ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને ધૂળ ચટાડી, વિરાટ કોહલી અને શુભમન ગિલે WIના બોલર્સને હંફાવ્યા, 8 વિકેટે INDની જીત

IND vs WI / ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને ધૂળ ચટાડી, વિરાટ કોહલી અને શુભમન ગિલે WIના બોલર્સને હંફાવ્યા, 8 વિકેટે INDની જીત

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:55 PM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India (IND) vs West Indies (WI): તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પહેલી મેચ ભારતીય ટીમે જીતી લીધી છે.

ADVERTISEMENT

India (IND) vs West Indies (WI): તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પહેલી મેચ ભારતીય ટીમે જીતી લીધી છે. ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમને એકતરફી વિજય અપાવ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચની વનડે શ્રેણીની પહેલી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં 8 વિકેટની શાનદાર જીત નોંધાવી છે. આ જીત સાથે ભારતે શ્રેણીમાં 1-0 થી આગળ થઈ ગયું. આ મેચના અસલી હીરો કેપ્ટન શુભમન ગિલ અને રન મશીન વિરાટ કોહલી હતા, જેમણે પોતાની શાનદાર ઇનિંગ્સથી ટીમને સરળ જીત અપાવી છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે મળેલા લક્ષ્યનો પીછો કરતા વિરાટ કોહલી અને કેપ્ટન ગિલે સદી ફટકારી. ગિલ 110 રન બનાવીને આઉટ થયો. ગિલે પોતાની ઇનિંગ્સ દરમિયાન 13 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. વિરાટ કોહલીએ માત્ર 88 બોલમાં 10 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી અણનમ 139 રન બનાવ્યા છે.

આ સાથે તેણે વનડેમાં 15,000 રન પૂર્ણ કર્યા છે. ત્યારબાદ તેણે પોતાની કારકિર્દીની 55મી સદી પૂરી કરી. કેપ્ટન શુભમન ગિલ અને અનુભવી ઓપનર રોહિત શર્માએ ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી.

બંને બેટ્સમેનોએ પહેલી વિકેટ માટે આક્રમક બેટિંગ કરી અને 74 રનની શાનદાર ભાગીદારી નોંધાવી. જોકે ભારતને પહેલો ફટકો રોહિત શર્માના રૂપમાં પડ્યો. રોહિતે 35 બોલમાં 32 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે.

આ દરમિયાન કેપ્ટન શુભમન ગિલે એક છેડો પકડી રાખ્યો અને પોતાની પ્રભાવશાળી બેટિંગ ચાલુ રાખી, પોતાની અડધી સદી પૂરી કરી. આ મજબૂત પાયાના આધારે ભારત વિજય તરફ આગળ વધ્યુ હતું.

આ પણ વાંચોઃ IND vs WI / વેસ્ટ ઈન્ડિઝ સામે આજથી રોહિત-વિરાટનું 2027 વર્લ્ડ કપ મિશન, ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરશે

વેસ્ટ ઈન્ડિઝની ઇનિંગ્સ

આ પહેલાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે ભારત માટે 295 રનનો પડકારજનક લક્ષ્યાંક આપ્યો હતો. જસ્ટિન ગ્રીવ્સે શાનદાર સદી (101 રન, 108 બોલ) ફટકારી. જોન કેમ્પબેલ (62 રન) અને આમિર જાંગુ (અણનમ 58) એ પણ અડધી સદી ફટકારી. કુલદીપ યાદવ ભારત માટે સૌથી સફળ બોલર રહ્યો, તેણે 10 ઓવરમાં માત્ર 40 રન આપીને ચાર મહત્વપૂર્ણ વિકેટ લીધી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India vs West Indies Virat Kohli Team India

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ