ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલીના અરજણસુખ ગામે મોડી રાત્રે બે યુવકો પર વન્યપ્રાણીનો હુમલો, સિંહણના હુમલાની આશંકા વચ્ચે વનવિભાગની તપાસ શરૂ
Last Updated: 09:58 AM, 2 October 2026
ADVERTISEMENT
રાતનો સમય હતો અને બે યુવકો બાઈક પર પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા હતા. રસ્તો શાંત હતો, પરંતુ અચાનક રસ્તામાં સામે આવેલા વન્યપ્રાણીએ બંને યુવકો પર હુમલો કરી દીધો. હુમલાથી બંને યુવકો ગભરાઈ ગયા અને બાઈક પણ પડી ગઈ. આ સમગ્ર ઘટના બાદ અમરેલીના અરજણસુખ ગામ અને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જોકે, ઘટનાસ્થળની આસપાસ સિંહનું કોઈ લોકેશન નહીં મળતાં વનવિભાગ પણ હાલ આ ઘટનાને શંકાસ્પદ માનીને તપાસ કરી રહ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, અમરેલીના અરજણસુખ ગામે મોડી રાત્રે બે વ્યક્તિ ઉપર વન્યપ્રાણીના હુમલાની ઘટના બની હતી. અરજણસુખ ગામથી તોરી ગામ તરફ પરત આવતા રસ્તામાં બાઈક પર સવાર બે યુવકો પર અચાનક હુમલો થયો હતો. યુવકોના કહેવા મુજબ, હુમલો સિંહણ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બંને યુવકોને ઇજા પહોંચી હતી. એક યુવકને હાથના ભાગે જ્યારે બીજા યુવકને પગના ભાગે ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા મેહુલ વાજાએ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે તેઓ નવ દિવસીય પાઠમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી. મેહુલ વાજાના જણાવ્યા અનુસાર, તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે આદિપુર ગામ કે આદિપુર પાટિયાની વચ્ચે સિંહણ તેમની તરફ આવી હતી. તેમણે જણાવ્યું કે, સિંહણ તેમની સામે આવી ત્યારે તેઓ ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા અને ત્યારબાદ સિંહણે તેમના પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન તેમની બાઈક પણ પડી ગઈ હતી. મેહુલ વાજાએ જણાવ્યું હતું કે બાઈક પડી ગયા બાદ સિંહણ ત્યાંથી ભાગી ગઈ હતી. આ ઘટનામાં તેમને ઇજા પહોંચી હતી અને ત્યારબાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ADVERTISEMENT
બનાવની જાણ થતાં જ વનવિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં વનવિભાગના ACF રાજન જાદવ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. વનવિભાગની ટીમ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટના સિંહના હુમલાની હોવાનો દાવો કરવામાં આવ્યો હોવા છતાં, ઘટનાસ્થળની આસપાસ સિંહનું લોકેશન મળ્યું નથી. આ કારણોસર વનવિભાગે હાલ સમગ્ર બનાવને શંકાસ્પદ ગણાવ્યો છે. ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરીને હુમલો કયા વન્યપ્રાણી દ્વારા થયો હતો અને ઘટનાની વાસ્તવિક હકીકત શું છે તે જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વનવિભાગના ACF રાજન જાદવે જણાવ્યું હતું કે અર્જુનસુખ ગામ, કુક વાવ તાલુકા વિસ્તારમાં હાલમાં તપાસ ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે વનવિભાગની ટીમ હાલ સ્થળ પર સક્રિય છે અને સમગ્ર બનાવની તપાસ કરવામાં આવી રહી છે. ACF રાજન જાદવે વધુમાં જણાવ્યું હતું કે, મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી, વન્યજીવ પાલિતાણા વતી હાલ સ્થળ પર વનવિભાગની ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે. સમગ્ર બનાવ અંગે તપાસ પૂર્ણ થયા બાદ જે હકીકત સામે આવશે તેની વિગતવાર માહિતી આપવામાં આવશે. વનવિભાગ દ્વારા હાલ ઘટનાની તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઘટનાસ્થળની આસપાસ વન્યપ્રાણીની હાજરી, તેના કોઈ નિશાન અથવા લોકેશન અને ઇજાગ્રસ્ત યુવકો દ્વારા જણાવવામાં આવેલી ઘટનાની વિગતોની તપાસ કરવામાં આવી રહી છે.
હાલમાં બે યુવકોને ઇજા પહોંચવાની ઘટના સામે આવી છે અને બંનેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. યુવકો દ્વારા સિંહણના હુમલાની વાત કહેવામાં આવી છે, પરંતુ વનવિભાગને ઘટનાસ્થળની આસપાસ સિંહનું લોકેશન મળ્યું નથી. આથી વનવિભાગે હાલ ઘટનાને શંકાસ્પદ ગણાવી છે. ACF રાજન જાદવના જણાવ્યા પ્રમાણે, “તપાસના અંતે જે કંઈ હશે એ આપને વિગતવાર માહિતી આપીશું.” હવે વનવિભાગની તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે કે બંને યુવકો પર ખરેખર સિંહણ કે અન્ય કોઈ વન્યપ્રાણીએ હુમલો કર્યો હતો કે પછી ઘટનાની પાછળ અન્ય કોઈ કારણ હતું.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.