ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં મોટા ભાઈએ નાના ભાઈની 12 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું, પોર્ન વીડિયો દેખાડ્યો, ધરપકડ કરાઈ
Last Updated: 05:00 PM, 5 October 2026
ADVERTISEMENT
અમદાવાદના રામોલમાંથી 12 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મનો ગંભીર બનાવ સામે આવ્યો છે..સગીરાના જ પરિવારના નજીકના સગા સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. આરોપીએ સગીરાને પોર્ન વીડિયો બતાવી દુષ્કર્મ આચર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. રામોલ પોલીસે આરોપીની અંકલેશ્વરથી ધરપકડ કરી છે.
ADVERTISEMENT
એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું, પોર્ન વીડિયો દેખાડ્યો
કાળા બુરખામાં જોવા મળતા શખ્સની દુષ્કર્મ કેસમાં રામોલ પોલીસે ધરપકડ કરી છે.. આ આરોપીએ પોતાના સગા નાના ભાઈની 12 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે.. 15 સપ્ટેમ્બરે 12 વર્ષની દીકરી ઘરે એકલી હતી ત્યારે આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ છે.આરોપીએ સગીરાને પોર્ન વીડિયો બતાવ્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.ત્યારબાદ ગત 2 ઓક્ટોબરે ફરી આરોપીએ સગીરા સાથે અડપલા કર્યા હોવાનો આક્ષેપ છે…સગીરાએ સમગ્ર ઘટના પોતાની માતાના મિત્રને જણાવી હતી..માતાના મિત્રએ સગીરાની માતાને જાણ કરતા સમગ્ર મામલો પરિવારના ધ્યાને આવ્યો હતો.. આ દરમ્યાન આરોપી મોબાઈલ બંધ કરીને ફરાર થઇ ગયો હતો. રામોલ પોલીસે મોબાઈલ લોકેશન અને ટેક્નિકલ મદદથી અંકલેશ્વરથી આરોપીની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
શારીરિક અડપલા કરતા બાળકીએ ભાંડો ફોડ્યો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રામોલ વિસ્તારમાં પત્નિ અને બે બાળકો સાથે રહેતો હતો..પરંતુ પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પત્નિ રિસાઈને પિયર જતી રહી હતી..જેથી આરોપી છેલ્લા 6 માસથી પોતાના સગા નાના ભાઈના ઘરે રહેવા આવ્યો હતો.. આરોપી અને તેનો નાનો ભાઈ ભરૂચ ખાતે દહેજ માં એક ફેકટરીમાં નોકરી કરતા હતા.. અને નોકરીમાંથી રજા લઈને ઘરે આવતા હતા.. 15 સપ્ટેમ્બર ના રોજ આરોપી અને તેનો નાનો ભાઈ રજા લઈને આવ્યા હતા.. પરિવારના અન્ય સભ્યો બહાર ગયા હતા..ઘરે 12 વર્ષની દીકરી અને તેનો નાનો ભાઈ ઘરે એકલા હતા..ત્યારે આરોપીએ પોર્ન વિડિઓ બતાવીને દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.. ડરી ગયેલી દીકરીએ કોઈને જાણ કરી નહતી.. પરંતુ ફરી 2 ઓક્ટોબર તેની સાથે શારીરિક અડપલા કરતા બાળકીએ ભાંડો ફોડી દીધો હતો.. રામોલ પોલીસે દુષ્કર્મ અને POCSO સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વૃદ્ધ પર હુમલો કરી અકસ્માતનું તરકટ રચ્યું, CCTV ફૂટેજના આધારે થયો ખુલાસો
આરોપીની ધરપકડ
ADVERTISEMENT
હાલ રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે પોલીસ બાળકીના મેડિકલ તપાસ સાથે વૈજ્ઞાનિક અને ટેક્નિકલ પુરાવાના આધારે FSL તપાસ ઉપરાંત મોબાઇલ ડેટા રિકવરી, CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.