ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'પાસથી વધુ લોકોને પ્રવેશ નહીં, ડ્રોનથી ખેલૈયા પર નજર, અમદાવાદમાં નવરાત્રિને લઈ આયોજકો સાથે પોલીસની બેઠક

પર્વ / 'પાસથી વધુ લોકોને પ્રવેશ નહીં, ડ્રોનથી ખેલૈયા પર નજર, અમદાવાદમાં નવરાત્રિને લઈ આયોજકો સાથે પોલીસની બેઠક

Published By: Hiralal Parmar
Reported By: Alpesh Goswami

Last Updated: 10:00 PM, 5 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં નવરાત્રિના આયોજકો સાથે અમદાવાદ ગ્રામ્ય પોલીસની બેઠક યોજાઈ હતી જેમાં ગરબા આયોજકોને કેટલાક ખાસ નિર્દેશ અપાયા હતા.

ADVERTISEMENT

નવરાત્રિ નજીકમાં છે ત્યારે અમદાવાદ ગ્રામ પોલીસ પણ સક્રિય થઈ છે અને આજે ગરબા આયોજકોની એક મોટી બેઠક બોલાવી હતી જેમાં આયોજકોને સ્પસ્ટ કહેવામાં આવ્યું કે નવરાત્રી દરમિયાન પોલીસની ગાઇડલાઇનનું પાલન કરવું ફરજિયાત છે. અમદાવાદ ગ્રામ્યમાં શેરી ગરબા સાથે મળીને 890 અરજી આવી છે. ગરબા આયોજકે 4 ગાઈડ લાઇન પાલન કરવું ફરજિયાત છે તેમજ પોલીસ ટીમ ગરબા સ્થળનું ચેકીંગ કરશે. આયોજકોને એવો પણ નિર્દેશ અપાયો છે કે પાસથી વધુ લોકોને પ્રવેશ નહીં આપવામાં આવે તેમજ ખેલૈયા પર ડ્રોનથી નજર રાખવામાં આવશે.

બજરંગ દળે નવરાત્રિ માટે કેટલીક શરતો મૂકી?

બજરંગ દળે નવરાત્રિ માટે કેટલીક શરતો મૂકી છે જેમાં તિલક કરનારને જ ગરબામાં એન્ટ્રી મળશે અને વિધર્મીઓને કોઈ પણ રીતે ગરબામાં એન્ટ્રી નહીં મળે. આયોજનમાં બાઉન્સર અને સાઉન્ડ સિસ્ટમ પણ હિન્દૂ હોવા જોઈએ. વિધર્મીઓ બહેન દીકરીઓને ફસાવે છે તેથી તેમની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વડોદરામાં ગરબા આયોજકોએ શું પગલું ભર્યું?

વડોદરામાં નવરાત્રિમાં અનિચ્છનીય બનાવ ન બને અને ગરબાની પવિત્રતા જળવાઈ રહે તે માટે આયોજકો દ્વારા કેટલાક પગલાં ભરવામાં આવ્યાં છે. અસામાજિક તત્વો કે વિધર્મીઓ ખોટી રીતે ઓળખ છુપાવીને કે ખોટા આશયથી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ ન કરી શકે અને ખેલૈયાઓની સુરક્ષા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે આ કડક આચારસંહિતા ઘડવામાં આવી છે.

વધુ વાંચો : સુરતના કોસંબામાં પોલીસે કબર ખોદીને કંકાલ બહાર કાઢ્યું, પતિ પત્નીએ હત્યા કરીને લાશ દફનાવી દીધી હતી

વિહિપ દ્વારા ગાઈડલાઈન જાહેર

નવરાત્રિ તહેવાર દરમિયાન ગરબા પંડાલોમાં બિન-હિન્દુઓના પ્રવેશને રોકવા અને લવ જેહાદની પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા ખાસ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

navaratri 2026 news navaratri 2026 navaratri

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ