ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ગાંધી જયંતીના કારણે શેરબજાર બંધ, જાણો દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સહિત રજાઓનું આખું કેલેન્ડર

બિઝનેસ / ગાંધી જયંતીના કારણે શેરબજાર બંધ, જાણો દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સહિત રજાઓનું આખું કેલેન્ડર

Published By: Nirav Kumar

Last Updated: 09:38 AM, 2 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધી જયંતીને કારણે આજે શેરબજાર અને એમસીએક્સ પર સોના-ચાંદીની ટ્રેડિંગ બંધ છે. જેમાં ત્રણ દિવસની લાંબી રજા બાદ માર્કેટ સોમવારે ફરી ખુલશે.

ADVERTISEMENT

2 ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતીને કારણે ભારતીય શેરબજાર સંપૂર્ણરીતે બંધ રહેશે. NSE અને BSE પર કોઈ પણ ટ્રેડિંગ થશે નહીં. ત્યારબાદ શનિવાર અને રવિવારની સામાન્ય રજા હોવાથી બજારમાં સતત ત્રણ દિવસ કારોબાર રહેશે નહીં. કોમોડિટી એક્સચેન્જ MCX પર પણ આજે સવાર અને સાંજ બંને સત્રોમાં ટ્રેડિંગ બંધ રહેશે એટલે સોના અને ચાંદીની ખરીદ-વેચાણ પણ થશે નહીં.

NSEના 2026ના હોલિડે કેલેન્ડર મુજબ આજે ગાંધી જયંતીને કારણે બજાર બંધ છે. ત્યારબાદ શેરબજારમાં આગામી રજા 20 ઓક્ટોબરે દશેરાના અવસરે આવશે. 8 નવેમ્બરે દિવાળી લક્ષ્મી પૂજનને કારણે નિયમિત ટ્રેડિંગ રજા રહેશે પરંતુ તે દિવસે મુહૂર્ત ટ્રેડિંગ થશે. તેનો સમય એક્સચેન્જ અલગ સર્ક્યુલર દ્વારા જાહેર કરશે.

ઓક્ટોબર બાદ નવેમ્બરમાં બે મોટી રજાઓ છે. જેમાં 10 નવેમ્બરે દિવાળી-બલી પ્રતિપદા અને 24 નવેમ્બરે ગુરુ નાનક જયંતીને કારણે માર્કેટ બંધ રહેશે. જેમાં વર્ષની છેલ્લી મોટી રજા 25 ડિસેમ્બરે ક્રિસમસના અવસરે આવશે.

MCX પર 20 ઓક્ટોબર દશેરા, 10નવેમ્બર દિવાળી-બલી પ્રતિપદા અને 24 નવેમ્બર ગુરુ નાનક જયંતીના દિવસે સવારનું સેશન બંધ રહેશે જ્યારે સાંજના સેશનમાં કારોબાર ચાલુ રહેશે. 25 ડિસેમ્બરે બંને સેશન બંધ રહેશે. તો MCX પર પણ 8 નવેમ્બરે મુહૂર્ત ટ્રેડિંગ યોજાશે.

વધુ વાંચો : શેરબજારમાં સતત ચોથા દિવસે ધડાકો, 5 ઓક્ટોબરે કેવું રહેશે બજારનું સંભવિત પ્રદર્શન?

ભારતીય માર્કેટ બંધ હોવા છતાં વિદેશી માર્કેટમાં થતા ઉતાર-ચઢાવનો અસર આગામી ઓપનિંગ પર જોવા મળી શકે છે. જેમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધવાની આશંકાને કારણે ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થયો છે. જેમાં એશિયાઈ બજારોમાં દબાણ જોવા મળ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock market long weekend Gandhi Jayanti

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ