ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના શેલા-સનાથલમાં વરસાદી પાણીના નિકાલ માટે ₹50 કરોડનો પ્રોજેક્ટ, AUDAના 7 તળાવને ઈન્ટરલિંક કરવાની યોજના
Last Updated: 10:12 AM, 8 October 2026
ADVERTISEMENT
વરસાદ શરૂ થાય અને ગણતરીની કલાકોમાં રસ્તાઓ પર પાણી ભરાવા લાગે, વાહનચાલકો અટવાઈ જાય અને સ્થાનિક લોકો માટે અવરજવર મુશ્કેલ બની જાય... અમદાવાદના શેલા-સનાથલ વિસ્તારમાં વર્ષોથી જોવા મળતી આ સમસ્યાનો હવે કાયમી ઉકેલ લાવવાની દિશામાં મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. વરસાદી પાણીના નિકાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ₹50 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શેલા-સનાથલ વિસ્તારમાં વરસાદી પાણીની સમસ્યાનો યોગ્ય અને લાંબા ગાળાનો નિકાલ કરવાનો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
શેલા અને સનાથલ જેવા ઝડપથી વિકસતા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો નિકાલ એક મોટો પડકાર બની રહે છે. ભારે વરસાદના સમયે પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હવે આ સમસ્યાને માત્ર તાત્કાલિક રીતે નહીં, પરંતુ સમગ્ર સિસ્ટમમાં ફેરફાર કરીને ઉકેલવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ માટે AMC દ્વારા ₹50 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ સમગ્ર આયોજનમાં સૌથી મહત્વની બાબત એ છે કે AUDAના 7 તળાવને ઇન્ટરલિંક કરવાની યોજના અમલમાં મૂકવામાં આવશે. એટલે કે, આ તળાવો એકબીજા સાથે જોડાશે અને વરસાદી પાણીના સંચાલન માટે એકબીજાની સાથે સંકલિત રીતે કામ કરશે. પશ્ચિમ અમદાવાદમાં નાના તળાવોને એક મોટા હાઇડ્રોલોજિકલ સિસ્ટમ તરીકે કાર્ય કરાવવા માટે તળાવોના ઇન્ટરલિંકિંગની પદ્ધતિ અગાઉથી પણ ઉપયોગમાં લેવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ ઉપરાંત સનાથલ લેક ડેવલપમેન્ટ અને કોલાટ ડ્રેઈન સાથે જોડવાનો પ્રોજેક્ટ પણ આ સમગ્ર આયોજનનો મહત્વનો ભાગ છે. વરસાદી પાણીના નિકાલ માટે સનાથલ લેકને યોગ્ય રીતે વિકસાવી તેને કોલાટ ડ્રેઈન સાથે જોડવામાં આવશે. આ વ્યવસ્થા થવાથી વરસાદ દરમિયાન એકઠું થતું પાણી યોગ્ય દિશામાં આગળ વધી શકે અને વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઘટાડવામાં મદદ મળી શકે છે.
ADVERTISEMENT
શેલા-સનાથલ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમને મજબૂત કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અગાઉ પણ આ વિસ્તારમાં ડ્રેનેજ સંબંધિત કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તેમાં શેલા, મણિપુર, ગોધાવી અને સનાથલ-તેલાવ વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડિસ્પોઝલ સિસ્ટમના નિર્માણ અને પાંચ વર્ષના ઓપરેશન-મેન્ટેનન્સનો સમાવેશ થતો હતો.
ADVERTISEMENT
હવે ₹50 કરોડના આ પ્રોજેક્ટ સાથે તળાવો, ડ્રેઈન અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને એકબીજા સાથે જોડીને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ઝડપથી વિકસતા શેલા-સનાથલ વિસ્તારમાં આગામી સમયમાં વરસાદી પાણીના ભરાવાથી લોકોને ઓછી મુશ્કેલી પડે અને પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ શકે તે દિશામાં આ પ્રોજેક્ટ મહત્વનો સાબિત થઈ શકે છે.
વરસાદી પાણીના સંચાલન માટે તળાવોને ઇન્ટરલિંક કરવાથી માત્ર પાણી ભરાવાની સમસ્યાના ઉકેલમાં જ નહીં, પરંતુ વરસાદી પાણીના સંગ્રહ અને યોગ્ય ઉપયોગની દિશામાં પણ મદદ મળી શકે છે. AUDA અને AMC દ્વારા તળાવો તથા સ્ટોર્મ વોટર સિસ્ટમને જોડીને પાણીના પ્રવાહને વ્યવસ્થિત કરવાની કામગીરીના મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.