ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઘરઆંગણે રમી રહેલા 3 વર્ષના બાળકને દીપડો જંગલ તરફ ખેંચી ગયો, અઢી કલાકની બાદ બાળકનો મૃ*તદેહ મળ્યો

નવસારી / ઘરઆંગણે રમી રહેલા 3 વર્ષના બાળકને દીપડો જંગલ તરફ ખેંચી ગયો, અઢી કલાકની બાદ બાળકનો મૃ*તદેહ મળ્યો

Published By: Nidhi Panchal

Last Updated: 08:42 AM, 6 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાતના અંધારામાં ઘર નજીકથી અચાનક બાળકને દીપડો ખેંચી જાય અને પરિવારની આંખો સામે તે ગાયબ થઈ જાય... વાંસદાના ભીનાર ગામમાં આવી જ એક હચમચાવી નાખે તેવી ઘટના બની. ઘટનાની જાણ થતાં ગ્રામજનો, વન વિભાગ અને પોલીસની ટીમોએ અઢી કલાક સુધી શોધખોળ કરી, પરંતુ અંતે ત્રણ વર્ષના માસૂમ બાળકનો મૃતદેહ મળી આવ્યો.

ADVERTISEMENT

નવસારીના વાંસદા તાલુકાના ભીનાર ગામના કુંભાર ફળિયામાં દીપડાના હુમલામાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે. રાત્રિના સમયે બનેલી આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવાર માટે સામાન્ય લાગતી સાંજ અચાનક ભયાનક ઘટનામાં ફેરવાઈ ગઈ, જ્યારે ઘર નજીક રમતા બાળકને દીપડો જંગલ તરફ ખેંચી ગયો હતો.

Dipdo-2

બાળક શૌચક્રિયા માટે ઘર નજીક ગયો

મળતી માહિતી પ્રમાણે, બાળક શૌચક્રિયા માટે ઘર નજીક ગયો હતો. તે દરમિયાન દીપડાએ તેના પર હુમલો કર્યો અને તેને ઊંચકીને જંગલ તરફ લઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યારબાદ ગામના સરપંચે તાત્કાલિક વન વિભાગ અને પોલીસને જાણ કરી હતી. ભીનાર ગામના સરપંચ જિતેન્દ્રકુમાર રણજીતભાઈ પટેલે જણાવ્યું હતું કે સાંજે આશરે 8:12 વાગ્યે તેમને કુંભાર ફળિયામાંથી ફોન આવ્યો હતો કે શૌચક્રિયા માટે ગયેલા નાના બાળકને દીપડો ઊંચકીને લઈ ગયો છે. માહિતી મળતાની સાથે જ તેમણે વન વિભાગ અને પોલીસ સ્ટાફને જાણ કરી હતી. ત્યારબાદ વન વિભાગ અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

byte-2

વન વિભાગ અને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું

બાળકને શોધવા માટે વન વિભાગ અને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. લગભગ અઢી કલાક સુધી શોધખોળ કરવામાં આવી હતી. લાંબી શોધખોળ બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ બાળકને 108 એમ્બ્યુલન્સ મારફતે વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

વન વિભાગે શરૂ કર્યું સર્ચ ઓપરેશન

DCF વલસાડ ભગીરથસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, ધરમપુર સબ ડિવિઝન, વલસાડ નોર્થ ફોરેસ્ટ ડિવિઝનના જણાવ્યા અનુસાર, રાત્રે આશરે 8:30 વાગ્યાના અરસામાં ભીનાર ગામમાંથી બાળકને દીપડો ખેંચીને લઈ ગયો હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાં જ વાંસદા પૂર્વ અને વાંસદા પશ્ચિમ રેન્જના RFO પોતાના સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બાળકને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયો હતો.
Byte-1

ભગીરથસિંહ ઝાલા

ભગીરથસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે ભીનાર ગામમાં આ ઘટનાના બે દિવસ પહેલાં પણ દીપડા અંગે ફરિયાદ મળી હતી, જોકે તે ગામના બીજા ફળિયામાંથી હતી. ત્યારબાદ ત્યાં પાંજરા પણ ગોઠવવામાં આવ્યા હતા. દીપડાને પકડવા માટે એનિમલ ટ્રેપિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ દીપડો પાંજરામાં ફસાયો નહોતો. હવે બનેલી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને પગલે વન વિભાગે વધુ સઘન કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં વન વિભાગે પાંચ ટીમો બનાવી છે, જે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની આગેવાની હેઠળ કામગીરી કરી રહી છે. દીપડાને પકડવા માટે વધુ પાંજરા ગોઠવવાની કામગીરી પણ ચાલુ છે. વન વિભાગનો પ્રયાસ છે કે શક્ય તેટલી વહેલી તકે દીપડાને ટ્રેપ કરીને રેસ્ક્યુ કરવામાં આવે.

રાત્રે બહાર નીકળતા લોકોને વન વિભાગની ખાસ સૂચના

ઘટના બાદ રાત્રિના સમયે વાડી અને રિમોટ વિસ્તારમાં રહેતા લોકો માટે ખાસ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. વન અધિકારીએ જણાવ્યું હતું કે જે લોકો વાડી વિસ્તારમાં અથવા દૂરના વિસ્તારોમાં રહે છે અને રાત્રે કુદરતી હાજતે અથવા અન્ય જરૂરી કામ માટે ઘરની બહાર જતા હોય, તેમણે ખાસ સાવચેતી રાખવી જોઈએ. સૌથી પહેલાં ઘરની આસપાસ અને બહાર પૂરતો પ્રકાશ રાખવો જરૂરી છે. અંધારાવાળા સ્થળોએ એકલા જવાનું ટાળવું અને આસપાસના વિસ્તાર અંગે સાવચેત રહેવું જરૂરી છે.

આ પણ વાંચો : વલસાડમાં પડોશીએ પડોશીની કરી નાખી હત્યા, કારણ જાણીને કંપી જશો, આરોપીની ધરપકડ

વન વિભાગે માંસાહારના અવશેષોના યોગ્ય નિકાલ અંગે પણ લોકોને સૂચના આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે નોન-વેજ ખાધા બાદ તેના અવશેષો યોગ્ય રીતે ડિસ્પોઝ કરવા જોઈએ, જેથી તેની ગંધથી વન્યપ્રાણીઓ માનવ વસાહત તરફ આકર્ષાય નહીં. ત્રણ વર્ષના માસૂમ બાળકના મોતથી ભીનાર ગામમાં ભારે શોક છવાયો છે. બીજી તરફ, વન વિભાગની પાંચ ટીમો અને પોલીસની મદદથી દીપડાને પકડવાની કામગીરી આગળ વધી રહી છે. હવે ગ્રામજનોની નજર એ વાત પર છે કે હુમલો કરનાર દીપડો ક્યારે પાંજરામાં ઝડપાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navsari Leopard Bhinara Village Vansda Leopard Attack

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ