ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નેશનલ હાઇવે-48 પર દબાણ હટાવવાની કાર્યવાહી સામે વેપારીઓ હાઇકોર્ટમાં, વલસાડ, નવસારી અને સુરતના મિલકતધારકોની કોર્ટમાં દાદ
Last Updated: 11:22 AM, 28 September 2026
ADVERTISEMENT
દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે-૪૮ પર દબાણ હટાવવાની કામગીરી સામે હોટેલ, રેસ્ટોરાં અને અન્ય વ્યાવસાયિક એકમોના માલિકોએ ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના અનેક મિલકતધારકોને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ડિમોલિશનની નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ તોડકામની કાર્યવાહી શરૂ થતાં વેપારીઓમાં દોડધામ મચી હતી અને પોતાના ધંધા તથા મિલકત બચાવવા કોર્ટનો આશરો લીધો છે.
ADVERTISEMENT

વેપારીઓની મુખ્ય દલીલ છે કે તેમની મિલકતો ગેરકાયદે દબાણ નથી. સંબંધિત સરકારી સત્તાવાળાઓ પાસેથી જરૂરી મંજૂરી લીધા બાદ બાંધકામ કરવામાં આવ્યું હોવાનું તેઓ જણાવી રહ્યા છે. તેમનો દાવો છે કે કેટલીક મિલકતો હાઇવેની નિયત રોડ લાઇનથી પણ દૂર છે. આમ છતાં તેમને દબાણની શ્રેણીમાં મૂકીને તોડકામની નોટિસ આપવામાં આવી હોવાથી કાર્યવાહી સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
બીજી તરફ હાઇવે ઓથોરિટી તરફથી કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી છે કે હાઇવે પર સલામતી જાળવવા માટે સુપ્રીમ કોર્ટના આદેશના આધારે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નવેમ્બર-ર૦રપમાં રાજસ્થાનના ફલોદીમાં થયેલા ગંભીર અકસ્માત બાદ સુપ્રીમ કોર્ટે રોડ સેફ્ટી અંગે સુઓમોટો કાર્યવાહી શરૂ કરી હતી. ત્યાર બાદ હાઇવે પર સલામતી વધારવા અને દબાણ દૂર કરવા અંગે દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
હાઇવે પર ડિમોલિશનની કામગીરી ર સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. વિવિધ સ્થળે નોટિસ આપ્યા બાદ તંત્રની ટીમો તોડકામ માટે પહોંચી હતી. આ દરમિયાન અસરગ્રસ્ત વેપારીઓએ તાત્કાલિક કોર્ટમાં અરજી કરી હતી. કેટલાક કેસમાં સુનાવણી ચાલી રહી હોવા છતાં તોડકામની કાર્યવાહી આગળ વધતાં મામલો વધુ ગંભીર બન્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
હાઇવે ઓથોરિટીનું કહેવું છે કે સંબંધિત મિલકતધારકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. કેટલાક માલિકોએ નોટિસનો સમયસર જવાબ આપ્યો ન હોવાનું પણ કોર્ટમાં જણાવાયું છે. હાઇવે સલામતી અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવું જરૂરી હોવાથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હોવાનું ઓથોરિટીએ જણાવ્યું છે.
ADVERTISEMENT
ડિમોલિશનની નોટિસ મેળવનારા વધુ વેપારીઓ પણ કોર્ટનો સંપર્ક કરી રહ્યા છે. હાઇકોર્ટમાં થયેલી કાર્યવાહી દરમિયાન અરજદારોને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવા અને સંબંધિત મામલામાં સ્થિતિ જાળવી રાખવા અંગે આદેશો થયા છે. હવે કાયદેસર મંજૂરી ધરાવતી મિલકતો અને હાઇવે સલામતીના નિયમો વચ્ચેનો મુદ્દો કોર્ટમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT