ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચાર લાખની ઉઘરાણી : MLA જીગ્નેશ મેવાણીની મુશ્કેલી વધી, પાલનપુર પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ

બનાસકાંઠા / ચાર લાખની ઉઘરાણી : MLA જીગ્નેશ મેવાણીની મુશ્કેલી વધી, પાલનપુર પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ

Published By: Hiralal Parmar
Reported By: Mogji Chaudhry

Last Updated: 07:15 PM, 3 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાર લાખની ઉઘરાણીના આરોપમાં વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે લેખિતમાં અરજી નોંધાઈ છે.

ADVERTISEMENT

ચાર લાખની ઉઘરાણીના આરોપમાં વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુશ્કેલી વધી છે. વડગામના ટોકરીયા ગામના યાકુબ શેરસિયાએ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે લેખિતમાં અરજી નોંધાવી છે. યાકુબ શેરસિયાએ જીગ્નેશ મેવાણી પર ચાર લાખ રૂપિયાની ઉઘરાણીનો આક્ષેપ કર્યો છે. યાકુબ શેરસિયાનો એવો પણ આક્ષેપ છે કે પોતાને ભાજપનો વ્યક્તિ ગણાવી હેરાન કરવામાં આવી રહ્યો છે.

શું હતો આખો બનાવ?

વડગામ તાલુકાના ટોકરીયા ગામમાં ગ્રામસભામાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જીજ્ઞેશ મેવાણીએ કાર્યકર્તા પાસેથી 4 લાખ લીધા હતા તથા તેમને ઈશારે ખોટું મતદાન પણ કરાયું હતું. વડગામ મતવિસ્તારમાં વિકાસના કામો માટે યોગ્ય ગ્રાન્ટ ન ફાળવવામાં આવતી હોવાની પણ રજૂઆત કરાઈ હતી. જેમાં એટ્રોસિટી એક્ટના નામે સમાજના લોકોને એકબીજા વિરુદ્ધ ભડકાવીને ભાગલા પાડવાનો અને ગ્રાન્ટની રકમનો વિવેકપૂર્ણ ખર્ચ ન થતો હોવાનો પણ દાવો કરાયો છે.

શિક્ષણ મંત્રીએ ઝાટકણી કાઢી

શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ જીજ્ઞેશ મેવાણીની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે વોટ ચોરીનો આક્ષેપ કરતાં મેવાણી ખોટું મતદાન કરાવતા અચકાતા નથી. જીજ્ઞેશ મેવાણીના ચૂંટણી પંચના આક્ષેપો નિરાધાર છે. રાજકારણમાં શુદ્ધીની વાત કરતા કોંગ્રેસે જીજ્ઞેશ મેવાણી સામે શિસ્તભંગની કાર્યવાહી કરવી જોઈએ.

વધુ વાંચો : અમદાવાદની પ્રગતિ સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીનીને અશ્લિલ મેસેજ મોકલ્યાં, DEOએ ફટકારી દીધી નોટીસ

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અનુસાર, જાહેર સભા દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે 4 લાખ રૂપિયા લીધા હોવાનો સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jignesh Mevani Jignesh Mevani news MLA Jignesh Mevani

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ