ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જામનગરમાં સરકારી અનાજની કાળાબજારીનો પર્દાફાશ, 3 હજાર કિલો ઘઉં સાથે 5 ઝડપાયા
Last Updated: 07:41 PM, 7 October 2026
ADVERTISEMENT
જામનગર શહેરમાં સરકારી સસ્તા અનાજની શંકાસ્પદ હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. સિટી ‘બી’ ડિવિઝન પોલીસે બેડી બંદર રોડ પરથી કાર્યવાહી કરીને આશરે 3,000 કિલો ઘઉંનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે પાંચ શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ, બેડી બંદર રોડ પરથી પસાર થઈ રહેલા એક વાહનને પોલીસે શંકાના આધારે અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાહનમાંથી 3,000 કિલો જેટલો ઘઉંનો જથ્થો મળી આવતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
ADVERTISEMENT

પોલીસે શંકાસ્પદ રીતે હેરાફેરી કરવામાં આવી રહેલા ઘઉંના જથ્થા સહિત વાહન કબજે કરી પાંચ શખ્સોની અટકાયત કરી છે. જેમાં શબીર શેખ સહિતના શખ્સોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ખેલૈયાના સ્વાંગમાં પોલીસ રહેશે તૈનાત, નવરાત્રી દરમિયાન રોમિયોગીરી કરનારાઓ પર રાખશે ખાસ નજર
પોલીસે BNSSની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે ઘઉંનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની ક્યાં હેરાફેરી કરવામાં આવવાની હતી તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે. સિટી ‘બી’ ડિવિઝન પોલીસે ઘઉંના જથ્થા અને વાહન સહિત કુલ રૂ. 6,15,520નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો