ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / નાઈજીરિયાના ઓન્ડોમાં મિલિટરી ATR-42 વિમાન ક્રેશ, 25 મુસાફરો અને 7 ક્રૂ સહિત તમામ 32 લોકોનાં મો*ત
Last Updated: 07:40 AM, 6 October 2026
ADVERTISEMENT
સવારે લગભગ 9 વાગ્યાનો સમય હતો. દક્ષિણ નાઇજીરિયાના ઓન્ડો રાજ્યમાં આવેલું ઇગ્બોકોડા વિસ્તાર સામાન્ય રીતે પોતાની નદી, સ્વેમ્પ અને માછીમારી માટે જાણીતો છે. પરંતુ સોમવારે અચાનક આવેલા એક મોટા અવાજે સ્થાનિક લોકોમાં ભય ફેલાવી દીધો. થોડા સમય બાદ ખબર પડી કે એક લશ્કરી વિમાન ભયાનક રીતે ક્રેશ થયું છે. દુર્ઘટના એટલી ગંભીર હતી કે વિમાનમાં સવાર 25 મુસાફરો અને સાત ક્રૂ સભ્યો સહિત તમામ 32 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ નાઇજીરિયાના રાષ્ટ્રપતિ બોલા ટીનુબુએ કરી.
ADVERTISEMENT

રાષ્ટ્રપતિ અને નાઇજીરિયાની વાયુસેનાના જણાવ્યા અનુસાર, આ પેસેન્જર વિમાન દક્ષિણ નાઇજીરિયાના બેનિન શહેરથી લાગોસના આર્થિક કેન્દ્ર તરફ નિયમિત મિશન પર જઈ રહ્યું હતું. જોકે, મુસાફરી દરમિયાન વિમાન ઓન્ડો રાજ્યના ઇગ્બોકોડા વિસ્તારમાં સવારે લગભગ 9:00 વાગ્યે ક્રેશ થયું.
ADVERTISEMENT
ટીનુબુના કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં રાષ્ટ્રપતિએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે આ અકસ્માતને ગંભીરતાથી લેતા નાઇજીરિયાની વાયુસેનાને ક્રેશના કારણની તાત્કાલિક અને સંપૂર્ણ તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શોધવાનું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT

નાઇજીરિયાના ઉડ્ડયન મંત્રી ફેસ્ટસ કેઆમોએ અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે વિમાન નૌકાદળના બેઝ નજીક ક્રેશ થયું હતું. કેઆમો અને રાષ્ટ્રપતિ ટીનુબુ બંનેએ વિમાનને ATR-42 તરીકે વર્ણવ્યું હતું. ATR-42 ટ્વિન-એન્જિન ટર્બોપ્રોપ વિમાન છે, જે સામાન્ય રીતે લગભગ 30થી 50 મુસાફરોને લઈ જઈ શકે છે.
ADVERTISEMENT
દુર્ઘટના બાદ અકસ્માત સ્થળની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પણ જોવા મળ્યા હતા. એક વીડિયોમાં નદી નજીક મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા જોવા મળ્યા હતા, જ્યારે બચાવ ટીમો બોટ દ્વારા આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી રહી હતી. પાણી અને સ્વેમ્પથી ભરેલા વિસ્તારમાં બચાવ કામગીરી કરવી પણ એક મોટો પડકાર બની હતી.
ADVERTISEMENT
આ અકસ્માતનો અવાજ લગભગ એક કિલોમીટર દૂર રહેતા 39 વર્ષીય ડેયો અકિએન્ટેએ પણ સાંભળ્યો હતો. ડેયોએ એએફપીને જણાવ્યું હતું કે તેને શરૂઆતમાં લાગ્યું હતું કે કદાચ વીજળી પડી રહી છે. પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ સ્પષ્ટ થઈ અને વિસ્તારમાં વિમાન દુર્ઘટના થઈ હોવાનું સામે આવ્યું. રિપોર્ટ જણાવ્યા અનુસાર, અકસ્માત પછી ત્રણ વિમાનો પણ તે જ વિસ્તારની ઉપરથી ઉડતા જોવા મળ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે સ્વેમ્પમાં માછીમારી કરવા ગયેલા એક વ્યક્તિએ નજીકના નૌકાદળના મથક અને શહેરના લોકોને અકસ્માત વિશે જાણ કરી હતી. ત્યારબાદ બચાવ અને શોધ કામગીરી શરૂ કરવામાં આવી.
ADVERTISEMENT
આ પણ વાંચો : વલસાડમાં પડોશીએ પડોશીની કરી નાખી હત્યા, કારણ જાણીને કંપી જશો, આરોપીની ધરપકડ
ઇગ્બોકોડા દક્ષિણ નાઇજીરિયાના ઇલાજે વિસ્તારમાં આવેલું છે, જે દેશના તેલ ઉત્પાદક વિસ્તારોમાંનું એક છે. નદી, સ્વેમ્પ અને દરિયાકાંઠાના વિસ્તારો ધરાવતા આ વિસ્તારમાં અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. નાઇજીરિયાના રાષ્ટ્રપતિ દ્વારા તપાસના આદેશ બાદ હવે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ આગળ વધશે. વિમાનમાં સવાર તમામ 32 લોકોના મોતથી તેમના પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ છે અને આ દુર્ઘટનાએ નાઇજીરિયાના ઉડ્ડયન ક્ષેત્રમાં ફરી એક વખત સુરક્ષા અંગેના પ્રશ્નો ઊભા કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.