સો સીધો હોસ્પિટલને આપશે અને ગ્રાહકે બાકીની રકમ ત્યાં જ ભરવી પડશે. તો રીઇમ્બર્સમેન્ટમાં ગ્રાહક પહેલા આખું બિલ ચૂકવીને બાદમાં ક્લેમ કરી શકશે.

વધુ વાંચો : હવેથી દર વર્ષે 1 એપ્રિલથી બદલાઈ જશે GSTના દર, 17 દિવસમાં જ મળી જશે રિફન્ડ

ઉલ્લેખનીય છે કે, પોલિસી ખરીદતી વખતે હવે ફક્ત ઓછું પ્રીમિયમ જોઈને નિર્ણય ન લેવો જોઈએ. મોટા ઈલાજ વખતે પોતાની જેબમાંથી કેટલી મેક્સીમમ રકમ ભરવી પડી શકે, કોઈ સબ-લિમિટ છે કે નહીં, કયા ખર્ચ કવર નથી અને ડિડક્ટિબલ લાગુ છે કે નહીં આ બધું ધ્યાનમાં રાખવું જરૂરી બનશે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

payment insurance policies health insurance

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ