ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:05 PM, 5 October 2026
ADVERTISEMENT
દુનિયા સામે હવે વધુ એક મોટા સંકટનો ખતરો ઉભો થયો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે વૈશ્વિક ખાદ્ય સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે મહત્વના દરિયાઈ માર્ગોમાં અવરોધથી ખાદ્ય સંકટ વધુ ગંભીર બની શકે છે.મ્યુનિકમાં યોજાયેલી બેઠક દરમિયાન નાણામંત્રીએ હોર્મુઝ સ્ટ્રેટ અને બાબ અલ-મંદેબ જેવા મહત્વના દરિયાઈ માર્ગોમાં વિક્ષેપની અસર અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત આ પડકારનો સામનો કરવા માટે સતત જરૂરી પગલાં લઈ રહ્યું છે.
ADVERTISEMENT
નિર્મલા સિતારમણે કહ્યું કે હોર્મુઝ અને બાબ અલ-મંદેબ જેવા મહત્વના દરિયાઈ માર્ગોમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ વૈશ્વિક ખાદ્ય સુરક્ષા માટે મોટો પડકાર બની શકે છે. આ માર્ગો દ્વારા મોટી માત્રામાં માલસામાન અને જરૂરી ચીજવસ્તુઓની હેરફેર થાય છે.તેમણે મલક્કા સ્ટ્રેટનો પણ ઉલ્લેખ કર્યો હતો. હાલ મલક્કા સ્ટ્રેટમાં કોઈ મોટી સમસ્યા નથી પરંતુ ત્યાં પણ જો દરિયાઈ પરિવહન ખોરવાય તો વૈશ્વિક સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
ADVERTISEMENT
નાણામંત્રીએ જણાવ્યું કે ઊંચા ભાવ,મર્યાદિત શિપિંગ ઉપલબ્ધતા અને ભારે વીમા પ્રીમિયમને કારણે ખાતરની આયાતમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. જો ખાતરની સપ્લાયમાં લાંબો સમય વિક્ષેપ આવે તો તેની અસર ખેતી અને ખાદ્ય ઉત્પાદન પર પડી શકે છે.આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે ખાતર લાવતી શિપિંગ લાઈનોને મદદ કરવા માટે શિપિંગ ઇમરજન્સી ફંડ બનાવ્યું છે. આ ફંડ વધતા વીમા પ્રીમિયમ અને પેમેન્ટ સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદરૂપ બનશે.
ADVERTISEMENT
વૈશ્વિક સપ્લાય ચેઇન પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારત દેશમાં જ યુરિયા અને ફોસ્ફેટનું ઉત્પાદન વધારવા પર ભાર આપી રહ્યું છે. નાણામંત્રીએ કહ્યું કે સ્થાનિક ઉત્પાદન વધારવાથી આયાત પરનો આધાર ઓછો કરી શકાય છે.જોકે સ્થાનિક ઉત્પાદન વધારવામાં સમય લાગશે. તેથી હાલની વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ખાતરની ઉપલબ્ધતા જાળવી રાખવી પણ એક મોટો પડકાર છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ઈરાન સંઘર્ષ વચ્ચે ક્રૂડ ઓઈલ $100 પાર, OPEC+નો ઉત્પાદન યથાવત રાખવાનો નિર્ણય
ADVERTISEMENT
નિર્મલા સિતારમણે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલની વાતચીત અંગે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેની વાટાઘાટો હવે એક સ્થિર સ્થિતિ પર પહોંચી છે અને આ તબક્કે કોઈપણ પક્ષ માટે વધુ આપવું કે વધુ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે.ભારત અને અમેરિકા ફેબ્રુઆરી 2025થી વ્યાપક દ્વિપક્ષીય વેપાર કરાર અંગે વાતચીત કરી રહ્યા છે. બંને દેશો વચ્ચે વેપાર વધારવા અને 2030 સુધી દ્વિપક્ષીય વેપારને 500 અબજ ડોલરથી વધુ સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ADVERTISEMENT
હોર્મુઝ, બાબ અલ-મંદેબ અને મલક્કા જેવા દરિયાઈ માર્ગો વૈશ્વિક વેપાર માટે મહત્વના છે. આમાંથી કોઈ માર્ગ પર લાંબા સમય સુધી અવરોધ થાય તો શિપિંગ ખર્ચથી લઈને કાચા માલ, ખાતર અને અન્ય જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય પર અસર પડી શકે છે.આ જ કારણસર ભારત સહિત અનેક દેશો વૈકલ્પિક સપ્લાય ચેઇન અને સ્થાનિક ઉત્પાદન પર ભાર આપી રહ્યા છે. નાણામંત્રીની ચેતવણી બાદ વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને સપ્લાય ચેઇનને લઈને પડકાર ફરી ચર્ચામાં આવ્યો છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો