ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / VIDEO : "હું લેવલ વગરના માણસોને જવાબ પણ નથી આપતો" વિવાદ વચ્ચે બોલ્યાં શંકરસિંહ વાઘેલા
Last Updated: 03:02 PM, 6 October 2026
ADVERTISEMENT
શંકરસિંહ વાઘેલાએ ફરી આપ્યું મોટું નિવેદન, "હું લેવલ વગરના માણસોને જવાબ પણ નથી આપતો". નોંધનિય છે કે, શંકરસિંહ વાઘેલાએ અગાઉ કહ્યું હતું કે, “પટેલ, વાણિયા અને બ્રાહ્મણોને મેલું ઉપાડવા માટે મહિને 50 હજાર હું આપીશ.” જોકે આ નિવેદન બાદ ચારેબાજુ વિવાદોનું વંટોળ ઉઠ્યું હતું. આ તરફ હવે ફરી એકવાર શંકરસિંહ વાઘેલાએ મોટું નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
વિવાદ વચ્ચે શંકરસિંહ વાઘેલાનું નિવેદન, "હું લેવલ વગરના માણસોને જવાબ પણ નથી આપતો" શંકરસિંહ વાઘેલાએ ફરી આપ્યું મોટું નિવેદન, "હું લેવલ વગરના માણસોને જવાબ પણ નથી આપતો". નોંધનિય છે કે, શંકરસિંહ વાઘેલાએ અગાઉ કહ્યું હતું કે, “પટેલ, વાણિયા અને બ્રાહ્મણોને મેલું ઉપાડવા માટે મહિને 50 હજાર હું આપીશ.” જોકે આ નિવેદન બાદ ચારેબાજુ વિવાદોનું વંટોળ ઉઠ્યું હતું. આ તરફ હવે ફરી એકવાર શંકરસિંહ વાઘેલાએ મોટું નિવેદન આપ્યું છે. #ShankarsinhVaghela #GujaratPolitics #PoliticalStatement #Controversy #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 6, 2026
શંકરસિંહ વાઘેલાએ શું ચોખવટ કરી?
ADVERTISEMENT
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે માથે મેલું ઉપાડવું શું છે તેની તમને ખબર છે, મોજા પણ પહેરવાના નહીં અને મેલું ઉપાડવું. રાતે વધેલું ઘટેલું ખાવાનું આપવું, આ સમાજની હાલત છે, હું અનામતના પક્ષમાં છું, હું 1 લાખ રુપિયા આપીશ એવું મેં એક વર્ષ પહેલા કહ્યું હતું. અસ્પૃશ્યતા હિંદુ ધર્મનું કલંક છે.
બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ
ADVERTISEMENT
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બ્રાહ્મણ, પાટીદાર અને વાણિયા સમાજ અંગે કરેલા નિવેદનને લઈને બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા વાઘેલાના નિવેદનની સખત શબ્દોમાં ટીકા કરવામાં આવી છે. સમાજના આગેવાન હિરેન જોશીએ જણાવ્યું કે, નિવેદન પરથી વાઘેલાની માનસિકતા સ્પષ્ટ થાય છે અને તેમણે તાત્કાલિક પોતાનું નિવેદન પરત ખેંચી સમાજની માફી માંગવી જોઈએ.
ADVERTISEMENT
દિનેશ બાંભણિયાની આકરી પ્રતિક્રિયા
ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ આકરી પ્રતિક્રિયા આપી છે. બાંભણિયાએ આક્ષેપ કર્યો કે, “બાપુ ચૂંટણી સમયે ફરી આવા નિવેદનો કરી રહ્યા છે. તેમના નિવેદનો બાલ્યાવસ્થામાં કરેલા નિવેદનો જેવા છે અને તે બુદ્ધિનું પ્રદર્શન છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.