ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે? સરકારે ટેક્સ અંગે લીધો મોટો નિર્ણય

photo-story

6 ફોટો ગેલેરી

Petrol Diesel Price / પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે? સરકારે ટેક્સ અંગે લીધો મોટો નિર્ણય

Last Updated: 07:39 AM, 1 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સરકારે ડીઝલની નિકાસ પરના વિન્ડફોલ ટેક્સને ઘટાડીને 16 રુપિયા પ્રતિ લિટર અને ATFની નિકાસ પરના ટેક્સને 10.5 રુપિયા પ્રતિ લિટર કર્યો છે. 1 ઓક્ટોબરથી અમલમાં આવતો આ નિર્ણય, 16 સપ્ટેમ્બરે કરવામાં આવેલા ઘટાડા બાદ લેવામાં આવ્યો છે.

1/6

photoStories-logo

1. સરકારે લીધો મોટો નિર્ણય

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 2 ટકાનો વધારો થયો હોવા છતાં, તે પ્રતિ બેરલ 100 ડોલરથી નીચે જ રહ્યા છે. આ કારણોસર સરકારે ડીઝલ અને ATFની નિકાસ પરના 'વિન્ડફોલ ટેક્સ'માં ઘટાડો કર્યો છે, જેનાથી પેટ્રોલિયમ કંપનીઓને મોટી રાહત મળી છે. જોકે, પેટ્રોલની નિકાસ પર લાગતા ટેક્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પેટ્રોલ, ડીઝલ અને ATFના પ્રતિ લિટર પર નુકસાન

એવા સમયે જ્યારે પેટ્રોલિયમ કંપનીઓને દેશમાં વેચાતા પેટ્રોલ, ડીઝલ અને ATFના પ્રતિ લિટર પર નુકસાન થઈ રહ્યું છે, ત્યારે આવક ઊભી કરવા માટે નિકાસ એ એકમાત્ર માર્ગ બની રહ્યો છે. સ્થાનિક પુરવઠો વધારવા માટે સરકાર આ કંપનીઓ પર 'વિન્ડફોલ ટેક્સ' લાગુ છે. આવો, સરકાર દ્વારા લેવામાં આવેલા આ ચોક્કસ નિર્ણય વિશે સમજીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. કેટલો ઓછો કર્યો વિંડફોલ ટેક્સ

સરકારે બુધવારે ડીઝલ અને ATFની નિકાસ પરના 'વિન્ડફોલ ટેક્સ'માં ઘટાડો કર્યો છે, જ્યારે 1 ઓક્ટોબરથી શરૂ થતા પખવાડિયા માટે પેટ્રોલ પરનો ટેક્સ યથાવત રાખ્યો છે. ડીઝલની નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી જેમાં રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસનો સમાવેશ થાય છે, તેનો દર હવે પ્રતિ લિટર 20 રુપિયા થી ઘટાડીને 16 રુપિયા કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સુધારેલો ટેક્સ 1 ઓક્ટોબરથી અમલમાં

ATFની નિકાસ પરની વિશેષ વધારાની SAED અગાઉના 15 રુપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 10.5 રુપિયા પ્રતિ લિટર નક્કી કરવામાં આવી છે. આગામી પખવાડિયા માટે પેટ્રોલની નિકાસ પરની જકાત 0.5 રુપિયા પ્રતિ લિટર યથાવત રાખવામાં આવી છે. નાણાં મંત્રાલયે એક જાહેરનામામાં જણાવ્યું છે કે સુધારેલો ટેક્સ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. કેમ લગાવવામાં આવે છે વિંડફોલ ટેક્સ ?

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે, સરકારે 27 માર્ચે ડીઝલ અને ATF પર નિકાસ જકાત લાદી હતી અને દર પખવાડિયે દરોની સમીક્ષા કરવાની પદ્ધતિ અમલમાં મૂકી હતી. 16 મેથી પેટ્રોલની નિકાસ પર પણ કર લેવામાં આવતો હતો. મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે સ્થાનિક વપરાશ માટેના પેટ્રોલ અને ડીઝલ પરના વર્તમાન ટેક્સ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો?

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈંધણની સ્થાનિક ઉપલબ્ધતા વધારવા માટે 'વિન્ડફોલ ટેક્સ' લાદવામાં આવ્યો હતો. યુદ્ધ ફાટી નીકળ્યા બાદ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાથી કિંમતોના તફાવતને કારણે નિકાસકારો અયોગ્ય નફો ન મેળવે તે સુનિશ્ચિત કરવાનો પણ તેનો ઉદ્દેશ્ય હતો. આ કરનો મુખ્ય હેતુ પશ્ચિમ એશિયાની કટોકટી દરમિયાન નિકાસને હતોત્સાહિત કરીને પેટ્રોલિયમ ઉત્પાદનોની સ્થાનિક ઉપલબ્ધતા જાળવી રાખવાનો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aviation Turbine Fuel Windfall Tax Cut Govt Slashes Export Duty on Diesel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ