ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભારત / ગુજરાતી પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છારે કેવી રીતે 180 ઈઝરાયેલીઓનો જીવ બચાવ્યો? નેતન્યાહૂએ સલામી આપી

બહાદુરી / ગુજરાતી પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છારે કેવી રીતે 180 ઈઝરાયેલીઓનો જીવ બચાવ્યો? નેતન્યાહૂએ સલામી આપી

Published By: Hiralal Parmar

Last Updated: 11:10 PM, 30 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી મૂળના પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છારે ફ્લાઈટમાં 180 ઈઝરાયેલીઓના જીવ બચાવીને દુનિયામાં છવાઈ ગયા હતા.

ADVERTISEMENT

ગુજરાતી મૂળના કેપ્ટન સ્મિત મચ્છારે 180 ઈઝરાયેલીઓના જીવ બચાવીને 'હીરો' બની ગયા છે. દુબઈથી ઇઝરાયલ જઈ રહેલા ફ્લાયદુબઈની ફ્લાઈટમાં ઓમાની કો-પાયલોટનો છરીથી હુમલો નિષ્ફળ બનાવીને તેઓ આખી દુનિયામાં છવાઈ ગયા છે. ખુદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ તેમને સલામી આપી છે.

કેપ્ટન સ્મિત મચ્છારે મુસાફરોના જીવ કેવી રીતે બચાવ્યા

ઓમાની કો-પાયલટે કેપ્ટન સ્મિત મચ્છારને નીચે પાડી દીધા હતા અને તેમની પર છરીથી હુમલો કર્યો હતો. ચારે તરફ લોહી હતું. આ સમય દરમિયાન, વિમાન માત્ર એક મિનિટમાં લગભગ 14,000 ફૂટ નીચે પડી ગયું. ત્યારબાદ કેપ્ટન સ્મિત મચ્છારે વિમાન પર કન્ટ્રોલ જમાવી દીધો અને વિમાનને તાબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતાર્યું હતું. આ પછી સાઉદી અરેબિયાની ગુપ્તચર એજન્સીઓએ કો-પાયલટની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરી રહી છે.

કોણ છે કેપ્ટન સ્મિત મચ્છાર?

કેપ્ટન સ્મિત મચ્છાર 2022થી અમીરાત સરકારની માલિકીની એરલાઇન ફ્લાયદુબઈ માટે કામ કરી રહ્યા છે. તે પહેલાં, તેમણે સ્પાઇસજેટ માટે 10 વર્ષ કામ કર્યું હતું. તેમની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, કેપ્ટન સ્મિત મચ્છાર પાસે બોઇંગ 737 એરક્રાફ્ટ પર 13 વર્ષથી વધુનો કોમર્શિયલ ફ્લાઇટનો અનુભવ છે. તેમણે ફ્લાઇટ કેપ્ટન તરીકે વ્યાપકપણે કામ કર્યું છે અને 9,750 કલાકથી વધુ ફ્લાઇટનો અનુભવ ધરાવે છે. કેપ્ટન સ્મિત મચ્છાર 2011 માં સ્પાઇસજેટમાં જોડાયા હતા.

બેન્જામિન નેતન્યાહૂએ શું કહ્યું?

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ ઘટના પર એક નિવેદન બહાર પાડ્યું અને હુમલાખોર સહ-પાયલોટને કાબુમાં લેનારાઓની પ્રશંસા કરી. ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયના એક નિવેદન અનુસાર, બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, "આજે સવારે દુબઈથી ઇઝરાયલ જતી ફ્લાઇટમાં એક ગંભીર સુરક્ષા ઘટના બની. ફ્લાઇટમાં લગભગ બધા મુસાફરો ઇઝરાયલી હતા. ફ્લાઇટ દરમિયાન, જ્યારે તેઓ દેશની નજીક આવી રહ્યા હતા, ત્યારે એક પાયલોટે બીજા પાયલોટે પર છરી વડે હુમલો કર્યો અને એવું લાગે છે કે તેણે વિમાનમાં સવાર બધા મુસાફરો સાથે વિમાન તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો.

નેતન્યાહૂએ બધાને સલામ કરી

"મેં એક ઇઝરાયલી મુસાફર સાથે વાત કરી," નેતન્યાહૂએ કહ્યું. "તેમણે મને કહ્યું કે વિમાન ઝડપથી ફરવા લાગ્યું અને નીચે ઉતરવા લાગ્યું. તેમણે સમજાવ્યું કે કોઈક રીતે તે અને એક ક્રૂ મેમ્બર કોકપીટમાં પ્રવેશવામાં સફળ રહ્યા, અને સાથે મળીને તેમણે પાયલોટે પર કાબુ મેળવ્યો જે પ્લેનની સિસ્ટમને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ફ્લાઇટ ક્રૂનો બીજો સભ્ય કોકપીટમાં પહોંચ્યો અને પ્લેનને કાબૂમાં લેવામાં સફળ રહ્યો. હું આ નાયકોને સલામ કરું છું જેમણે અસાધારણ હાજરી અને હિંમત દર્શાવી. તેમણે ઘણા લોકોના જીવ બચાવ્યા. તેમણે એક મોટી દુર્ઘટના અટકાવી હતી. તેમણે કહ્યું કે વિમાન સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું. બધા મુસાફરો ખતરામાંથી બહાર છે. છરીથી હુમલો કરનાર પાઇલટની ધરપકડ કરવામાં આવી છે અને સાઉદી અધિકારીઓ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો : શુભમન ગિલે બદલ્યો ઈતિહાસ, વનડે ક્રિકેટમાં ફટકારી ડબલ સેન્ચુરી, સૌથી ઝડપી સદીનો પણ રેકોર્ડ

શું બની હતી ઘટના?

સ્મિત મચ્છાર તેમના ઓમાની કો-પાયલટ સાથે તેલ અવીવ જતી ફ્લાયદુબઈ ફ્લાઇટ ઉડાડી રહ્યો હતો. આ દરમિયાન, ઓમાની કો-પાયલટે તેમના પર છરી વડે હુમલો કર્યો અને વિમાનની સિસ્ટમને પણ ખોરવી નાખવાનો પ્રયાસ કર્યો. આ હુમલામાં સ્મિત મચ્છાર ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમ છતાં પણ તેઓ હિંમત હાર્યા નહોતા. ગંભીર રીતે ઘાયલ થવા છતાં પણ તેમણે સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Smit Machchhar pilot Smit Machchhar Captain Smit Machchhar

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ