ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રંગોળી આયોજન
Last Updated: 08:23 PM, 7 October 2026
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણનાં ૨૫ ગૌરવપૂર્ણ વર્ષ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવાના રંગો, રાષ્ટ્રના સંગ’ સંદેશ સાથે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ભવ્ય માનવ આકૃતિ (રંગોળી)ના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરની વિવિધ શાળા કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓના અંદાજે સાડા છ હજાર છાત્રો સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનવ રંગોળીમાં સહભાગી થયેલા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
ADVERTISEMENT
તેમણે રંગોળીનું નિરીક્ષણ પણ કર્યું હતું.

ADVERTISEMENT
વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, શિસ્ત અને સામૂહિક ભાગીદારીને બિરદાવતાં તેમણે આ અનોખી પ્રવૃત્તિ દ્વારા આપવામાં આવેલા ‘સેવાના રંગ, રાષ્ટ્રને સંગ’ના સંદેશને બિરદાવ્યો હતો.
માનવ આકૃતિમાં ભાગ લેનાર પ્રતિનિધિઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
આ અનોખી માનવ રંગોળીમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વિદ્યાર્થીઓએ ઓરેન્જ, યેલો, રેડ, પર્પલ, ગ્રીન, બ્લ્યૂ અને વ્હાઇટ સહિતના સપ્તરંગોના સમૂહમાં એકસાથે જોડાઈ ભારત દેશની આકર્ષક માનવ રંગોળી રચી હતી.

ADVERTISEMENT
વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓની સામૂહિક ભાગીદારી અને રંગોની સુંદર ગોઠવણીથી સમગ્ર કાર્યક્રમ સ્થળ રાષ્ટ્રભાવનાના રંગોથી રંગાઈ ગયું હતું.
મા અંબાના ગરબા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિ રસમાં તરબોળ બન્યું હતું.
ADVERTISEMENT
આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશભાઈ બારોટ, સાંસદ દિનેશભાઈ મકવાણા અને હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો સર્વે અમિતભાઈ ઠાકર, દિનેશસિંહ કુશવાહ, જીતુભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, અમૂલભાઈ ભટ્ટ, ડૉ. હસમુખભાઈ પટેલ, કૌશિકભાઈ જૈન, કંચનબેન રાદડિયા, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિત અધિકારીઓ, અગ્રણીઓ, વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો