ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / હનુમાન અંશના 'પાર્વતી' સોંગની વિશ્વભરમાં ગૂંજ, બન્યું 10 કરોડથી વધારે વ્યૂઝ મેળવનાર યૂટ્યૂબ નં. 1
Last Updated: 02:23 PM, 1 October 2026
ADVERTISEMENT
ફિલ્મ 'હનુમાન અંશ'ની સફળતાની ગાથા માત્ર બોક્સ ઓફિસ પૂરતી સીમિત ન રહેતા તેના સંગીત સુધી પણ વિસ્તરી રહી છે. આ ફિલ્મનું ભક્તિગીત 'પાર્વતી' હાલમાં ભારતમાં 'યુટ્યુબ મ્યુઝિક'ના સાપ્તાહિક ગીતોના ચાર્ટમાં પ્રથમ ક્રમે પહોંચ્યું છે. આ ઉપરાંત, આ ગીત વૈશ્વિક ચાર્ટમાં પણ બીજા ક્રમે સ્થાન ધરાવે છે. બુંદેલી લોકસંગીતના તત્વોથી સજ્જ આ ગીતે ફિલ્મથી અલગ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે અને સોશિયલ મીડિયા પર તે ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યું છે.
ADVERTISEMENT
ભારતમાં 4.7 કરોડથી વધારે વ્યૂઝ
YouTube Chartsના ડેટા અનુસાર, 'પાર્વતી' ગીતે ચાર્ટિંગ સમયગાળા દરમિયાન ભારતમાં 4,72,66,182 વ્યૂઝ મેળવ્યા હતા. આ સાથે, તે દેશના સાપ્તાહિક ગીતોના ચાર્ટમાં ટોચના સ્થાને રહ્યું હતું. વૈશ્વિક ચાર્ટ પર આ ગીત બીજા ક્રમે છે; તે માત્ર શકીરા અને બર્ના બોયના ગીત 'Die Die'થી પાછળ છે. ઉલ્લેખનીય છે કે, 'પાર્વતી' એ બુંદેલી લોકસંગીત પર આધારિત એક ભક્તિગીત છે. સાધુ તિવારીએ આ ગીત લખ્યું છે, તેનું સંગીત આપ્યું છે અને તેમાં પોતાનો અવાજ પણ આપ્યો છે. 'પાર્વતી' ગીતે યુટ્યુબ પર 10 કરોડ વ્યૂઝનો આંકડો પણ પાર કરી લીધો છે. ફિલ્મની વાર્તા સાથે જોડાયેલા દર્શકો ઉપરાંત, ફિલ્મ સાથે કોઈ સીધો સંબંધ ન ધરાવતા મોટી સંખ્યામાં લોકો પણ આ ગીત સાંભળી અને જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઇનસ્ટાગ્રામ રીલ્સ પર પણ છવાયુ ગીત
'પાર્વતી'ની લોકપ્રિયતા માત્ર યુટ્યુબ પૂરતી સીમિત નથી, આ ગીત હવે ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યું છે. તેની ધૂન અને લોકસંગીતથી પ્રેરિત શૈલી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી રહી છે. આ જ કારણ છે કે ફિલ્મ રિલીઝ થયાના લાંબા સમય બાદ પણ આ સંગીત નવા દર્શકો સુધી પહોંચી રહ્યું છે. ભારતના સાપ્તાહિક ગીતોના ચાર્ટમાં, શ્રેયા ઘોષાલ દ્વારા ગવાયેલું ગીત 'કલ્યાણી' 'પાર્વતી' પછી બીજા સ્થાને છે. તે જ સમયે, ધ પેરેડાઇઝનું ગીત 'યેશનાગુલા' ત્રીજા ક્રમે છે. આ સંદર્ભમાં, કોઈ ભક્તિગીતનું ટોચનું સ્થાન પ્રાપ્ત કરવું એ હનુમાન અંશના સંગીત માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
દિલ્હીના ભજન ક્લબિંગ કાર્યક્રમમાં ગૂંજ્યુ પાર્વતી
આ ગીતને તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં પણ રજૂ કરવામાં આવ્યું હતું. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 110મી જન્મજયંતિ નિમિત્તે ૨૫ સપ્ટેમ્બરે આયોજિત 'ભજન ક્લબિંગ' કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સાધુ તિવારીએ 'પાર્વતી' પ્રસ્તુત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન, નરેન્દ્ર મોદી પ્રદર્શનનો આનંદ માણતા અને તાળીઓ પાડતા જોવા મળ્યા હતા. તેમણે 'ખંજરી' પણ વગાડી હતી. બાદમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કાર્યક્રમનો વીડિયો શેર કરતા વડાપ્રધાને લખ્યું, "દિલ્હીમાં અદ્ભુત ભજન."
ADVERTISEMENT
PM Modi ji attends a bhajan clubbing event in Delhi, enjoying a live performance of “Parvati.” Meanwhile, Hanuman Ansh has emerged as one of the biggest blockbusters of all time. The song will grow even more now. ❤️ pic.twitter.com/8vnxpllEQb
— RedExile (@RedWatchIndia) September 25, 2026
'ભજન ક્લબિંગ'નું સ્વરૂપ પરંપરાગત ભક્તિ સંગીતને આધુનિક કોન્સર્ટની શૈલીમાં રજૂ કરે છે. આવા કાર્યક્રમો દ્વારા ભક્તિ સંગીતને યુવા શ્રોતાઓ સુધી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 'પાર્વતી'ની લોકપ્રિયતાએ પણ આ બદલાવને ચર્ચાના કેન્દ્રમાં લાવ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ''કલાકનો શું રેટ છે?'', જ્યારે બોલ્ડનેસ દેખાડવા પર એક્ટ્રેસને મળ્યાં અશ્લીલ મેસેજ
હનુમાન અંશની કહાની શું છે?
'ભજન ક્લબિંગ'નું સ્વરૂપ પરંપરાગત ભક્તિ સંગીતને આધુનિક કોન્સર્ટની શૈલીમાં રજૂ કરે છે. આવા કાર્યક્રમો દ્વારા ભક્તિ સંગીતને યુવા શ્રોતાઓ સુધી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 'પાર્વતી'ની લોકપ્રિયતાએ પણ આ બદલાવને ચર્ચાના કેન્દ્રમાં લાવ્યો છે. આ ફિલ્મમાં શોભિનવ સત્ય મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. અંદાજે 2 કરોડ રુપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ-ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું અને વિશ્વભરમાં 410 કરોડ રુપિયાથી વધુની કમાણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, 'હનુમાન અંશ'ની સફળતા બાદ, નીમ કરોલી બાબા પર આધારિત એક ટીવી શો પણ બનાવવામાં આવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ