ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / લાશ પણ સુરક્ષિત નહીં! સુરતની સિવિલ હોસ્પિટલમાં મહિલાની લાશ પરથી મંગળસૂત્રની ચોરી, પરિવારનો હોબાળો
Last Updated: 11:13 AM, 6 October 2026
ADVERTISEMENT
ડોક્ટરના આપઘાત અને બીજા વિવાદમાં સપડાયેલી સુરતની સિવિલ હોસ્પિટલમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. એક મહિલાની લાશ પર મંગળસૂત્રની ચોરી થઈ જતા પરિવારે હોબાળો મચાવ્યો હતો. ડીંડોલી નવાગામ વિસ્તારમાં રહેતી 40 વર્ષીય પરિણીતાનું વોર્ડમાં મોત થયું હતું. પરિવારનો આરોપ છે કે મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ થયું હતું.
ADVERTISEMENT
પરિવારનો શું આરોપ?
સીમાબેનના સંબંધીઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે સીમાબેનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા ત્યારે તેમના ગળામાં સોનાનું પેન્ડલ લગાવેલું મંગળસૂત્ર હતું. વોર્ડમાં ખસેડવાની પ્રક્રિયા બાદ તેમના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ જણાયું હતું. પરિવારે હોસ્પિટલ સ્ટાફ અથવા અન્ય કોઈ અજાણ્યા વ્યક્તિ પર મંગળસૂત્ર ચોરી લીધાનો આક્ષેપ કરી ભારે હોબાળો મચાવ્યો હતો.
ADVERTISEMENT
સારવાર વખતે વોર્ડમાં મોત
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, ડીંડોલીના નવાગામની 40 વર્ષીય સીમા પાટીલનું ડાયાબિટીસની સારવાર દરમિયાન મોત થયું હતું અને પરિવાર દ્વારા તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેમનું મોત થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.