ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઘોર કળિયુગ, સગો બાપ બન્યો હેવાન, સગીર દીકરીને માતાજીના સોગંદ આપી વારંવાર આચર્યું દુષ્ક*ર્મ
Last Updated: 11:24 PM, 7 October 2026
ADVERTISEMENT
પોરબંદર નજીકના એક ગામમાં સગીર દીકરી પર લાંબા સમયથી દુષ્કર્મ આચર્યાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે. આ મામલે પોલીસે આરોપી પિતાની મુંબઈથી ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી મુજબ, આરોપી પિતાએ પોતાની સગીર દીકરીને પરિવારના સભ્યોના સોગંદ આપી ધમકાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. આ અત્યાચાર એક-બે વખત નહીં પરંતુ સતત આશરે છ વર્ષ સુધી ચાલ્યો હોવાની ફરિયાદમાં વિગતો સામે આવી છે.
મામલો પોલીસ સુધી પહોંચ્યા બાદ હાર્બર મરીન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી મુંબઈમાં હોવાની માહિતી મળતાં પોલીસની ટીમે ત્યાંથી તેને ઝડપી પાડ્યો હતો.
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી અગાઉથી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોવાનું અને ગેંગ લીડર તરીકે પણ તેની ઓળખ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપી સામે ગુજરાત કંટ્રોલ ઑફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (ગુજસીટોક) હેઠળ પણ કાર્યવાહી કરી છે.
ADVERTISEMENT
ધરપકડ બાદ આરોપીને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.