ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AI અને ક્વોન્ટમ સંશોધનને વેગ આપતો GTUનો રાષ્ટ્રીય સેમિનાર
Last Updated: 07:47 PM, 7 October 2026
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી દ્વારા AI and Quantum Frontiers: Research, Innovation and Future Technologies for India’s Economic Growth વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર 2026ના રોજ GTU ચાંદખેડા કેમ્પસ ખાતે થયું હતું. વિકાસ સપ્તાહ 2026 અંતર્ગત નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના સહયોગથી યોજાયેલા સેમિનારમાં વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, સંશોધકો અને ટેક્નોલોજી નિષ્ણાતો સહિત આશરે 350 પ્રતિભાગીઓ જોડાયા હતા.
ADVERTISEMENT
પોસ્ટર પ્રેઝન્ટેશન કાર્યક્રમ માટે 100 નોંધણીઓ પ્રાપ્ત થઈ હતી. પ્રાથમિક ચકાસણી બાદ 90 પોસ્ટરો રજૂઆત માટે પસંદ કરાયા હતા. તેમાં એન્જિનિયરિંગના 57, ફાર્મસીના 26, મેનેજમેન્ટના ત્રણ અને કમ્પ્યુટર એપ્લિકેશન્સના ચાર પોસ્ટરોનો સમાવેશ થયો હતો. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, હેલ્થકેર AI, જવાબદાર AI, ઇન્ડસ્ટ્રી 4.0, સાયબર સિક્યુરિટી, ક્લિનિકલ એપ્લિકેશન્સ, ફાર્માસ્યુટિકલ ઇનોવેશન અને એપ્લાઇડ AIની આઠ પેનલોમાં નિષ્ણાત જ્યુરીએ પોસ્ટરોનું મૂલ્યાંકન કર્યું હતું.
ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ પરંપરાગત દીપ પ્રાગટ્યથી થયો હતો. આ પ્રસંગે ડૉ. વૈભવ ડી. ભટ્ટ, માનનીય કુલપતિ ઇનચાર્જ, GTU; ડૉ. કે. એન. ખેર, રજિસ્ટ્રાર, GTU; ડૉ. માધુરી ભાવસર, ડિરેક્ટર, GTU સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી; અને ડૉ. આર. એ. ઠક્કર, એડવાઇઝર, સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજીસ ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
ડૉ. માધુરી ભાવસરે સમાજ અને ઉદ્યોગ માટે AI અને ક્વોન્ટમ ટેક્નોલોજીના વધતા મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ડૉ. કે. એન. ખેરે ક્વોન્ટમ કમ્યુનિકેશન, સુરક્ષિત માહિતી પ્રણાલીઓ, મશીન લર્નિંગ, કમ્પ્યુટર વિઝન, ક્વોન્ટમ હાર્ડવેર અને AI ક્વોન્ટમ હાઇબ્રિડ ટેક્નોલોજીની ઉપયોગિતા સમજાવી હતી.
ડૉ. વૈભવ ડી. ભટ્ટે માનવીય મૂલ્યો, સામાજિક જરૂરિયાતો અને AIના જવાબદાર ઉપયોગ પર ભાર મૂક્યો હતો તથા સંશોધન અને જવાબદાર ટેક્નોલોજી વિકાસમાં યુનિવર્સિટીઓની ભૂમિકા સમજાવી હતી. ડૉ. આર. એ. ઠક્કરે વિદ્યાર્થીઓને ટેક્નોલોજીના વપરાશકર્તા સાથે તેના સર્જક બનવા અને સંશોધન દ્વારા યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા હતા.
ADVERTISEMENT
નિષ્ણાત વ્યાખ્યાનો, સંશોધન ચર્ચાઓ અને પોસ્ટર પ્રેઝન્ટેશન દ્વારા પ્રતિભાગીઓને પોતાનું કાર્ય રજૂ કરવા તથા નિષ્ણાત પ્રતિસાદ મેળવવા માટે મંચ મળ્યો હતો.
GTU-SETની સમગ્ર આયોજન સમિતિના સહયોગથી ડૉ. સીમા જોશી અને ડૉ. ધ્વનિ મોદીએ કાર્યક્રમનું સફળતાપૂર્વક સંકલન કર્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો