ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'રામાયણ'ની રિલીઝ પહેલાં નિર્માતા નમિત મલ્હોત્રાના ઘર-ઓફિસ પર દરોડા, રકુલપ્રીત સાથે શું કનેક્શન?
Last Updated: 08:47 PM, 7 October 2026
ADVERTISEMENT
દિવાળી પર રિલિઝ થાય તે પહેલા વર્ષની સૌથી મોટી ફિલ્મ "રામાયણ"ને લઇ એક મહિના પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. આવકવેરા વિભાગએ "રામાયણ" ફિલ્મના નિર્માતા અને જાણીતા VFX કંપની "પ્રાઈમ ફોકસ" ના મુંબઈ સ્થિત પરિસરમાં દરોડા પાડ્યા છે. નમિત મલ્હોત્રાના ઘર ઉપરાંત બુધવારે સવારથી કંપનીના મુંબઈ સ્થિત કાર્યાલય, સ્ટુડિયો અને તેમના CA ના પરિસરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
પ્રારંભિક અહેવાલો અનુસાર પ્રાઇમ ફોકસ પર દરોડા વિદેશી નાણાં મોકલવા સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. જો કે તપાસ એજન્સીએ હજુ સુધી ચોક્કસ નાણાકીય વ્યવહારો અથવા કાર્યવાહીનું મૂળ કારણ સત્તાવાર રીતે જણાવ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર કામગીરી ગયા અઠવાડિયે બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ, નિર્માતા વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયો સાથે જોડાયેલા પરિસરમાં દરોડા દરમિયાન મળેલા ઇનપુટ્સ પર આધારિત હતી.
પ્રાઇમ ફોકસ શું છે ?
ADVERTISEMENT
નમિત મલ્હોત્રાની પ્રાઇમ ફોકસ કોઈ નાની કંપની નથી, પરંતુ મીડિયા અને મનોરંજન જગતમાં એક મોટું નામ છે. કંપની મુખ્યત્વે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX), એનિમેશન, પોસ્ટ-પ્રોડક્શન અને કન્ટેન્ટ ક્રિએશનનું કામ સંભાળે છે. ખાસ વાત એ છે તેનું મોટાભાગનું કામ વિદેશમાં થાય છે, અને અહેવાલોનું માનીએ તો કંપનીની કુલ આવકનો લગભગ 92 ટકા હિસ્સો ભારતની બહારના બજારોમાંથી આવે છે.
"રામાયણ" દિવાળી પર રિલીઝ થશે
ADVERTISEMENT
આ બધી કાનૂની મુશ્કેલીઓ વચ્ચે નિતેશ તિવારીના દિગ્દર્શન હેઠળની ફિલ્મ "રામાયણ" પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ બે ભાગની વિશાળકાયમાં પૌરાણિક ફિલ્મમાં રણબીર કપૂર (ભગવાન રામ), સાઈ પલ્લવી (સીતા માતા) અને યશ (રાવણ)ના કિરદારમાં નજર આવશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ મનોરંજન / રણબીર-સાઈ પલ્લવીની ‘રામાયણ’ પહેલાં જ થશે આ ખાસ સરપ્રાઈઝ, દિવાળીએ રિલીઝ પહેલાં દર્શકોને મળશે મોટી ભેટ
આમાં સની દેઓલ, રકુલ પ્રીત સિંહ, અરુણ ગોવિલ અને રવિ દુબે પણ મહત્વનો રોલ નિભાવી રહ્યા છે. ફિલ્મનો પહેલો ભાગ દિવાળી પર 5 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાનો છે, જ્યારે બીજો ભાગ આવતા વર્ષે રિલીઝ થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ