ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં યુવતીએ વાત કરવાનું બંધ કરી દેતા બિલ્ડરના પુત્રે પિતાનું અપહરણ કર્યું, ચપ્પુથી ઈજા પહોંચાડી
Last Updated: 05:37 PM, 3 October 2026
ADVERTISEMENT
સુરતમાં કોમ્પ્યુટરના વેપારીની પુત્રીએ બે મહિનાથી વાત કરવાનું બંધ કરતાં બિલ્ડરના પુત્ર રિષભ નાહટા અને તેના બે સાગરિતોએ વેપારી પિતાનું ભીમરાડ-કેનાલ રોડ પર રાત્રે પિસ્તોલ અને ચપ્પુ જેવા ઘાતક હથિયારો બતાવી અપહરણ કરી ગયા હતા. ચાલુ કારમાં વેપારીને ચપ્પુ વડે ઈજાઓ કરી મારી નાખવાની ધમકી આપી હતી. અલથાણ પોલીસે ગણતરીના કલાકમાં વેપારીને મુક્ત કરાવી બિલ્ડર પુત્ર સહિત ત્રણેયને આરોપીને દબોચી લીધા હતા.
ADVERTISEMENT
ફિલ્મી ઢબે અપહરણ
સુરતના ભીમરાડ-કેનાલ રોડ પર એક ચોંકાવનારી અને ફિલ્મી ઢબે અપહરણની ઘટના સામે આવી છે. શહેરના જાણીતા બિલ્ડર મુકેશ નાહટાના પુત્ર રીષભ નાહટાએ તેના બે સાગરીતો સાથે મળીને એક કોમ્પ્યુટર વેપારીનું પિસ્તોલ અને ચપ્પુની અણીએ અપહરણ કર્યું હતું. આ અપહરણ પાછળ કોઈ ખંડણી નહીં, પરંતુ એકતરફી મિત્રતાનો વિવાદ જવાબદાર છે. વેપારીની દીકરી અને બિલ્ડર પુત્ર રીષભ વચ્ચે છેલ્લા એક વર્ષથી મિત્રતા હતી, પરંતુ અચાનક યુવતીએ રીષભ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. આ બાબતે અકળાયેલો અને ગુસ્સામાં લાલચોળ થયેલો રીષભ વેપારીના ઘરે પહોંચ્યો હતો અને યુવતી ન મળતા તેના પિતા એટલે કે કોમ્પ્યુટરના વેપારીનું જ અપહરણ કરી, ચાલુ કારમાં ચપ્પુના ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ADVERTISEMENT
બિલ્ડર પુત્ર સહિત ત્રણેય આરોપીઓ
પહેલી ઓકટોબરના રોજ રાત્રે 10:40 વાગ્યાની આસપાસ પોલીસ કંટ્રોલ રૂમની 112 ઈમરજન્સી વાનને એક કોલ મળ્યો હતો. કોલ કરનારે માહિતી આપી કે ભીમરાડ-કેનાલ રોડ પરથી અજાણ્યા શખ્સો એક વ્યક્તિને પિસ્તોલ અને ચપ્પુ બતાવી જબરદસ્તી કારમાં ઉઠાવી ગયા છે. આ ગંભીર કોલ મળતા જ 112ના સ્ટાફે તાત્કાલિક અલથાણ પોલીસને સતર્ક કરી દીધી હતી. અલથાણ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોનું નેટવર્ક કામે લગાડી ગણતરીના કલાકોમાં જ સિટીલાઇટ વિસ્તારમાંથી બિલ્ડર પુત્ર સહિત ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા અને ભોગ બનનાર વેપારીને હેમખેમ મુક્ત કરાવ્યો હતો.
ADVERTISEMENT
બિલ્ડર પુત્ર-વેપારીની દીકરી વચ્ચે ફ્રેન્ડશીપ
ADVERTISEMENT
આ સમગ્ર પ્રકરણની પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. બિલ્ડર પુત્ર રીષભ નાહટા અને ભોગ બનનાર વેપારીની દીકરી વચ્ચે અગાઉ એક વર્ષથી મિત્રતા હતી. જોકે, યુવતીએ રીષભ સાથે તમામ સંપર્કો કાપી નાખ્યા હતા અને વાતચીત બંધ કરી દીધી હતી. ગુરુવારે મોડી રાત્રે અહંકારમાં ગળાડૂબ રીષભ તેના બે ગુનાહિત ઈતિહાસ ધરાવતા મિત્રો સાથે સીધો યુવતીના ઘરે પહોંચ્યો હતો. તે સમયે યુવતી ઘરે ન હતી. જેથી રીષભે તેના પિતા (વેપારી) સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. દીકરી સાથે કેમ વાત નથી કરાવતા તેમ કહીને માથાકૂટ કરી, આખરે ત્રણેયે વેપારીને ચપ્પુ અને પિસ્તોલની અણીએ ધમકાવી બળજબરીથી પોતાની 40 લાખની કારમાં ઉઠાવી ગયા હતા.પોલીસના સકંજામાં આવ્યા બાદ આરોપી બિલ્ડર પુત્ર રીષભે પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોલીસ પૂછપરછમાં એવું રટણ કર્યું હતું કે, વેપારીની દીકરીએ તેની અન્ય એક બહેનપણીને ફોન પર ગાળો આપી હતી. આ બાબતે સ્પષ્ટતા કરવા માટે તે રાત્રે યુવતીના ઘરે ગયો હતો. યુવતી ઘરે હાજર ન હોવાથી તેણે તેના પિતાને દીકરી સાથે વાત કરાવવાનો આગ્રહ કર્યો હતો, પરંતુ પિતાએ ઇનકાર કરતા મામલો બીચક્યો હતો અને ત્યારબાદ તેણે અપહરણનું પગલું ભર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો