ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / ચીનમાં મંદી અને EV ખર્ચે વધારી મુશ્કેલી, આ કંપનીમાં 1 લાખ કર્મચારીઓની નોકરીઓમાં મુકાશે કાપ
Last Updated: 09:37 AM, 8 October 2026
ADVERTISEMENT
સ્પોર્ટ્સ કાર બનાવનારી કંપની પોર્શે મોટા પાયે રીસ્ટ્રક્ચરિંગની તૈયારીમાં છે. જેમાં 2030 સુધીમાં કંપની લગભગ 9000 નોકરીઓમાં કાપ મૂકી શકે છે જે તેના કુલ કર્મચારીઓના આશરે 25% છે. જેમાં પહેલાંથી જાહેર કરાયેલા કાપને સામેલ કરતાં કુલ વર્કફોર્સમાં ઘટાડો 30% સુધી પહોંચી શકે છે. જેમાં ચીનમાં વેચાણમાં તીવ્ર ઘટાડો અને ઇલેક્ટ્રિક વ્હીકલ વ્યૂહરચનામાં ખર્ચાળ ફેરફારોએ કંપનીની મુશ્કેલીઓ વધારી છે.
ADVERTISEMENT
પોર્શેના CEOએ 7 ઓક્ટોબરે નવી વ્યૂહરચના રજૂ કરી હતી. જેમાં ‘Sportwagenschmiede 35’ નામની આ યોજનાનું ધ્યાન ઓછી કાર વેચીને વધુ કમાણી કરવા પર છે. કંપની હવે વેચાણની સંખ્યા વધારવાને બદલે મોંઘા અને વધુ નફાકારક મોડલ્સ પર ધ્યાન આપશે.
પોર્શેનો ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ગયા વર્ષે ઘટીને માત્ર 1.1% રહ્યો હતો. જે 2023માં 18% હતો. કંપની લાંબા ગાળે તેને ફરીથી 10%થી 15% વચ્ચે લાવવાનું લક્ષ્ય રાખી રહી છે. ખઆ ર્ચ ઘટાડવા માટે ઉત્પાદન કર્મચારીઓની કિંમતમાં 30% અને ડેવલપમેન્ટ ખર્ચમાં 20% સુધી કાપ મૂકવાની યોજના છે. જેમાં મેનેજમેન્ટ પદોમાં લગભગ 40% સુધી ઘટાડો થઈ શકે છે.
ADVERTISEMENT
ચાઇનીઝ માર્કેટની મુશ્કેલી પણ મોટી છે. જેમાં 2026ની પહેલી 6 મહિનામાં ચીનમાં કંપનીનું વેચાણ લગભગ એક-તૃતીયાંશ ઘટી ગયું હતું. એક સમયે ચાઈના પોર્શેના કુલ વેચાણનો એક-તૃતીયાંશથી વધુ હિસ્સો આપતું હતું પણ 2030 સુધીમાં આ હિસ્સો માત્ર 10% સુધી સીમિત થઈ શકે છે. CEOના મતે જૂના વેચાણ લેવલે કોઈપણ કિંમતે પાછા ફરવાનો પ્રયાસ બ્રાન્ડ માટે ફાયદાકારક નથી.
પોર્શેની કારો થશે મોંઘી
ADVERTISEMENT
કંપની હવે ઓછી પણ મોંઘી કાર વેચવા પર ભાર મૂકી રહી છે. જેમાં ખાસ કરીને 911 જેવી હાઈ-એન્ડ સ્પોર્ટ્સ કાર પર ધ્યાન વધારશે. ટોપ મોડલ્સની એવરેજ કિંમત લગભગ 20% વધારવાનું લક્ષ્ય છે. મોડલ વેરિઅન્ટની સંખ્યા પણ આશરે 20% ઘટાડી શકાય છે. કંપની વાર્ષિક 2 લાખથી ઓછી કાર વેચીને પણ ખર્ચ અને નફાકારકતા સુધારવા માંગે છે. જેમાં ગયા વર્ષે પોર્શેએ વિશ્વભરમાં 2,79,449 વાહનો ડિલિવર કર્યા હતા.
પ્રોડક્ટ સ્ટ્રેટેજીમાં પણ મોટા ફેરફાર થશે. 2028માં ઇલેક્ટ્રિક 718 બોક્સસ્ટર અને કેમેન મોડલ્સ લાવવાની તૈયારી છે. આ સાથે જ નવું કમ્બસ્શન-એન્જિન એસયુવી અને 911થી ઉપરની સુપરકાર પ્લેટફોર્મની પણ યોજના છે.
ADVERTISEMENT
આખા ગ્રુપમાં 1 લાખ નોકરીઓમાં કાપ
ADVERTISEMENT
પોર્શેની મુશ્કેલીઓનો અસર તેની મધર કંપની ફોક્સવેગન પર પણ પડી રહી છે. ફોક્સવેગન પાસે પોર્શેની 75% હિસ્સેદારી છે અને તે આખા ગ્રુપમાં લગભગ 1 લાખ નોકરીઓ ઘટાડવા પર કામ કરી રહી છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ