ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં એક દિવસમાં જ સિઝનનો 35 ટકા વરસાદ વરસી ગયો, 11 દિવસમાં 83 ટકા વરસાદ વરસ્યો, વરસાદની પેટર્ન બદલાતાં ચિંતા વધી

હવામાન અપડેટ / અમદાવાદમાં એક દિવસમાં જ સિઝનનો 35 ટકા વરસાદ વરસી ગયો, 11 દિવસમાં 83 ટકા વરસાદ વરસ્યો, વરસાદની પેટર્ન બદલાતાં ચિંતા વધી

Published By: Vishal Khamar

Last Updated: 12:48 PM, 5 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં 2026ના ચોમાસા દરમિયાન કુલ વરસાદનો 83% હિસ્સો માત્ર 11 દિવસમાં નોંધાયો. 23 જુલાઈએ 24 કલાકમાં 11.65 ઈંચ વરસાદ સાથે સૌથી ભારે દિવસ રહ્યો.

ADVERTISEMENT

ચોમાસાની ત્રણ મહિનાની સિઝનમાં અમદાવાદ માટે ગણતરીના કેટલાક દિવસો જ સૌથી વધુ વરસાદવાળા સાબિત થયા છે. ચોક્કસ રીતે કહીએ તો માત્ર ૧૧ દિવસમાં શહેરમાં સિઝનના કુલ વરસાદનો ૮૩ ટકા વરસાદ નોંધાયો હતો. આ ભારે વરસાદ જુલાઈ અને સપ્ટેમ્બરના કેટલાક દિવસોમાં પડ્યો હતો.

અમદાવાદમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું સત્તાવાર આગમન ૧ જુલાઈએ થયું હતું, જ્યારે સમગ્ર ગુજરાતમાં ચોમાસું સામાન્ય કરતાં એક સપ્તાહ મોડું પહોંચ્યું હતું, બીજી તરફ ૩ ઓક્ટોબરે અમદાવાદમાંથી ચોમાસાની વિદાય થઈ, જે સામાન્ય સમય કરતાં મોડી હતી. સમગ્ર સિઝન દરમિયાન રાજ્યમાં વરસાદની પેટર્ન અત્યંત અનિયમિત રહી હતી.

23 જુલાઈ સૌથી ભારે દિવસ: 24 કલાકમાં 11.65 ઈંચ વરસાદ

અમદાવાદ માટે આ ચોમાસાની સૌથી મોટી ઘટના 23 જુલાઈ રહી હતી. આ દિવસે ધોધમાર વરસાદના કારણે માત્ર 24 કલાકમાં 11.65 ઈંચ વરસાદ ખાબક્યો હતો. એક જ દિવસમાં પડેલો આ વરસાદ મોસમના કુલ વરસાદના 35 ટકા જેટલો હતો. મહિનાની શરૂઆતમાં અમદાવાદમાં સિઝનના સામાન્ય વરસાદની સરખામણીએ વરસાદનો આંકડો 75.8 ટકા હતો, જે 1 ઓક્ટોબર સુધીમાં વધીને ૧૦૭.૩ ટકા થઈ ગયો હતો.

વર્ષ પ્રમાણે અમદાવાદમાં વરસાદની પેટર્ન

વર્ષ વાર્ષિક વરસાદ સામાન્ય સરેરાશની ટકાવારી

આંકડા સંબંધિત વર્ષના ૪ ઓક્ટોબર સુધીના છે. ટકાવારીની ગણતરી ૨૦ વર્ષના મૂવિંગ એવરેજને આધાર બનાવી કરવામાં આવી છે.

ગુજરાતમાં સરેરાશ વરસાદ સામાન્ય કરતાં ૧૧ ટકા ઓછો

સમગ્ર ગુજરાતમાં સિઝનનો સરેરાશ વરસાદ સામાન્યના ૮૯ ટકા એટલે કે સામાન્ય કરતાં ૧૧ ટકા ઓછો નોંધાયો છે, જોકે આ વર્ષે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની અસમાનતા ખૂબ જ જોવા મળી હતી. એક તરફ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં સામાન્ય કરતાં ૩૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો, બીજી તરફ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જેવા વિસ્તારોમાં ૬૦ ટકા કે તેથી વધુ વરસાદની ઘટ નોંધાઈ હતી.

આ પણ વાંચોઃ હિન્દુ યુવતીના અંગત વીડિયો ઉતારનાર ક્લબ 71 જિમ સંચાલકના 3 દિવસના રિમાન્ડ મંજૂર, રેડ દરમિયાન 1300 ફોટા મળી આવ્યા હતા

૨૦૨૬ના થોડા જ દિવસોમાં પડ્યો અતિભારે વરસાદ

ભારતીય હવામાન વિભાગે તાજેતરમાં આ વર્ષના દક્ષિણ-પશ્ચિમ ચોમાસા અંગેનું વિશ્લેષણ જાહેર કર્યું છે, તેમાં જણાવાયું છે કે આ વર્ષે અતિભારે વરસાદની ઘટનાઓ દેશના મધ્ય ભાગના કેટલાક વિસ્તારોમાં કેન્દ્રિત રહી હતી. આ વિસ્તારોમાં કોંકણ અને ગોવા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છ, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, કેરલમ અને ગંગાના પશ્ચિમ બંગાળના વિસ્તારોનો સમાવેશ થાય છે. નકશાના વિશ્લેષણ મુજબ આશરે ૧૧૫થી ૨૦૪ મિમી વરસાદની ૫૧ અતિભારે વરસાદની ઘટનાઓ નોંધાઈ હતી. જ્યારે ૨૦૪ મિમીથી વધુ વરસાદની આશરે ૩૪ અત્યંત ભારે વરસાદની ઘટનાઓ નોંધાઈ હતી. આ ઘટનાઓ મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં કેન્દ્રિત રહી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad rainfall 2026 Ahmedabad monsoon rainfall Gujarat monsoon 2026

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ