ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / જીવતા લોકોનું પણ થાય છે શ્રાદ્ધ અને પિંડદાન, દેશના આ પવિત્ર સ્થળે લોકો પોતાના જીવનકાળમાં જ કેમ કરાવે છે પિંડદાન?
7 ફોટો ગેલેરી
Last Updated: 10:31 PM, 5 October 2026
1/7
પિતૃપક્ષમાં લોકો પોતાના દિવંગત પૂર્વજો માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરે છે. જેમાં કાશી, બદ્રીનાથ, હરિદ્વાર, ઉજ્જૈન સહિત દેશના અનેક પવિત્ર સ્થળો પર આ કર્મ થાય છે. પરંતુ બિહારના ગયાજીમાં શ્રાદ્ધકર્મનું મહત્વ ખાસ માનવામાં આવે છે. અહીં દૂર-દૂરથી લોકો આવે છે અને પિતૃઓની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરે છે. જેમાં આશ્ચર્યની વાત એ છે કે ગયાજીની પવિત્ર ભૂમિ પર જીવતા લોકો પણ પોતાનું શ્રાદ્ધ કરાવે છે.
2/7
ગયામાં પિંડદાન માટે અનેક ધાર્મિક સ્થળો છે પરંતુ જનાર્દન મંદિર વેદીમાં આત્મશ્રાદ્ધની પરંપરા છે. આ સ્થાન ભસ્મકૂટ પર્વત પર મા મંગલા ગૌરી મંદિરની ઉત્તર દિશામાં આવેલું છે. માન્યતા અનુસાર અહીં લોકો જીવતા જ પોતાનું શ્રાદ્ધ કરવા આવે છે. તેને જ આત્મશ્રાદ્ધ કહેવામાં આવે છે. અહીં ભગવાન વિષ્ણુ જનાર્દન સ્વામીના રૂપમાં બીરાજમાન છે અને તેમને પિંડ અર્પણ કરવાથી વ્યક્તિને મોક્ષ મળે છે તેવી માન્યતા છે.
ADVERTISEMENT
3/7
આ પરંપરા ખાસ પરિસ્થિતિમાં અપનાવવામાં આવે છે. જેમને સંતાન નથી કે જેમને આશંકા રહે છે કે મૃત્યુ પછી તેમનું શ્રાદ્ધ અને પિંડદાન કરનાર કોઈ નહીં હોય તેવા લોકો અહીં આવીને મૃત્યુ પહેલાં જ પોતાનું શ્રાદ્ધ-પિંડદાન કરી લે છે. જેથી મૃત્યુ બાદ તેમની આત્મા પર કોઈ બોજ ન રહે અને મોક્ષ મળે. વૈરાગ્ય જીવન અપનાવનારા સાધુ-સંતો કે સાંસારિક જીવનથી દૂર થયેલા લોકો પણ આત્મશ્રાદ્ધ કરે છે. જેમાં મુખ્ય માન્યતા એ છે કે વ્યક્તિ પોતાના જીવનકાળમાં જ અંતિમ સંસ્કાર સંબંધિત ધાર્મિક કર્મ પૂરી કરી લે.
4/7
આત્મશ્રાદ્ધની પ્રક્રિયા ત્રણ દિવસમાં પૂરી થાય છે. ગયા પહોંચ્યા બાદ પહેલા તીર્થ સંબંધિત સંકલ્પ લેવામાં આવે છે અને પ્રાયશ્ચિતની પ્રક્રિયા થાય છે. ત્યારબાદ જનાર્દન સ્વામી મંદિરમાં પૂજા-અર્ચના અને મંત્ર-જાપ થાય છે. છેલ્લે વિધિવત ભગવાનને પિંડ અર્પણ કરવામાં આવે છે.
ADVERTISEMENT
5/7
આ પ્રક્રિયામાં દહીં અને ચોખાથી ત્રણ પિંડ તૈયાર કરવામાં આવે છે અને ભગવાન જનાર્દન સ્વામીને અર્પણ કરવામાં આવે છે. ધ્યાન આપવાની વાત એ છે કે આ પિંડોમાં તલનો ઉપયોગ નથી થતો જ્યારે સામાન્ય શ્રાદ્ધમાં તલનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પિંડ અર્પણ કરતી વખતે વ્યક્તિ ભગવાન પાસે પોતાના જીવન પછી મોક્ષની કામના કરે છે.
6/7
ભગવાનને પિંડ અર્પણ કરતી વખતે વ્યક્તિ પ્રાર્થના કરે છે કે તે જીવતા રહીને પોતાના માટે આ પિંડ અર્પણ કરી રહ્યો છે. મૃત્યુ પછી ઈશ્વરની કૃપાથી તેની આત્માને સદ્ગતિ અને મોક્ષ મળે એવી કામના કરવામાં આવે છે. આ રીતે આત્મશ્રાદ્ધ સામાન્ય શ્રાદ્ધથી અલગ છે. તેમાં મૃત્યુ પામેલા વ્યક્તિ માટે નહીં પણ જીવતો વ્યક્તિ પોતે પોતાના માટે ધાર્મિક કર્મ કરે છે.
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
9 ફોટોઝ
Bank FD Interest Rate / વધતી મોંઘવારી વચ્ચે શું ફરી વધી શકે FDના વ્યાજ દર? RBIના આગામી પગલાં પર નજર
ટોપ સ્ટોરીઝ