ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વૃદ્ધ પર હુમલો કરી અકસ્માતનું તરકટ રચ્યું, CCTV ફૂટેજના આધારે થયો ખુલાસો

ક્રાઈમ / વૃદ્ધ પર હુમલો કરી અકસ્માતનું તરકટ રચ્યું, CCTV ફૂટેજના આધારે થયો ખુલાસો

Published By: Vishal Khamar

Last Updated: 02:32 PM, 5 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોબલનગરના દ્વારકાનગરમાં વૃદ્ધ પર હુમલાની ઘટના સામે આવી છે. CCTVમાં હુમલો સામે આવ્યા બાદ એરપોર્ટ પોલીસે કૈલાસ મારવાડી વિરુદ્ધ તપાસ શરૂ કરી.

ADVERTISEMENT

નોબલનગર વિસ્તારમાં આવેલા દ્વારકાનગરમાં વૃદ્ધ પર હુમલાની ઘટના સામે આવી છે. દ્વારકાનગરમાં રહેતા ગજેન્દ્ર પાસવાને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કૈલાસ મારવાડી વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી છે.

ગજેન્દ્ર નરોડા જીઆઈડીસીમાં નોકરી કરે છે. દરમિયાન ગઈ કાલે ગજેન્દ્રના મોબાઇલ પર એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેના પિતાજી રસ્તા પર પડી ગયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ફોન આવતાં ગજેન્દ્રને પોતાના પિતા નારદભાઈ પાસવાનને અકસ્માત નડ્યો હોવાનું લાગ્યું હતું, જેથી તે ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જોકે પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તપાસતાં સમગ્ર ઘટનાની હકીકત કંઈક અલગ જ હોવાનું સામે આવ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં નારદભાઈને કૈલાસ મારવાડી નામનો યુવક માર મારતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત નારદભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાથી હાલ આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. આ બનાવના પગલે ગજેન્દ્ર પાસવાને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કૈલાસ મારવાડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે આરોપી સામે કાર્યવાહી કરવાની દિશામાં તપાસ આગળ ધપાવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં એક દિવસમાં જ સિઝનનો 35 ટકા વરસાદ વરસી ગયો, 11 દિવસમાં 83 ટકા વરસાદ વરસ્યો, વરસાદની પેટર્ન બદલાતાં ચિંતા વધી

પોલીસ તપાસમાં કૈલાસ મારવાડી વિરુદ્ધ અગાઉ ચોરી સહિતના વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાની માહિતી પણ સામે આવી છે. હવે વૃદ્ધ પર હુમલો કરવા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને ઘટનાના સમયે તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ હાજર હતી કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kailas Marwadi Noblenagar elderly man attack Ahmedabad crime news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ