ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વકીલોના ઉગ્ર વિરોધ પ્રદર્શન સામે ઝૂકી ગુજરાત સરકાર, ભાડા બીલના અમલ પર પ્રતિબંધ, ક્યારે રજૂ થશે?

ગાંધીનગર / વકીલોના ઉગ્ર વિરોધ પ્રદર્શન સામે ઝૂકી ગુજરાત સરકાર, ભાડા બીલના અમલ પર પ્રતિબંધ, ક્યારે રજૂ થશે?

Published By: Hiralal Parmar
Reported By: Parth Jani

Last Updated: 06:00 PM, 5 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વકીલોના ઉગ્ર વિરોધ પ્રદર્શનની વચ્ચે ગુજરાત સરકારે તેનું સૂચિત ભાડા બીલને હાલ પુરતું મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

ગુજરાતમાં ચર્ચાનો વિષય બનેલા ગુજરાત ભાડા બીલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. વકીલોના ઉગ્ર વિરોધ પ્રદર્શનની વચ્ચે ગુજરાત સરકારે તેનું સૂચિત ભાડા બીલને હાલ પુરતું મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. બીલ હવે પુનઃવિચારણા માટે રાજ્યપાલ પરત મોકલશે.

ફેબ્રુઆરી 2028માં ભાડા બીલ રજૂ કરાશે

ફેબ્રુઆરી 2028માં સુધારિત ભાડા બીલ રજૂ કરવામાં આવશે. સરકારના આ પગલાથી વકીલ સમુદાયને મોટી રાહત મળી છે.

જૂના નિયમો મુજબ ભાડા કરારની કામગીરી યથાવત રહેશે

ફેબ્રુઆરી 2028માં સુધારિત ભાડા બીલ રજૂ કરવામાં આવશે. સરકારે ભાડા બીલને હાલ પુરતું ટાળી દીધું હોવાથી હવે જૂના નિયમો મુજબ જ તમામ ભાડા કરાર અને તેની સાથે સંકળાયેલી દસ્તાવેજી કામગીરી યથાવત રાખવામાં આવશે.

એડવોકેટ જનરલે કોર્ટમાં શું રજૂઆત કરી?

એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સરકાર વતી કોર્ટમાં ખાતરી આપતા જણાવ્યું હતું કે, સરકારે બાર કાઉન્સિલ સાથે ચર્ચા-વિચારણા કરી છે. રાજ્યપાલ આ વિધેયક પર હાલ સહી નહીં કરે સરકાર આ મામલે પ્રયાસ કરી રહી છે અને જે મૂળ કાયદો હતો તેને પરત લેવામાં આવે તે દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. સરકાર તરફથી આપવામાં આવેલી આ ખાતરી બાદ પણ વકીલોનો વિરોધ સંપૂર્ણપણે શાંત થયો નથી.
વધુ વાંચો : વિદેશથી MBBS કરેલા ઇન્ટર્ન ડોક્ટરો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, દર મહિને મળશે આટલું સ્ટાઇપેન્ડ

અમદાવાદમાં વકીલોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

ઉલ્લેખનીય છે કે વકીલોએ આજે અમદાવાદમાં ભાડા બીલના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ, ગ્રામ્ય કોર્ટ તેમજ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં વકીલો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વકીલોએ કોર્ટ પરિસરમાં સૂત્રોચ્ચાર કરી વિધેયક સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત વકીલો દ્વારા બાઈક રેલી યોજી ઇન્કમટેક્સ સર્કલ નજીક પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujarat gujarat rent bill news gujarat rent bill

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ