ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ICC રેન્કિંગમાં ભારતીય કેપ્ટનોનો જલવો, ગિલ ટૉપ પર યથાવત, શ્રેયસ ઐય્યરની ટૉપ 10માં એન્ટ્રી

Cricket / ICC રેન્કિંગમાં ભારતીય કેપ્ટનોનો જલવો, ગિલ ટૉપ પર યથાવત, શ્રેયસ ઐય્યરની ટૉપ 10માં એન્ટ્રી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:08 PM, 7 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC Rankings: શ્રેયસ ઐયરે પોતાની ટી20 કારકિર્દીની પહેલી સદી ફટકારી અને ટીમને વિજય અપાવી મેદાનમાં પરત આવ્યો હતો. આનાથી તેને ICC રેન્કિંગમાં 18 સ્થાનનો ફાયદો થયો છે.

ADVERTISEMENT

ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે તાજેતરની આઇસીસી ટી20 રેન્કિંગમાં છલાંગ લગાવી છે. તે 18 સ્થાન ઉપર ચઢીને ટોપ 10માં પ્રવેશ કરી ચુક્યો છે. તે સાતમા ક્રમે છે, અને પહેલી વાર તે ટોપ 10માં પહોચ્યો છે. બેટિંગ રેન્કિંગમાં ભારતનું વર્ચસ્વ સ્પષ્ટપણે દેખાય છે. ટોપ 10માં ચાર ભારતીય બેટ્સમેન છે. ઇશાન કિશન પ્રથમ સ્થાને છે, જ્યારે અભિષેક શર્મા બીજા સ્થાને છે. શ્રેયસ સાતમા સ્થાને છે અને તિલક વર્મા 10મા સ્થાને છે.

વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન શેરફેન રધરફોર્ડે પણ ભારત સામે ટી20 શ્રેણીની પહેલી મેચમાં અડધી સદી ફટકારી હતી. આનાથી તેને 10 સ્થાનનો ફાયદો થયો છે અને તે 37મા સ્થાને પહોંચી ગયો છે.

બોલરોમાં અબરારનું શાસન સમાપ્ત

બોલરોના રેન્કિંગમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. પાકિસ્તાનના સ્પિનર ​​અબરાર અહેમદે ટોચનું સ્થાન ગુમાવ્યું છે. અફઘાનિસ્તાનનો રાશિદ ખાન ફરી એકવાર નંબર વન ટી20 બોલર બન્યો છે. ભારતીય સ્પિનર ​​અક્ષર પટેલ 16 સ્થાન ઉપર આવીને સાતમા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે બાંગ્લાદેશનો નસુમ અહેમદ ત્રણ સ્થાન ઉપર આવીને આઠમા સ્થાને પહોંચી ગયો છે. મહેદી હસન 10 સ્થાન ઉપર આવીને નવમા સ્થાને પહોંચી ગયો છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / ભારતીય મહિલા ક્રિકેટમાં નવા યુગનો પ્રારંભ: હરમનપ્રીત કૌર બાદ સ્મૃતિ મંધાના બની ટીમ ઈન્ડિયાની નવી કેપ્ટન

વન ડેમાં ગિલનું વર્ચસ્વ અકબંધ

ભારતીય કેપ્ટન શુભમન ગિલ વન ડે રેન્કિંગમાં પ્રભુત્વ જાળવી રાખે છે. તે ટોચ પર યથાવત છે. તેણે ગુવાહાટીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 223 રનની રેકોર્ડબ્રેક અણનમ ઇનિંગ્સ રમીને તેનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. હવે તેના 841 રેટિંગ પોઈન્ટ છે. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે શ્રેણીની અંતિમ મેચમાં 162 રન બનાવ્યા હતા, શ્રેણીમાં બે સદી ફટકારી હતી. તે પણ બે સ્થાન ઉપર પહોંચી ગયો છે અને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. દરમિયાન, અનુભવી ભારતીય ખેલાડી કેએલ રાહુલ સાત સ્થાન ઉપર આવીને સંયુક્ત રીતે 10મા સ્થાને પહોંચી ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shreyas Iyer Cricket News Shubman Gill

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ